કેટલીય બીમારીઓને દૂર કરે છે, પાણીપૂરીનું પાણી….6 ગજબ ના ફાયદાઓ જાણો

0

પાણીપૂરીનું પાણી : આપણે નાના હતા ત્યારથી તે મોટા થયા ત્યાં સુધીમાં તો કેટલીયવાર સાંભળ્યુ હશે કે, આમિર હોય કે ગરીબ હાથમાં કટોરી લઈને ઊભું જ રહેવું પડે. હા, પાણીપૂરીની લારીની વાત..યાદ આવ્યું ને હવે ?

દેશમાં ભલેને વિદેશી ફૂડનો ક્રેજ વધી રહ્યો હોય. પરંતુ આપણાં દિલમાં જે ચાટ પૂરી અને પાણીપૂરીની જગ્યા છે એ કોઈ નહી લઈ શકે.

આલુ છોલેનું શાક, ચટણી, ચાટ મસાલા અને ચટપટા પાણીથી ભરેલી નાની નાની પૂરીઓને જોઈને જ મોઢામાં પાણી આવી જતું હોય છે. પાણીપૂરી મળે એટ્લે સ્વર્ગ મળ્યા બરાબર જ કહેવાય. એમાંય છોકરીઓ તો, “ ભૈયા ઓર તીખા, ઓર તીખા બનાઓ ‘ એમ બોલતા જ થાકથી નથી. પાણીપૂરી ખાટી વખતે જ્યાં સુધી આંખમાં પાણી ન આવી જાય ત્યાં સુધી એની ખાવાની મજા નથી આવતી

પાણીપૂરીને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં પાણીનું મોટું યોગદાન રહ્યું છે.દેશના અલગ અલગ વિસ્તારમાં પાનીપૂરીનું પાણી કેટલીય બધી અલગ અલગ રીતોથી બનાવવામાં આવે છ. તો પણ બધી જ્જજ્ઞાએ ફુદીના, નમક ને આમલીની ચટણી તો નાખવામાં આવે જ છે. આ બધી જ સામગ્રી પાણીપૂરીનાં પાણીને તો સ્વાદિષ્ટ બનાવે જ છે. સાથે સાથે કેટલીય બીમારી પણ દૂર કરે છે. તમે આવી વાત પહેલીવાર સાંભળીને પણ આ સત્ય છે.

તો આવો જોઈએ કે પાણીપૂરીના પાણીથી કઈ કઈ બીમારી દૂર થઈ જાય છે એના વિષે.

મોટાપની સમસ્યામાં રાહત :

જો પાણીપૂરી થોડી સાવચેતી રાખીને બનાવાવમાં આવી હોય તો એ તમારા વધતાં વજનને કંટ્રોલ કરી ઘટાડી શકે છે. પાણી પૂરીના પતાશાનાં પાણીમાં મીંઠું ન હોય, ને એમાં ફુદીનાં, હિંગ, લીંબુ, અને જો કાચી કેરીઓથી બનાવવામાં આવે તો વજન ઘટી શકે છે. પાણીમાં ટામેટાનો ઉપયોગ ન કર્યો હોય તો એ વધારે સારું છે. સાથે જ પાણીપૂરીની પૂરીને રવાની જગ્યાએ ઘઉના લોટમાંથી જ બનાવવામાં આવે તો વધારે ઉતમ રહેશે.

મોઢામાં પડેલ ચાંદી માટે :

તમે ઘણીવાર માર્ક કર્યું હશે કે, તીખું ખાવાથી મોઢામાં પડેલ છાલા કે ચાંદી મટી જતી હોય છે. પણ આમ જોઈએ તો લારીનાં પાણીમાં જલજીરા, ફૂદીનો અને આંબલી હોય છે. એમાં રહેલ તોખો ને ખાટ્ટો સ્વાદ જ છાલા કે ચાંદીમાંથી મુક્તિ અપાવે છે. જો કે વધારે પ્રમાણમાં ખાવું શરીરમાં ગડબડ પણ ઊભી કરી શકે છે.

એ.સી.ડી.ટીમાં લાભ :

એ.સી.ડી.ટીની સમસ્યા વધારે તકલીફ દાયક હોય છે. જો પાણીપૂરીના પાણીમાં ફુદીનાં, કેરી, કાલા નમક, કાલી મિર્ચ, વાટેલું જીરું વગેરે જો મેળવીને બનાવેલું હશે તો એ.સી.ડી.ટી આરામથી છૂમંતર થઈ જશે.

ગભરાહટ :

ઘણાં લોકોને મુસાફરી દરમ્યાન બંદ વાતાવરણમાં જીવ ચૂંથાવા લાગે છે. ક્યારેય કોઈ કારણસર ઉલ્ટી જેવુ પણ થવા લાગે છે. આવા સમયે લોટમાંથી બનેલ 3 કે 4 પાણીપૂરી ખાઈ લેવાથી રાહત મળશે.

મૂડને બનાવે છે ફ્રેશ :

ગર્મીના દિવસોમાં બહાર ફરવાથી તરસ વધારે લાગતી હોય છે. અને થકાવટનો અહેસાસ થતો હોય છે. આવી સ્થિતિમાં ખાલી પાણી પીવા કરતાં પાણીપૂરી જ ખાઈ લેવી વધારે હિતાવહ રહેશેજો તમે પાણીપૂરી ખાધા પછી પાણી પીશો તો તમે એકદમ ફ્રેશનેસ મહેસુસ કરશો

આ સમયે ખાવી વધારે ફાયદાકારક :

પાણીપૂરી ખાવા માટે બપોરનો સમય વધારે ફાયદાકારક રહે છે. સાંજના સમયે પાણી પતાશે ખાવાથી વજન વધવાની સંભાવના રહે છે. સાથે સાથે કસરત કર્યા પછી જો પાણીપૂરી ખાવામાં આવે તો પણ નૂકશાન કારક છે.

પાણીપૂરી રવાની જગ્યાએ લોટમાંથી જ બનેલા ખાવા જોઈએ ને એમાં ભરવામાં આવતું પુરાણ કે માવો પણ છોલે અને મટરની જગ્યાએ મગ અને ચણાની દાળનો ભરવો જોઈએ. આવો પ્રયોગ પણ ફાયદાકારક રહેશે.

સાવધાની : ચાટ પૂરી ખાતી વખતે સફાઈનું ધ્યાન આવશ્યક રાખવું જોઈએ. પાણી એકદમ ચોખ્ખું હોવું જોઈએ. નહીતર તમે બીમાર પડી શકો છો.સાથે એ પણ જાણી લો કે , પાણીપૂરીના ફાયદા પર કોઈ રીસર્ચ નથી. એટ્લે વધારે સારું તો એ જ રહેશે કે તમે તમારી બીમારીનો ઈલાજ ડોક્ટરને જ પૂછી જ કરજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here