ઓનલાઈન ઓર્ડર કર્યો iPhone 8, બોક્સ ખોલતા નીકળી આ ચોંકાવનારી ગુલાબી વસ્તુ….વાંચો અહેવાલ

0

આજ-કાલ ઈન્ટરનેટનો જમાનો છો. ઈન્ટરનેટની મદદથી ઘણા એવા કામ સરળ બની ગયા છે. જેમ કે ઓનલાઈન શોપિંગ. આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગે લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે. તેના માટે ઘણી વેબસાઈટ્સ ઉપલબ્ધ છે. જેમ કે એમેઝોન, ફ્લીપકાર્ટ, મિત્રા વગેરે. પણ ઘણીવાર આજ ઓનલાઈન શોપિંગ દગો આપી દેતી હોય છે. એવી જ એક ઘટના અમે લઈને આવ્યા છીએ.

ઓનલાઈન ફ્રોડ થવાની ઘણી ખબરો સામે આવતી હોય છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સથી ઘણીવાર ખરીદારી તમને પરેશાનીમાં મૂકી શકે છે. આવા ઉદાહરણ પહેલા પણ મળ્યા છે અને હાલ એવો જ એક બીજો મામલો સામે આવ્યો છે. રીપોર્ટના આધારે કસ્ટમરે ફ્લીપકાર્ટ માંથી iPhone 8 મંગાવ્યો હતો. પણ બોક્સ ખોલતા જ તે એકદમ સ્તબ્ધ થઇ ગયો.

મુંબઈનાં રહેવાસી સોફ્ટવેઇર એન્જીનીયર 26 વર્ષીય તબરેજનાં પ્રમાણે તેમણે ફ્લીપકાર્ટ માંથી iPhone 8 ઓર્ડર કર્યો હતો. તેના માટે તેમણે પુરા 55, 000નું પેયમેન્ટ પણ કર્યું હતું. આજ કીમત પર ફ્લીપકાર્ટ પર iPhone 8 નું 64 GB વેરીએંટ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીના મુંબઈમાં તેને ફોનની જગ્યાએ બોક્સમાં ડીટરજેન્ટ સાબુ આપવામાં આવ્યો હતો. તેને પુરા 55, 000 નું નુકસાન ગયું હતું.

જાણીતી ઓનલાઈન ઈ-કોમર્સ કંપની ફ્લીપકાર્ટ માંથી ફોન ઓર્ડર કરવો તેને આટલો ભારી પડશે તેવું વિચાર્યું પણ ન હતું. આની પહેલા પણ આવી ઘટના બની હતી. જેમાં ફોનની જગ્યાએ ઈંટ મળી હતી.

ફોનના પુરા પૈસા આપવા છતાં પણ આ વ્યક્તિને ફોનની જગ્યાએ સાબુ મળ્યો. બાદમાં આ યુવકે મુંબઈના બાયકુલા પોલીસ સ્ટેશન માં ફ્લીપકાર્ટ વિરુદ્ધ ધોખાઘડીની ફરિયાદ નોંધાવી હતી.

જો કે આવું પહેલીવાર નથી બન્યું આની પહેલા પણ ઘણા આવા મામલા સામે આવ્યા છે. ઘણીવાર કંપની પૈસા પરત કરવાનો પણ ઇનકાર કરી દેતી હોય છે. જોઈએ આ કેસમાં કંપની પૈસા પરત આપે છે કે નહી, કે પછી અન્ય પગલાં લેવાશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!