જો તમારે જોઈએ છે મફતમાં OnePlus 6T , તો આ અજીબ હરીફાઈનો બનો હિસ્સો …વાંચો કઈ રીતે મેળવવાનો?

1

OnePlus એ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે આમાં દરેકને ભાગ લઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે જેટલું વધુ યુઝર જેટલો વપરાશ વધુ કરશે તેટલી વધારે ગિફ્ટ જીતી શકે છે.

OnePlus 6T ને જો મફતમાં જ મેળવવો હોય તો આ ‘વિચિત્ર’ સ્પર્ધામાં ભાગ લો અને તેમાં વિજેતા બનો. એવું એક બ્લૉગ પોસ્ટમાં જણાવે છે કે. આમાં દરેકને ભાગ લઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે જેટલા વધુ વપરાશકર્તાઓ હશે તેટલી વધુ ગિફ્ટ જીતી શકો છો.

ચાઇનાના સ્માર્ટફોન બનાવનાર કંપનીએ વનપ્લસ નવા ફોન લોંચ કરે છે એ દરમિયાન દર વખતે તે તેની પ્રમોશનલ સ્પર્ધાઓ અંગે ચર્ચામાં મોટેભાગે રહે છે. કંપનીએ લોન્ચ પહેલાં એક નવું Campaign ‘Unlock your Speed’રજૂ કર્યું છે, જેમાં વપરાશકર્તાઓ આવનાર ફોન OnePlus 6T ને મફતમાં મેળવી શકે છે. આ અભિયાનમાં, વપરાશકર્તાઓને ઇનામ જીતવા માટે સતત ફોન પર ટેપ કરવું આવશ્યક છે.

હરીફાઈ શું છે?

તેના માટે, વપરાશકર્તાઓએ તેમના ફોન પર unlock.oneplus.com ખોલવું પડશે, જેના પછી એક પેજ તમારી સામે ખુલશે. પેજ પર આગળ લખ્યું હશે , ‘TAP YOUR SCREEN’.’ આના પર ટેપ કર્યા પછી, તમને એક મેસેજ જોવા મળશે. ‘કલ્પના કરો કે જો તમે આ એક જ ટેપ થી OnePlus 6T અને બીજા ઘણા બધા ઇનામો જીતી શકો છો.

મળતી માહિતી મુજબ, તમારે સ્કીન પર ત્યાં સુધી ટેપ કરવાનું છે જ્યાં સુધી તમે માઇલસ્ટોન સુધી ન પહોંચો. એટ્લે કે છેલ્લે સુધી પહોંચવા માટે તમારે ટેપ કરવું જરૂરી છે.

આના પર ટેપ કર્યા પછી, યુઝરને તેમનો ઈમેલ આઈડી લખવાનો રહેશે અને પછી ‘Get Started’’ પર ટેપ કરવું પડશે. જીતવા માટે યુઝરે સતત સ્ક્રીન પર ટેપ કરવું આવશ્યક છે. તેના માટે, વપરાશકર્તાને 60,000 વખત ટેપ કરવું પડશે. OnePlus એ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે દરેકને તેમાં ભાગ લેવા માટે ઇનવાઇટ કરીએ છીએ. ઉપરાંત જણાવ્યું હતું કે વધુ ટેપ કરીને તમે વધારે ગિફ્ટ જીતી શકે છે.

ચાઇનાના સ્માર્ટફોન બનાવટી કંપની OnePlus તેના નવા સ્માર્ટફોન વનપ્લસ 6T ને લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફોન 30 મી ઑક્ટોબરે દિલ્હીનાં ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની અંદર આવેલા KDJW સ્ટેડિયમ ખાતેથી 8:30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.

OnePlus 6Tને આવી રીતે પ્રી-ઓર્ડર કરો

કંપનીએ આ ફોન માટે પ્રી ઓર્ડરની પણ શરૂઆત કરી છે. આ એમેઝોનનો એક્સક્લુઝિવ ફોન હશે, ઓનલાઇન રિટેલર ના કહેવા અનુસાર જે લોકો આ ડિવાઇસનું પી-બુકિંગ કરાવશે તેમને ટાઈપ-સી ઇયરફોન અને 500 રુપિયાનું એમેઝોન પે બેલેન્સ પણ મળશે. આ એમેઝોન પે બેલેન્સનથી તમે ડીટીએચ અથવા મોબાઇલ રિચાર્જ બિલ માટે વાપરી શકો છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here