જેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ માટે છે ખુબ ફાયદાકારક…

0

જેતૂન ના તેલ ના અદભૂત ફાયદાઓ

જ્યારે પણ કોઈપણ તેલ નું નામ આવે ત્યારે જેતૂન ના તેલ નું નામ સર્વ પ્રથમ આવે છે. આનુ કારણ શું છે? એવું એટલા માટે કે જેતૂન નું તેલ સીધું વૃક્ષ થી કાઢવા માં આવે છે. જે મોટા ભાગે ભૂમધ્ય ભાગ માથી પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ ખાવા માં અને ચામડી પર લગાવવા માં બંને માં થાય છે. જેતૂન ના તેલ ના ઘણા ફાયદાઓ છે. અને જેતૂન ના તેલ ની ઘણી વેરાયટી પણ જોવા મળે છે. જેતૂન ના તેલ ના ઘણા સ્વાસ્થયવર્ધક ફાયદાઓ ની સાથે સુંદરતા માં પણ યોગદાન છે. તેનો ઉપયોગ વિભિન્ન રીતે કરવા માં આવે છે. જેતૂન ના તેલ ને ઘણા નામ થી ઓળખવા માં આવે છે, જેમ કે ઓલિવ ઓઇલ, હિન્દી માં જેતૂન નું તેલ, તેલગુ માં જીતા તૈલમ, મલયાલમ માં ઓલિએન્ન અને બંગાળી માં જોલોપાઈ તેલ ના નામ થી ઓળખાય છે.

જેતૂન ના તેલ ના ફાયદાઓ

1. વાળ માટે જેતૂન ના તેલ ના ફાયદા

જેતૂન ના તેલ થી તમે નીચે થી બે ફાડા થયેલા વાળ અને કર્લી વાળ થી પણ છુટકારો મેળવી શકો છો. જેતૂન ના તેલ ને થોડું ગરમ કરી લો પછી તેને વાળ માં સારી રીતે લગાવી માલિશ કરો. ત્યાર બાદ કોઈ સાફ કપડું લઈ વાળ ને 30 મિનિટ માટે ઢાંકી દો અને પછી તેને આખી રાત ખુલ્લા રાખો. સવારે ઉઠી ને વાળ ને શેમ્પૂ થી ધોઈ નાખો. આ પ્રયોગ તમે અઠવાડીયા માં એક થી બે વખત કરી શકો છો. આના થી તમારા વાળ મુલાયમ અને જાડા થશે.

2. ઉચ્ચ રક્તચાપ માટે જેતૂન ના તેલ ની ઉપયોગ

એક સશોધનં અનુસાર એવું સાબિત થયું છે કે જે લોકો હાઈ બીપી ની તકલીફ થી પરેશાન છે તેઓ જો પોતાના ખોરાક માં જેતૂન ના તેલ નો ઉપયોગ કરે તો તેઓ પોતાના રક્તચાપ ના વધેલા લેવલ ને ઓછું કરવા માં સક્ષમ બને છે. જેતૂન ના તેલ માં રહેલ ઓલિક એસિડ સહેલાઈ થી શરીર માં અવશોષિત થઈ જાય છે. આ રીતે તે રક્તચાપ ને ઓછું કરે છે. જેતૂન ના તેલ નો ઉપયોગ તમે રસોઈ બનાવવા માં અને સલાડ બનાવવા માં પણ કરી શકો છો. જેના કારણે ઉચ્ચ રક્તચાપ ની સમસ્યા દૂર થઈ શકે છે.

3. જેતૂન ના તેલ નો લાભ ત્વચા માટે

જો ચામડી સુકાયેલી છે અને તેમાં નમી ની ઉણપ છે તો તમે જેતૂન ના તેલ થી માલિશ કરવા થી ચામડી ને ફરી થી જવાન કરી શકો છો. આ માટે તમારે થોડા પલાળેલા ચહેરા પર જેતૂન ના તેલ થી માલિશ કરવી જોઈએ અને 15 મિનિટ પછી ચહેરા ને ધોઈ નાખવો. જેતૂન ના તેલ માં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે. આ ઉપરાંત એન્ટિ- ઓક્સિડેંટ હોય છે જે ચામડી ને ઇન્ફેકશન થી બચાવે છે. જેતૂન ના તેલ ને મોઈશ્ચરઈજાર ના રૂપ માં ઉપયોગ કરી શકાય છે.

4. જેતૂન ના તેલ નો ઉપયોગ વજન ઓછું કરવા માં

જેતૂન ના તેલ ને બરાબર માત્રા માં લઈ ને વજન ને ઓછું કરી શકાય છે. તેમાં વધારે પડતું સ્વસ્થ મોનોસેચૂરેટીડ ફેટ હોય છે જે ચરબી ને શરીર માં જમવા નથી દેતા. જેના કારણે વજન અને પેટ ની ચરબી ઓછી કરવા માં મદદ મળે છે. તેનો ઉપયોગ તમે સલાડ ની ઉપર નાખી ને પણ કરી શકો છો. દરરોજ 1 થી 2 ચમચી જેતૂન ના તેલ ના ઉપયોગ થી તમે વજન ને ઓછું કરી શકો છો.

5. કેન્સર થી બચવા માટે જેતૂન ના તેલ નો ઉપયોગ

જેતૂન ના તેલ ને કેન્સર થી બચવા માટે મદદગાર ના રૂપ માં માનવા માં આવે છે. જેતૂન ના તેલ માં પોલીફેનોલ્સ એન્ટિ-ઓક્સિદેંટ્સ છે, જે સોજા ને ઓછા કરવા નું કામ કરે છે. જે કેન્સરના સેલ્સ થી લડવા માં પ્રભાવી છે. ખાસ કરી ને સ્ત્રીઓ જો પોતાના ના આહાર માં જેતૂન ના તેલ નો ઉપયોગ કરે તો તેમણે બ્રેસ્ટ કેન્સર થવા ની શકયતાઓ 62% ઓછી થઈ જાય છે. એવું એક સંશોધન માં સાબિત થયું છે.

6. જેતૂન નું તેલ હાડકાઓ ને મજબૂત કરે છે

એક શોધ અનુસાર જે લોકો જેતૂન ના તેલ માં બનાવેલું ભોજન લે છે તેમના હાડકાઓ મજબૂત બને છે. તેમના લોહી માં ઓએસ્તોકલ્સિન ની માત્રા વધુ હોય છે, જે હાડકાઓ ને મજબૂત બનાવે છે. આનો ઉપયોગ તમે રસોઈ માં કે શરીર પર માલિશ કરીને પણ કરી શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here