ઓળખો આ મર્દ સિંઘમને, 3 વાર દસમી ફેઈલ પિતાનો દીકરો છે આ IPS, અડધો પગાર કરી નાખે છે દાન….

0

દેશની બાગડોર અસલ માયનેમાં ઓફિસરોના હાથમાં હોય છે. જો નૌકરશાહી દુરસ્ત હોય તો કાનુન-વ્યવસ્થા ચાકચૌબંદ રહે છે. જેવા પ્રકારના ભ્રષ્ટાચારની દીમક નૌકરશાહીને ખોખલું કરી રહી છે, લોકોને તેના પરથી જાણે કે વિશ્વાસ જ ઉડી ગયો છે. પણ અમુક એવા પણ IAS અને IPS ઓફિસર છે, જેઓ પોતાની શાખા બચાવી રાખવામાં કામિયાબ રહ્યા છે.   

તેના કારનામાં આજે એક મિશાલના તૌર પર પેશ કરવામાં આવી રહ્યા છે. જેનું નામ છે ઓફિસર ‘શીવદીપ વામન લાંડે’.

IPS ઓફિસર શીવદીપ વામન લાંડેની દિલચસ્પ કહાની:

મહારાષ્ટ્રના અકોલા જીલ્લાના પરસા ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા લાંડે 2006 બૈચ ના IPS ઓફિસર છે. તે બે ભાઈઓમાંથી મોટા છે. એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે મુંબઈમાં રહીને UPSC ની તૈયારી કરી હતી. તેના બાદ તેઓએ ભારતીય રાજસ્વ વિભાગમાં નોકરી કરી હતી.

શિવદીપનાં લગ્ન મહારાષ્ટ્રના મંત્રી વિજય શીતાવરેની દીકરી મમતા સાથે થયા છે. એક મિત્રના ઘર પર આયોજિત પાર્ટીમાં શિવદીપ અને મમતાની પહેલી મુલાકાત થઇ હતી. અ મુલાકાત આગળ ચાલતા પહેલા પ્રેમમાં બદલાઈ ગઈ. તેના બાદ બંનેએ 2 ફેબ્રુઆરી 2014 નાં રોજ લગ્ન કરી લીધા. બંનેની એક દીકરી પણ છે. મમતાએ મુંબઈમાં જ અભ્યાસ કર્યો છે.

બિહાર કૈડરના અધિકારી લાંડેની પહેલી નિયુક્તિ મુંગેર જીલ્લાની નક્સલ પ્રભાવિત જમાલપુરમાં થયા હતા. પટનામાં પોતાના કાર્યકાલના દૌરાન પોતાની અનોખી કાર્યશૈલીને લીધે શિવદીપ પુરા દેશમાં ફેમસ થઇ ગઈ છે. પણ અપરાધીઓના આંખમાં ખટકવા લાગ્યા માટે તેનું વારંવાર ટ્રાન્સફર કરવામાં આવતું હતું.

કહેવામાં આવે છે કે શીવદીપ લાંડે પોતાની ડ્યુટી પર જેટલા સખ્ત નજરમાં આવે છે, તેટલા જ તે વિનમ્ર છે. તે પોતાની સૈલેરીનો 60 ફીસદી હિસ્સો એનજીઓ ને દાન કરી દે છે. તેની સાથે જ ઘણા સામાજિક કાર્યોમાં પણ તે સહિયોગ કરતા રહે છે. તેમને ઘણી એવી ગરીબ છોકરીઓના સામુહિક લગ્ન પણ કરાવ્યા છે. સાથે જ યુવતીઓની સુરક્ષા માટેના પણ કામ કરેલા છે.

ત્યાની દરેક યુવતીઓ પાસે શીવદીપનો નંબર હોય જ છે. તેઓ ખુદને ખુબ જ સૂરક્ષીત મહેસુસ કરે છે.  એકવાર પટના શહેરમાં ત્રણ શરાબીઓ એક યુવતીને હેરાન કરી રહ્યા હતા ત્યારે તેણે શીવદીપને ફોન કર્યો, તેણે તરત જ મૌકા પર આવીને યુવતીને બચાવી લીધી અને શરાબીઓને ગિરફ્તાર કરી લીધા હતા.

Story Author: જાનવી પટેલ

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.