ઓક્ટોબર અને નવેમ્બર ની રજાઓમાં ક્યાં ફરવા જશો? હજુ વિચાર્યું નથી તો આ રહ્યા બેસ્ટ ઓપ્શન…..ટિપ્સ વાંચો

0

જો તમને ફરવા જવાનો પ્લાન લાંબા સમયથી પેન્ડીંગ છે તો હવે થઇ જાવ તૈયાર આજે અમે તમારી માટે ઘણીબધી જગ્યાઓએ ફરવા જવા માટેની માહિતી લઈને આવ્યા છે. જેમ બધા જ જાણે જ છે તેમ આ મહિનામાં અને આવતા મહિનામાં ઘણી બધી રજાઓ આવવાની છે તો ત્યારે ક્યાં ફરવા જવાનું વિચારો છો? જો તમને સમજાતું ના હોય કે તમે ક્યાં જશો તો આવો જણાવી દઈએ.

જો તમે શનિ રવિની આસપાસ રજા લઈને ફરવા જવાનો પ્લાન બનાવો છો તો તમે સોલો ટ્રીપ, ફેમીલી ટ્રીપ અથવા તો મિત્રો સાથે પણ ફરવા જઈ શકો છો. ફરવા તો ગમે એવી રીતે જાવ મજા તો બહુ આવે.

તો ચાલો આજે અમે તમને રજાઓ પણ ગણાવીશું અને ફરવા લાયક જગ્યાઓ પણ જણાવીશું.

ઓક્ટોબર મહિનામાં આપની પાસે બહુ લાંબી રજાઓ ગાળવાનો સારો મૌકો છે. ૧૮ ઓક્ટોબરના દિવસે રામ નવમી અને ૧૯ ઓકટોબરના દિવસે દશેરા છે. ૨૦ તારીખે શનિવાર અને ૨૧ તારીખે રવિવાર છે.

આ ચાર રજાઓ તમારી પાસે તો છે જ. જો તમે લાંબુ વેકેશન માણવા માંગો છો તો ૧૫, ૧૬ અને ૧૭ તારીખે રજા રાખી ડો તો તમારી પાસે કુલ ૯ રજાઓ મળી જશે.

૩ નવેમ્બર- શનિવાર, ૪ નવેમ્બર રવિવાર છે. ૭ અને ૮ નવેમ્બરના દિવસે રજા રહેશે આવામાં તમે ઈચ્છો તો ૫ અને ૬ તારીખે રજા લઈને ફરવા જઈ શકો છો.

અમુક મિત્રો એવા પણ હશે જેમને ૯ નવેમ્બરના દિવસે ભાઈબીજની રજા રહેશે. ૧૦ અને ૧૧ નવેમ્બરના દિવસે શનિ રવિ છે તો આમ જોવા જઈએ તો નવેમ્બરમાં પણ તમને સારો ચાન્સ મળશે ફરવા જવા માટે.

જો તમે તમારી રજાઓને યાદગાર બનાવવા માંગો છો તો ભૂતાન ફરવા માટે જઈ શકો છો. કુદરતી સોંદર્યથી ભરપુર ભૂતાન ખરેખર બહુ સુંદર દેશ છે. અહિયાં ફરવું એ એક બહુ સુંદર અનુભવ રહેશે. ભૂતાન જવા માટે તમારે વિઝાની પણ જરૂરત નહિ રહે.

સિક્કિમ –

સિક્કિમ, નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની સૌથી સુંદર જગ્યા આ માનવામાં આવે છે. અહિયાં ફરતા હશો ત્યારે તમને સ્વર્ગમાં ફરતા હશો તેવી ફીલિંગ આવશે. સિક્કિમમાં ઘણીબધી જગ્યાઓ છે જે તમારું મન મોહી લેશે.

ગોવા –

ગોવા આપણા દેશની રોમાંચક જગ્યાઓમાંથી એક છે. જો તમે ઓછા બજેટમાં ગોવા ફરવા માંગો છો તો આ સમય દરમિયાન જ તમારે ફરવા જવું જોઈએ. આ સમય દરમિયાન ત્યાં ઘણા બધા પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે અને ગોવામાં તમે જો મોંઘી હોટલમાં રહેવા નથી માંગતા તો પછી તમે હોસ્ટેલમાં પણ રહી શકો છો. અહિયાં ૫૦૦ રૂપિયાથી પણ ઓછા ભાવમાં હોસ્ટેલના સારા રૂમ મળી રહેશે.

ગોવા બીચ તો બહુ ફેમસ છે જ અને દેશ અને વિદેશમાંથી લોકો અહિયાંની લેટનાઈટ લાઈફ જોવા આવતા હોય છે દિવસે તો દરિયો સુંદર લાગતો જ હોય છે પણ રાત્રે એક અલગ જ અંદાજ જોવા મળે છે. ગોવામાં અંજુના બીચ, ક્લંગુટ બીચ, ફોર્ટ અગુઆડા, ચર્ચ, દૂધ સાગર ધોધ, બોડ્ગેશ્વર મંદિર, સેન્ટ જેવિયર ચર્ચ અને બીજી ઘણી જગ્યાઓ જોવા લાયક છે.

મેઘાલય –

જો તમને લીલોતરી, પર્વતો, ઝરણાં અને કુદરતી વાતાવરણમાં રહેવું ગમે છે તો આ જગ્યા એ તમારા માટે પરફેક્ટ છે. અહિયાં સેવન સિસ્ટર ફોલ છે, ઉમીયમ લેક, એલીફન્ટ લેક, સ્પ્રેડ ઈગલ ફોલ, શિલાંગ વ્યુ પોઈન્ટ, ગારો હિલ્સ, ખાસી હિલ્સ વગેરે જેવી જગ્યા છે. મેઘાલયમાં પર્વતો, પાણી, ઝરણાં, લીલોતરી એ બધી વસ્તુઓનો સુંદર સમન્વય છે. આ સિવાય અહીયાની સંસ્કૃતિ પણ તમને બધાને આકર્ષિત કરશે.

પંચમઢી, મધ્યપ્રદેશ –

સમુદ્ર તટ થી ૧૧૦૦ મીટર ઉંચાઈ પર બેસીને જે પ્રાકૃતિક દર્શ્યો જોવા મળે છે એ બહુ અદ્ભુત છે. લીલોતરી, પ્રાચીન ગુફાઓ અને અનેક ઝરણાઓ છે આની સાથે સાથે અહિયાં તમને ક્યારેય થાક લાગશે નહી. અહિયાં ઓકટોબર અને નવેમ્બરના દિવસોમાં અહિયાં બહુ લોકોની ભીડ જોવા મળે છે.અહિયાં ઘણી બધી ફેમસ ગુફાઓ પણ તમે જોઈ શકશો.

લદ્દાખ –

જો તમે રેગ્યુલર કામકાજથી કંટાળી ગયા છો તો આ જગ્યા તમારી માટે બહુ સુંદર રહેશે. જે લોકોને વધારે ફરવાનો શોખ છે તો લદ્દાખ તમારે તમારા જીવનમાં એકવાર તો જવું જ જોઈએ.અહિયાં જન્સ્કાર વૈલી, ખરદુંગ – લા – પાસ, હેમિસ નેશનલ પાર્ક અને સ્પીતુક ગોમ્પા આવી જગ્યાઓ ફરવા લાયક છે.

કલકત્તા –

આ શહેરને “સીટી ઓફ જોય” કહેવામાં આવે છે. કલકત્તા ફરવા માટે દુર્ગાપૂજાનો સમય સૌથી સારો છે. આ શહેરમાં તમે ઇન્ડિયન મયુંઝીઅમ, હાવડા બ્રીજ, દક્ષિણેશ્વર કાલી મંદિર, કાલીઘાટ કાલી મંદિર, ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડીયમ, બિરલા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટેકનોલોજીકલ મયુંજીઅમ વગેરે જેવી જગ્યાઓ જોઈ શકશો.

આસામ 

આ આપણા દેશના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલ છે. જો તમે ખરેખર કુદરતી સુંદરતાનો લાભ ઉઠવા માંગો છો તો તમારે આ જગ્યા એકવાર તો જોવી જ જોઈએ.અહિયાં તમે ઘનઘોર જંગલમાં ફરી શકશો. બ્રમ્હ્પુત્ર નદી પણ તમે જોઈ શકશો અમે બોટ રાઈડીંગનો પણ આનંદ ઉઠાવી શકશો.

અંડમાન અને નિકોબાર
જો તમને એડવેન્ચરનો શોખ હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે, જે મિત્રોને પાણીની અંદરના સ્ટંટ એટલે કે અન્ડરવોટર લાઈફ પસંદ છે તેમના માટે આ આઈલેન્ડ પર ફરવા જવું એ એક રોમાંચક રહેશે. અહિયાં સ્કુબા ડાયવિંગ, પેરસેલીંગ વગેરે જેવી એક્ટીવીટીમાં ભાગ લઇ શકશો. આ સિવાય અહિયાં રાધાનગર બીચ, સેલ્યુલર જેલ નેશનલ મેમોરીયલ, પોર્ટ બ્લેયર નું રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચીડિયા ટાપુ અને મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક બહુ ફેમસ જગ્યાઓ છે.

જીરો, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશનું આ એક સુંદર નાનકડું શહેર છે, આ શહેર એ ચારે તરફથી પર્વતોથી ઘેરાયેલ છે.

હમ્પી, કર્ણાટક
યુનેસ્કોના ૩૨ ભારતીય વર્લ્ડ હેરીટેજ જગ્યાઓમાંથી એક છે. આ જગ્યાએ બહુ શાનદાર અને અદ્ભુત મંદિરો આવેલા છે મંદિરોની બનાવટ પણ અજોડ છે.

દીધા, પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળનો સૌથી સુંદર બીચ છે આ દીધા, કોલકાતાના લોકો માટે આ સૌથી વધારે પસંદ આવતું સ્થળ છે ત્યાના લોકો અહિયાં શનિ રવિ માટે પણ આવતા હોય છે.

કચ્છ, ગુજરાતસફેદ રણ, મહેલ, દરિયા કિનારો અને ટેસ્ટી ખાવાના કારણે કચ્છ ફેમસ છે.

જોધપુર, રાજસ્થાન
મેહરાનગઢ કિલ્લાના કારણે પ્રસિદ્ધ જોધપુર “બ્લ્યુસીટી” ના નામથી પણ ઓળખાય છે અહિયાં ઘણા ઘરો બ્લ્યુ રંગથી રંગાયેલા છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here