‘નોટબંધી’ બાદ જમા થયેલી નોટ્સને કંઇક આવી રીતે રીસાયકલ કરવામાં આવે છે, વાંચો આર્ટીકલમાં શું થાય છે….


જાણો તેની પૂરી પ્રક્રિયા.

આપણા દરેકના જીવનમાં એવા અમુક મૌકા જરૂર આવતા હોય છે કે શોંક કરી દેતા હોય છે. 8 નવેમ્બર 2016 આવો જ એક દિવસ હતો. જયારે પુરા દેશને એક સાથે ભયંકર જટકો લાગ્યો હતો. પહેલી વાર ‘ભાઈઓ-બહેનો’ સાંભળવાનો અનુભવ આટલો ડરામણો લાગ્યો હશે.

8 નવેમ્બરની રાતે અચાનક જ દેશભરમાં 500 અને 1000 ની નોટ બૈન થવાની ઘોષણા કરવામાં આવી હતી. સરકારે લોકોની પાસે ઉપસ્થિત નોટોને બૈંકમાં જમા કરાવા માટે એક નિશ્ચિત અવધી નિર્ધારિત કરી હતી. તે સમયે પોતાના પૈસાને બચાવવા માટે સામાન્ય જનતા પર ભાગ-દોડ શરુ થઇ ગઈ હતી.

બૈંકમાં ભારી માત્રમાં આ નોટ જમા થયા બાદ સૌથી પહેલો સવાલ એ મનમાં આવ્યો કે બૈંક આ નોટોનું શું કરશે? રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ આ નોટોને ખત્મ કરવાની કે રીસાઈકલ કરવાની યોજના બનાવા લાગ્યા.

જણાવી દઈએ કે દેશભરની જનતા દ્વારા જમા કરાવાયેલી નોટ્સ આજ સુધી રીસાઈકલ થઇ રહી છે. એક ફ્રેશ જાણકારી અનુસાર આ નોટોને ચેન્નાઈની એક જેલના કૈદીઓ રીસાઈકલ કરી રહ્યા છે.

ચાલો તો તમને જ દેખાડી દઈએ આ પૂરી પર્ક્રીયા.

1.  આટલી રકમ જમા:

આંકડાની માનીએ તો નોટબંધી બાદ બૈંકોમા લગભગ ₹8 ટ્રીલીયન(8 લાખ કરોડ રૂપિયા) કિંમતના 500 અને 1000 ની નોટો જમા થઇ હતી.

2. જેલમાં રીસાઈકલીંગ:

નોટોને રીસાઈકલ કરવાની આ પ્રક્રિયા ચેન્નાઈના પુજલ સેન્ટ્રલ જેલમાં થઇ રહી છે. આ જેલમાં આજીવન કારવાસની સજા ભોગવી રહેલા કૈદીઓ રહે છે.

3. બની રહ્યું છે આવું:

આ નોટોના ઉપયોગથી જેલના કેદીઓ સ્ટેશનરીનો સામાન બનાવી રહ્યા છે. આ સ્ટેશનરીનો ઉપીયોગ રાજ્ય સરકારના વિભાગો અને એજન્સીઓમાં થઇ રહ્યો છે.

4. કૈદીઓની મહેનત:

જેલમાં બંધ 25-30 કૈદીઓને આ બાબતની ટ્રેનીંગ આપવામાં આવી છે. અ કૈદી હેન્ડમેડ સ્ટેશનરી મેકિંગ યુનિટની મદદથી ‘ફાઈલ પૈડ્સ’ બનાવે છે.

5. 70 નોટોની કતરન:

જેલના ડીઆઈજી નાં આધારે, ‘રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ અમને 70 ટન નોટોની કતરન આપી હતી. તેમાંથી અમે અત્યાર સુધીમાં 9 ટન ડીલીવર કરી ચુક્યા છીએ.

6. આ છે પ્રક્રિયા:

નોટો માંથી સ્ટેશનરી બનાવવા માટે સૌથી પહેલા નોટોની કતરનથી તેમની લુગદી બનાવામાં આવે છે.

7. તેના પછી..

તેના પછી આ લુગદીને એ ડાઈ-મોલ્ડ માં કડા થવા માટે નાખવામાં આવે છે. પછી આ નોટ્સ સુકાઈને એક સખ્ત પૈડ્સ બની જાય છે.

8. રોજનું ટાર્ગેટ:

આ બૈન કરંસીની મદદથી પુજલ જેલમાં હર દિવસ લગભગ 1000 ફાઈલ પૈડસ બનાવામાં આવે છે.

9. મળે છે આટલા પૈસા:

કૈદીઓને મહિનામાં 25 દિવસ ફાઈલ પૈડ્સ બનવાનું કામ કરવાનું હોય છે. તેઓને એક દિવસમાં 8 કલાક કામ કરવાના 160 થી 200 જેટલા પૈસા મળે છે.

10. અપગ્રેડ કરવાની કોશિશ:

અધિકારીઓનાં અનુસાર સ્ટેશનરી મેકિંગ યુનિટને હેન્ડમેડથી એમી-ઓટો મેટેડ બનાવાનો પણ પ્રપોઝલ બનાવામાં આવ્યો છે. તેનાથી કેદીઓની પ્રોડક્ટીવીટી વધશે.

11. કેરલમાં રિસાઈક્લિંગ:


નોટબંધીના અમુક મહિનાઓ બાદ જ જાણવામાં આવ્યું હતું કે કેરળ સ્થિત આરબીઆઈની સ્ટેટ બ્રાંચ દેશની એકમાત્ર હાર્ડબોર્ડ બનાવાવાળી કંપની ‘Western India Plywood Limited’ ને જમા થયેલી નોટ્સ રિસાઇક્લિન્ગ માટે વહેંચી રહી છે.

12. આવી રીતે કર્યું રિસાઈકલિંગ:

1962 માં સ્થાપિત થયેલી આ કંપનીએ આ નોટોની મદદથી હાર્ડબોર્ડ બનાવ્યા.

13. આ છે પ્રક્રિયા:

કંપનીના કતરનનાં રૂપમાં મળેલી નોટો નો ઉપયોગથી લુગદી બનાવી. પછી આ લુગ્દીનો 5% અને લાકડાની લુગ્દીનો 95% હિસ્સો લઈને તેમાંથી હાર્ડબોર્ડ બનાવ્યા.

14. કરવી પડી રીસર્ચ:

કંપનીના એમડી એ જણાવ્યું કે કરેંસી આસાનીથી રીસાઈકલ નથી હોતી. માટે તેમનું એન્જીનીયર રીસર્ચ કર્યા બાદ કિફાયતી અને ઇકો-ફ્રેન્ડલી આ તરીકો લઈને આવ્યા.

15. બાળી નાખતા હતા:

તેના પહેલા આરબીઆઈ નોટોને બાળી નાખતા હતા, પણ હાલ આ તકનીકોની મદદથી વેસ્ટ થઇ ચુકેલી કરંસીનો સારો વો ઉપીયોગ થઇ રહ્યો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

‘નોટબંધી’ બાદ જમા થયેલી નોટ્સને કંઇક આવી રીતે રીસાયકલ કરવામાં આવે છે, વાંચો આર્ટીકલમાં શું થાય છે….

log in

reset password

Back to
log in
error: