નુડલ્સ ખાવાના સમયે પ્લેટમાં જોવા મળ્યું આ ….મચી ગયો હોબાળો, જાણો એવું તે વળી શું હતું…

0

આપણે મોટાભાગે આપણા દેશમાં સાંભળતા આવ્યા છીએ કે મીડ-ડે નાસ્તામાં કાંકરીઓ આવી કે પછી કોઈ રેસ્ટોરેંટમાં સર્વ કરવામાં આવેલો નાસ્તો ખરાબ નીકળ્યો, આ બધી વાતો આપણા માટે સામાન્ય બની ચુકી છે અને તેમાં સુધાર ન હોવાના ચાલતા આપણે તેનાથી બચાવ કરવામાં જ સમજદારી માનીએ છીએ પણ તમને આજે જણાવી દઈએ કે માત્ર આપણો દેશ આ જ વસ્તુઓનો શિકાર નથી પણ બહારના એક દેશમાં પણ હાલમાં જ એવું જોવા મળ્યું જે ખુબ જ હેરાન કરી દેનારું હતું. જેને લીધે સ્વાસ્થ્ય અધિકારીઓએ આ કેન્ટીનને અસ્થાઈ રૂપથી બંધ કરી દેવામાં આવી હતી.

જાણવામાં આવ્યું છે કે આ કેન્ટીન માંથી બનાવીને આપવામાં આવેલી  ચાઉમીનમાં સાપનું બચ્ચું મરેલું પડ્યું જોવામાં આવ્યું હતું. એક છાત્રએ પોતાના કેમ્પસની કેન્ટીનથી ખાવા માટે નુડલ્સ લીધી હતી અને બાદ તે પોતાના રૂમમાં આવીને જેવું જ આ ચાઉંમીનને ખાવા માટે પેકેટ ખોલ્યું, અને તેણે જે જોયું તેનાથી તે એકદમ સ્તબ્ધ જ થઇ ગયો. ચાઉમીનના આ પેકેટમાં એક સાપનું બચ્ચું મરેલું પડ્યું હતું.

આ દ્રશ્ય જોઇને તેનાતો જાણે હોંશ જ ઉડી ગયા હતા બાદમાં તેમણે આ તસ્વીરને પોતાના કેમેરામાં કૈદ કરી લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પોસ્ટ કર્યા બાદ થી જ નુડલ્સમાના આ સાપની તસ્વીર ખુબ વાઈરલ થવા લાગી હતી. જો કે આ કેન્ટીનના માલિકે એ વાતનો ઇનકાર કરી દીધો હતો, પણ બાદમાં આ પુરા મામલાની જાંચ કરવામાં આવી હતી. તો જાણવામાં આવ્યું કે કેન્ટીનની હાલત ખુબ જ ખરાબ છે અને ત્યાં ખુબ ગંદગી ફેલાયેલી છે અને તેના ચાલતા કેન્ટીનની હાલત સ્વાસ્થ્ય માનકોના અનુરૂપ ન મળવા પર તેને બંધ કરી દેવામાં આવી હતી.

સોશિયલ મીડિયા માં આ તસ્વીર વાઈરલ થયા બાદ થી જ સ્થાનીય ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશનનાં મામલામાં જાંચ શરુ કરવામાં આવી હતી. જો કે દેશ હોય કે વિદેશ અમારી તો એજ સલાહ છે કે જ્યારે પણ બહારનું કાઈ પણ ખાઓ તેને પૂરી રીતે ચેક કરીને ખાવુ જ દરેકના હિતમાં છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!