નોકરીના પહેલા જ દિવસે મહિલા વેઈટરે આ બટન ને દબાવ્યું 348 વાર,હકીકત જાણ્યા પછી ચેહરો થઇ ગયો લાલચોળ…..

0

નોકરી ના પહેલા જ દિવસે મોટા મોટા લોકો પણ ગંભીર થઇ જાતા હોય છે. એવામાં અમુક લોકો ભૂલો પણ કરી બેસતા હોય છે. ઘણીવાર ભૂલો નાની હોય છે તો ઘણીવાર મોટી, જયારે અમુક વાર તો આ ભૂલો મજેદાર પણ હોય છે. એવી જ એક ભૂલ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે એક મહિલા થી નોકરીના પહેલા જ દિવસે થઇ હતી.આ ભૂલ વિશે જાણીને લોકો હસી રહ્યા છે જયારે અમુક તેના પર હેરાની કરી રહ્યા છે. મહિલા એ જણાવ્યું કે તેને એક ફેમિલી રેસ્ટોરેન્ટ માં નોકરી મળી હતી, અને પહેલા જ દિવસે તે એક એવી ભૂલ કરી બેઠી જેની તેને જાણ પણ ન હતી.
મહિલા ના આધારે પહેલા દિવસે તેના ટ્રેનર તેને પુરા રેસ્ટોરેન્ટ માં કામ કરવાના તરીકા વિશે સમજાવી રહ્યા હતા. એક-એક કરતા તેઓ તે કાઉન્ટર માં પહોંચ્યા જ્યા બે સાથીઓ એ તેઓનું સ્વાગત કર્યું. તેના પછી જ બધી ગડબડ થઇ હતી.જેવા જ તેઓ આગળના ડેસ્ક પર પહોંચ્યા કે તેઓને એક મેસેજ આવ્યો જેને લીધે ટ્રેનર અને બાકીના બે સાથીઓ ને બીજા વિભાગમાં જાવું પડ્યું અને મહિલા ને તે જ કાઉન્ટર પર જ રહેવા માટે અને મહેમાનો ના અભિવાદન કરવા માટેનું કહ્યું. મહિલા એ જણાવ્યું કે તે સમયે ત્યાં ન તો કોઈ ગ્રાહક આવી રહ્યા હતા કે ન તો કોઈ અન્ય કર્મચારી. માટે મહિલા કંટાળવા લાગી હતી અને ડેસ્ક પર રાખેલી ચીજોને જોવા લાગી હતી. તે દરમિયાન મહિલા ની નજર એક લાલ રંગ ના બટન પર પડી. તેના પછી તેણે તે બટન ને દબાવ્યું. કોઈ હલચલ ન દેખાતા તેને લાગ્યું કે આ બટન કોઈ કામ નું નથી. ટાઈમ પાસ માટે લગભગ તે બટન ને એક મિનિટ માટે રોકાયા વગર ઓન-ઓફ કરતી રહી.તેના પછી તેઓના સાથીઓ આવી ગયા અને તે ડેસ્ક પરથી નીકળી ને બાથરૂમ માં ચાલી ગઈ. બાથરૂમ થી બહાર ર નીકળ્યા પછી તેણે જોયું કે મેનેજર એક નવા વ્યક્તિ ની સાથે તેના તરફ આવી રહ્યા હતા. મેનેજરે મહિલા ને પૂછ્યું કે શું તેણે 911 બટન દબાવ્યું હતું?જણાવી દઈએ કે આ 911 બટન આપાતકાલ બટન હતું. જે કોઈ દુર્ઘટના કે આપાતકાલીન સ્થિતિ મ જ દબાવામાં આવતું હતું. એવામાં આ મહિલાએ તો તેને પુરા 348 વાર દબાવ્યું હતું. પોતાની આ હરકત થી તે અન્ય સ્ટાફ ની સામે શરમ માં મુકાઈ ગઈ હતી, અને મહિલા નું કહેવું છે કે પહેલા જ દિવસે પોતે કરેલી આ મુર્ખામી ને લીધે તે હવે ફરી અહીં નોકરી પર જાવા નથી માગતી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here