નોકરી છોડી બની શિક્ષક, બાળકોને ફ્રી માં શિક્ષણ આપવાની કરી શરૂઆત, જાણો પૂરી કહાની…

0

મોટા ભાગે લોકો પોતાના જીવનમાં કાંઈક કરી બતાવવા માંગતા હોય છે પણ પરિસ્થિતિઓ, અને પોતાની જવાબદારીઓ આપણને આપણા મંજિલ સુધી જવા માટે રોકતી હોય છે. જ્યારે અમુક લોકો પોતાના જુનુંનને જીવિત રાખવા માટે અલગ રસ્તા પર ચાલવા માંડે છે. વિશ્વમાં ખુબજ ઓછા લોકો હોય છે જેના માટે પૈસા કમાવા કરતા અન્યની મદદ કરવી વધુ જરૂરી અને મહત્વપૂર્ણ હોય છે. આજના જીવનમાં પૈસાનું ખુબ મહત્વ છે અને લોકો વધુમાં વધુ પૈસા કમાવાનું ઇચ્છતા હોય છે. એવા લોકો જે પોતાના જ્ઞાન દ્વારા બીજાની મદદ કરતા હોય છે તેઓ ખુબ ઓછા હોય છે.

મળો રોશની મુખર્જીને જે બીજાઓ માટે પ્રેરણા બની ગઈ છે. તે ઈચ્છે છે કે પોતાના પિતાના મૃત્યુ બાદ તે તેની જગ્યા પર નોકરી કરી શકતી હતી પણ તેને બીજો જ રસ્તો અપનાવ્યો અને નક્કી કર્યું કે તે આર્થિક રીતે સામન્ય બાળકોને ફ્રી માં શિક્ષણ આપશે.

રોશનીનો જન્મ એક મધ્યમ વર્ગીય બંગાળી પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા હંમેશા તેના ઈરાદાને વધારનારા હતા. રોશનીને પહેલાથી જ સારું કામ કરવા માટે પ્રેરિત કરવામાં આવી હતી. તે સ્કુલ અને કોલેજમાં ઉચ્ચ શ્રેણીની વિદ્યાર્થી રહી છે. તેમને દિલ્લી યુનીવર્સીટીના હંસરાજ કોલેજથી ભૌતિકમાં એમએસસી ની ડીગ્રી હાંસિલ કરી હતી.

માસ્ટર ડીગ્રી લીધા બાદ રોશનીની ઈચ્છા શીક્ષક બનવાની હતી. પણ પિતાની અચાનક મૌત થવાને લીધે પરિવારની જવાબદારી માટે તેને કંપનીમાં જોબ કરવી પડી હતી. શિક્ષક બનવાનું સપનું પાછળ રહી ગયું પણ તે સપનું આજે પણ તેના દિલના કોઈ એક ખુણામાં સજેલું પડ્યુજ હતું.

રોશની લાંબા સમય સુધી પોતાના આ સપનાને દબાવીને રાખી શકી ન હતી. અધ્યાપનના પોતાના જુનુંન ને પૂરું કરવા માટે રોશની એગ્ઝામફીયર ડોટ કોમ ની શરૂઆત કરી જેમાં 9 થી 12 સુધીના લેસન વિડિયોના રૂપમાં ઉપલબ્ધ છે. તેના યુ ટ્યુબ ચેનલના ત્રણ લાખ થી પણ વધુ સાબ્સક્રાઇબર્સ છે.

રોશની એ 5000 થી પણ વધુ વિડીયો બનાવ્યા છે જેમાં ફીઝીક્સ, કેમેસ્ટ્રી, મૈથ્સ અને બાયોલોજી લગભગ દરેક ટોપીક્સને શામિલ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં માત્ર 11 અને 12 ના જ વિડીયો તૈયાર કરતી હતી પણ બાદમાં 9 અને 10 ના પણ વિડીયો તૈયાર કર્યા હતા. તે પાવરપોઈન્ટ સ્લાઈડ શો અને માઈક્રોફોનની મદદથી કોન્સેપ્ટ સમજાવે છે.

રોશનીનું માનવું છે કે, “અહી ગુણવતા પૂર્ણ શિક્ષાની ખોટ છે અને શીક્ષા ઘણા એવા માતા-પિતા માટે મોંઘી પણ છે. માટે તેનો ઉદેશ્ય સારી ગુણવતાની શીક્ષા ફ્રી માં ઉપલબ્ધ કરવાનો હતો. હું દૂરસ્થ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માંગતી હતી. હું એ વિધાર્થીઓ સુધી પહોંચાડવા માંગતી હતી જે શીક્ષાનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. હું તે માતા-પિતા સુધી પહોંચાડવા માંગતી હતી જે પોતાના બાળકોને શીક્ષા આપવામાં મદદ કરે છે. હું જાણતી હતી કે ઇન્ટરનેટ જ દરેક સમસ્યાનું સમાધાન છે. ઓનલાઈન પ્લેટફોર્મ જ બેસ્ટ છે લોકો સુધી પહોંચાડવા માટે નું”.

રોશની 3900 વિડીયો શરૂઆતના ચાર વર્ષોમાં જ શેઈર કર્યો છે, તેનો મતલબ દરેક દિવસે બે વિડીયો લેસન કે તેનાથી વધારે લેસન પોસ્ટ કરેલી છે. વિડીયો અપલોડ કર્યા બાદ રોશની વિદ્યાર્થીઓ દ્વારા મોકલેલા કમેન્ટ્સ અને પુછેલા પ્રશ્નોના જવાબ પણ આપવાનું ક્યારેય નથી ભુલતી.

અમુક સમય બાદ રોશનીએ વિડીયો લેસન પર ધ્યાન આપવા માટે પોતાની નોકરી પણ છોડી ડીધી હતી. હાલ તે ઈચ્છે છે કે તેના આ વિડીયો દેશના ખૂણે-ખૂણે ના વિદ્યાર્થીઓ સુધી પહોંચે. તેના માટે તેને આ વિડીયોને અલગ અલગ ભાષાઓમાં પણ અનુવાદ કરવાનું શરુ કરી દીધું છે. રોશની પોતાના ક્લાસેસને પણ નાના બાળકો માટે આગળ વધારવા માંગે છે. સાથે જ દરેક વિષયોની સાથે સાથે ઈતિહાસ, ભૂગોળને પણ સમાવેશ કરવા માંગે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.