હવે ટીપું-ટીપું પાણી માટે પણ રડશે પાકિસ્તાન, પાકિસ્તાન જતા ભારતના ભાગના પાણી પર લાગશે રોક

0

પાકિસ્તાન જે કાયરતાપૂર્ણ હરકત કરી રહ્યું છે અને પોતાની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું, તો તેને હવે ભારત તરફથી જવાબ મળવા લાગ્યો છે. એક તરફ આપણા દેશના વીર જવાનો પાકિસ્તાની આતંકીઓને જવાબ આપી રહયા છે ત્યારે ભારત સરકારે પણ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરુ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના અધિકારવાળી ત્રણ નદીઓના પાણીને પાકિસ્તાનને બદલે યમુનામાં લાવવાની વાત કહી છે. હવે ભારત તરફથી પાકિસ્તાનને પાણી માટે પણ તરસાવવામાં આવશે અને 3 નદીઓના પાણીના વહેણની દિશા બદલી કાઢવામાં આવશે. પાકિસ્તાન નહિ પહોંચે ભારતનું પાણી 
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બાગપતમાં યમુનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમને કહ્યું કે પાકિસ્તાન જવાવાળી ત્રણ નદીઓનું પાણી યમુનામાં લાવવામાં આવશે. આ માટે ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકારે નિર્ણય લીધો છે કે આપણા ભાગનું પાણી જે પાકિસ્તાનમાં વહે છે તેને હવે રોકવામાં આવશે. આપણે પૂર્વી નદીથી પાણીનો રસ્તો બદલીશું અને જમ્મુ-કાશ્મીર અને પંજાબને પાણી આપીશું.

ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને હવે ચારે તરફથી માર પડી છે. પ્રોજેક્ટ વિશે વાર કરતા ગડકરીએ કહ્યું કે દિલ્હી-આગરા ઇટાવા સુધી જળમાર્ગનો ડીપીઆર તૈયાર થઇ ચુક્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાગપતમાં રિવર પોર્ટ બનાવવામાં આવશે. એનાથી ખેડૂતોને પાણીની સમસ્યા દૂર થશે, અને ઘણા પાકો ખેડૂતો તૈયાર કરી શકશે. શેરડીની ખેતી અને સુગર મિલોને પણ આનાથી ફાયદો થશે.

શું છે આ પ્રોજેક્ટ 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે જળમાર્ગ પર પણ કામ કરી રહયા છે. પાણીની કમી ન રહે એ માટે ભારતના અધિકારવાળી ત્રણે નદીઓનું પાણી જે પાકિસ્તાન જાય છે તેને યમુનામાં લાવવામાં આવશે. જેનાથી હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના લોકો જલમાર્ચથી દિલ્હી-આગ્રા જઈ શકશે. જો કે પક્ષીતાણ જતું પાણી રોકવામાં સિંધુ જળ કરાર અડચણ બની શકે છે, કારણેક ભારતના અધિકારમાં આવતી ત્રણે નદીઓનું પાણી સિંધુ જળ કરાર અંતર્ગત નહિ રોકી શકાય.

શું છે સિંધુ જળ કરાર
સિંધુ જળ સંધિ પાણી વિતરણ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી એક સંધિ છે. આ સંધિમાં વિશ્વ બેન્કએ મધ્યસ્થી કરી અને આ સંધિ પર કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ અનુસાર વ્યાસ, રાવી અને સતલુજના નિયંત્રણ ભારત અને ત્રણ પશ્ચિમી નદીઓનું નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. જો કે પાકિસ્તાનને મળ્યું પાણી ભારત થઈને જે આવતું હતું અને શાંતિ બનાવી રાખવા માટે ભારતે પાકિસ્તાનને પાણી આપ્યું હતું.

આ પાણીથી જ પાકિસ્તાનમાં ખેતી થાય છે, અને બીજા જરૂરી કામો થાય છે. પરંતુ હવે જો પાણી બંધ કરી દેવામાં આવશે તો પાકિસ્તાન પર ખૂબ જ ખરાબ અસર પડશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here