નીતા અંબાણીની લીપસ્ટીકની કિંમત જાણીને ઉડી જાશે હોંશ, એટલામાં ખરીદી શકો છો બંગલા ગાડી….

0

ભારતમાં સૌથી ધનવાન પરિવારની વાત આવે અને મુકેશ અંબાણીને યાદ કરવામાં નાં આવે એવું તે કેમ બને. અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ક્યારેક પોતાના કોઈ પ્રોજેક્ટને લઇને ક્યારેક પોતાની લાઈફસ્ટાઈલને લીધે. સોશિયલ મીડિયા પર તેઓને જોવા અને તેની સાથે જોડાયેલી જાણકરીને લોકો ખુબ જ દિલચસ્પીની સાથે જોતા હોય છે. આજ-કાલ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. જો કે તેની દરેક ચીજો બ્રાન્ડેડ અને લગ્ઝરી હોય છે પણ આ વખતે જો નીતા અંબાણીની લીપ્સ્ટીકની કિંમત જાણી ગયા તો તમારા હોંશ જ ઉડી જાવાના છે.

રિલાયંસ એમ્પાયરની ડાયરેક્ટર અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલની કર્તા-ધર્તા નીતા અંબાણી જેટલી લોકપ્રિય પોતાના સોશિયલ કામો માટે છે, એટલી જ લોકપ્રિય પોતાના બ્રાન્ડેડ ડ્રેસીસ, ચા, મોબાઈલ ફોન, પ્રાઈવેટ જેટ અને સાથે જ પોતાની હેન્ડ બેગ માટે પણ છે. પણ આ વખતે નીતા અંબાણીની લીપ્સ્ટીકની કિંમતની વાત થઇ રહી છે જેની કિંમત એટલી છે કે એક સામાન્ય માણસ તેનાથી બંગલો પણ ખરીદી શકે. નીતા અંબાણીની લાઈફસ્ટાઈલ એટલી ફેમસ છે કે દરેક કોઈ તેની નાની પણ વાત જાણવા માટે બેતાબ હોય છે.
હાલમાં અમુક સમય પહેલા તેના દીકરાની સગાઈની ખબરોએ ઉછાળ માર્યો હતો અને હવે તેની લીપસ્ટીકની કિંમતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રાખી છે. વાયરલ થઇ રહેલી ખબરોનાં આધારે નીતા અંબાણી જે લીપ્સ્ટીકનો ઉપીયોગ કરે છે તે બોલીવુડની અભિનેત્રીઓ પણ નહિ કરતી હોય. તેના લીપસ્ટીકની કિંમત લગભગ 40 લાખ રૂપિયા બતાવામાં આવે છે. જેટલામાં એક સામાન્ય માણસ પોતાનું ઘર આરામથી ખરીદી શકે. એવું કહેવામાં આવે છે કે તે લીપસ્ટીકમાં સોના અને ચાંદીની પરત લગાવેલી છે.વર્ષ 1963 માં સાધારણ પરિવારમાં જન્મેલા નીતા અંબાણી શરૂઆતથી જ ડાંસર બનવા માગતી હતી પણ કિસ્મતને કઈક બીજું જ મંજુર હતું. હવે તે એક કામિયાબ બીઝનેસ વુમેન છે અને ઘણી એનજીઓ ચલાવે છે. નીતા અંબાણીની પાસે દુનિયાના બેહતરીન બ્રાન્ડ્સ પેડ્રો ગાર્સિયા, જીમ્મી ચુ, પેલમોડા, માર્લીન બ્રાંડનાં જૂતા છે જેનો તે ઉપીયોગ કરે છે. તેના ફોનથી લઈને સાડીઓ અને લગભગ દરેક ચીજો ચર્ચામાં રહેતી હોય છે.

નીતા અંબાણીની પાસે જે હેન્ડબૈગ છે તેની કિંમત લગભગ 5 લાખ છે અને બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુસી, કેલ્વીન કેલિનની દર્જનો ઘડિયાળો છે જેની કિંમત દોઢ લાખ થી શરુ થાય છે.નીતાની પાસે હીરાઓ અને સોના જડિત સાડીઓનું બહુ મોટું કલેક્શન છે અને તેની પાસે બેશકીમતી જ્વેલરી પણ છે જેની કિંમત લાખ રૂપિયાથી શરુ થાય છે. તમે ઘણીવાર નીતા અંબાણીને ગરીબ બાળકોની સાથે કોઈ NGOનાં કામમાં ભાગ લીતા જોયા હશે એટલા માટે કેમ કે આટલી અમીર મહિલા આજે પણ પોતાના કર્તવ્ય અને જમીન સાથે જોડાયેલી છે અને બાળકોને ફ્રી માં શીક્ષા અપાવે છે. નીતા અંબાણીએ પોતાના બાળકોની પરવરીશ કોઈ રઈસજાદોની જેમ નહિ પણ એક સામાન્ય બાળકોની જેમ કરી છે જેનાથી તે બીજાઓની ઈજ્જત કરે અને હાલ તેના બાળકો રિલાયન્સ એમ્પાયર સંભાળી રહ્યા છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here