ગુજરાત ની આ રાજપૂત દીકરી ગરીબ બાળકોને ભણાવે છે અને વૃદ્ધોને પહોંચાડે છે ઘરે ઘરે ટિફિન …..1.5 કરોડ થી વધુ ફી ભરીને 15000 છોકરાઓને નિશાળે મોકલ્યા

0

વડોદરાની નિશિતા રાજપૂત ગરીબ બાળકો અને વૃદ્ધોને સેવા કરે છે જેમનુ આ દુનિયામાં કોઈ નથી. નિશિતા રોજ શહેરમાં એકલા રહેતાં 155 વૃદ્ધ લોકોને ભોજન પહોંચાડે છે, જેની સંભાળ લેવા માટે કોઈ નથી. આ વિચાર તેને એક વૃદ્ધ મહિલા સૂકા ભાત ખાઈ રહ્યાં હતાં એ જોઈને આવ્યો.

નિશિતા કહે છે કે હું આ વૃદ્ધોની આસપાસ રહેતાં એવાં લોકોની શોધ કરું છું, જેઓ પૈસા લઈને સમયસર તેમના ઘરમાં ટિફિન પહોંચાડી શકે. આ ઉપરાંત, હું એવાં લોકોની શોધમાં રહું છું જે તેમનાં જન્મદિવસ પર કેક દાન કરતાં હોય. હું મારા દસ્તાવેજોમાંથી બાળકોના નામો શોધી કાઢું છું, જેમનો જન્મદિવસ આવતો હોય. હું થોડા સમય વહેલા પી.જી.નું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી લવ છું. પરંતુ સામાજિક સેવાનાનું મારું કાર્ય ક્યારનુય નક્કી થઈ ગયું છે.

તે લગભગ 7 વર્ષ પહેલાની વાત છે. તે સમયે મારી ઉંમર 19 વર્ષ ની થઈ હશે. મેં 12માં ધોરણની ની પરીક્ષા પાસ કરી હતી અને વધુ વાણિજ્યિક શિક્ષણ માટે તૈયારી કરી હતી. ઉનાળામાં રજાઓ દરમિયાન અમે અનાથ બાળકોની મુલાકાત લેતા જતાં હતા. અમને એ વાતની મંજૂરી હતી કે અમે એ બાળકોને ઘરે લાવી તેમને પર્યાવરણ, જે ઘર પરિવાર વિશે માહિતગાર કરાવીએ જે પરિવાર તેમને દતક લેવાં ઇચ્છતાં હોય.
સારા માતાપિતાની સારી આદતો તેમના બાળકોના જીવન પર ખૂબ જ હકારાત્મક અસર કરતી હોય છે. મારી સાથે પણ આવું જ થયું. અમે ઘરનાં બધા જ લોકો વાર તહેવારે ઘરને સજાવવાની જગ્યાએ અનાથાલય અથવા વૃદ્ધા શ્રમમાં જઈએ અને ત્યાનાં લોકો સાથે હસી ખુશી તહેવાર મનાવીએ. આવા પ્રસંગોએ, ત્યાં ખુશી નહી પણ લોકોની આંખમાં આંસુ આવતાં હોય છે. અને આ સમયે અમે બધા જ પરિવારના સભ્યો મળીને તેમનાં આંસુ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. તેમની જરૂરિયાતોને સમજી અમે તેમની સાથે સમય વિતાવી એ છીએ. બાળપણથી, હું સમાજના આવા વંચિત લોકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહી છું.
મેં કેટલાક ઘરોમાં કામ કરતી મહિલાઓનાં એવાં બાળકોને જોયાં છે જે તેમની સાથે કામ કરવા આવે છે પણ સ્કુલે જતાં નથી. કારણ કે તેમની ગરીબીએ તેમને મંજૂરી આપી ન હતી. જ્યારે હું સમાજ પ્રત્યે સંવેદનશીલ ખૂબ હતી. ત્યારે મારા મગજમાં આવા બાળકોને શાળામાં મોકલવાનો વિચાર આવ્યો . વાસ્તવમાં, હુંએવી યોજના વિશે વિચારી રહી હતી જે પાછળથી હજારો ગરીબ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે !
મારા પિતાની મદદથી, મેં પ્રારંભમાં 351 બાળકોને ભણાવવાની જવાબદારી લીધી. આ માટે, મેં તે બાળકો માટે ફી જમા કરી. હકીકતમાં, આવા કામમાં પૈસા આપતાં લોકોની કોઈ કમી નથી.પરંતુ પારદર્શકતા ન હોવાને કારણે લોકો પૈસા વ્યવહારો કરતાં અચકાતાં હતાં. પરંતુ હું ફીના નામ પર શાળાના અને બાળકોનાં પરિવારના નામનો ચેક જ સ્વીકારું છું. જે ડાઇરેક બેન્કના ખાતામાં જ જમા થાય. પછી, હું તે બાળકની માહિતી શેર કરું છું જેમણે તેને દાન કર્યું છે તેની સહાય પ્રાપ્ત થઈ છે. આ રીતે, લોકોનો આત્મવિશ્વાસ વધ્યો અને મને દેશો અને વિદેશમાંથી મદદ મળવાની શરૂ થઈ. આના પરિણામે મે 10000 જેટલાં બાળકોને શાળામાં પહોંચાડયાં છે.

નિશિતા જણાવે છે કે, મારા પિતા ગુલાબસિંહ રાજપૂત પણ આવા સામાજિક કાર્યો ખૂબ કરતાં એટ્લે આ કામ કરવાની પિતા ગુલાબ રાજપૂત પણ સામાજીક સેવાનુ કામ જ કરે છે. જેમનામાંથી પ્રેરણા મેળવીને નિશિતા પણ પપ્પાના રસ્તે કામ કરી રહી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here