આજે જાણો નિરમા ગર્લ કોણ છે એના વિશે અને શા માટે સતત 49 વર્ષથી એક જ ફોટો રાખવામા આવે છે ?

0

નિરમા વોશિંગ પાઉડર ની એડ ટેલીવિઝન દુનિયાની સૌથી પોપ્યુલર એડ માનવમાં આવે છે. 90 % લોકોના મોઢા પર આજે પણ જિંગલ નામ જ આવે છે. આ જીંગલે એકસમયમાં વોશિંગ પાઉડરમાં જબરજસ્ત ઇજાફો મેળવી લીધો છે. નાના થી લઈને મોટા સુધી સૌ કોઈ દુકાને જઈને એક જ પાઉડર માંગે છે. તે છે વોશિંગ પાઉડર. પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે આખરે વર્ષોથી વોશિંગ પાઉડરના પેકેટમાં રહેલી એ છોકરી છે કોણ ?

એ છોકરીનું નામ છે નિરુપમા –
જી હા, ડીટર્જન્ટ પાઉડરના પેકેટ પર વર્ષોથી એક છોકરીનો જ ફોટો છે અને તેણે એક સફેદ ફ્રૉક પહેરેલું છે. પેકેટની જાહેરતમાં ઘણા કેરેક્ટરો આવ્યા એક પછી એક, પરંતુ પેકેટમાં રહેલ એ છોકરીનો ફોટો ત્યારથી લઈને આજ સુધી એ જ છે. એટ્લે બધાને એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે આખરે કોણ છે આ છોકરી. હકીકતમાં તેનું નામ નિરુપમા છે અને તેના નામ પરથી જ નિરમા પડ્યું હતું. પણ અફસોસ કે એ છોકરી આપણી સામે નથી.

અકસ્માતમાં થઈ હતું નિરુપમાનું મોત –
1969 ની આ વાત છે. ગુજરાતનાં કરસન ભાઈએ નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત કરી હતી. કરસનભાઈની એક દીકરી હતી, તેનું નામ નિરુપમા હતું. પરંતુ લોકો પ્રેમથી તેણે નિરમા કહેતા હતા. નિરમા હજી સ્કૂલમાં જ ભણી રહી હતી કે એકદિવસ અચાનક જ એક અકસ્માતમાં તેનું મોત થઈ ગયું. કરસન ભાઈ અને તેમના પરિવાર પર તો દુખોનો પહાડ તૂટી પડ્યો. તેમની એક જ ઈચ્છા હતી કે તેમની દીકરી ભણી ગણીને એક દિવસ સમાજમાં નામના મેળવે. પોતાના જીગરના ટુકડાને ખોયાનું કરસનભાઈને ખૂબ જ દુખ હતું. પરંતુ તેમની અંદર એક હિંમત પણ આવી. તેમણે નક્કી કર્યું કે આખરે એમની દીકરી નિરમાને આ દુનિયામાં અમર કરી દેવી.

આ કારણે છે એક જ તસવીર –
તેમણે નિરમા વોશિંગ પાઉડરમાં નિરમાનો જ ફોટો છાપવાની શરૂ કરી દીધો. એ જમાનામા ફોટા ખૂબ ઓછા પડાવવામાં આવતા હતા. એ સમયમાં નિરમાની એક લહેરાતી તસવીર ણે આ પેકેટમાં સ્થાન આપી દીધું, પરંતુ માર્કેટમાં મૂકવા માટે અને આ દેખા દેખીના જમાનાને કારણે કરશનભાઈને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એક સમય તો એવો આવ્યો હતો જેમાં એમને એવું જ નક્કી કરી લીધું હતું કે તેમનું સ્વપ્ન ક્યારેય પૂરું નહી થાય.

ઓફિસ જવાના રસ્તામાં વેચતા હતા સાયકલ પર પાઉડર –

એ સમયે કોઈ સારા વોશિંગ પાઉડરની કિલોની કિંમત માર્કેટમાં 15 રૂપિયા હતી. કરસનભાઈએ નિરમા પાઉડરની કિંમત રાખી હતી પ્રતિ કિલો એ સાડા ત્રણ રૂપિયા. અને વેચવાનું શરૂ કર્યું. આ ઓછી આવક ધરાવતા પરિવાર માટે બેસ્ટ વિકલ્પ હતો. કરસનભાઈ સરકારી નોકરી પણ કરતાં હતા, દીકરીના નામને અમર બનાવવાનો આ એક સારો વિકલ્પ હતો. તે રોજ ઓફિસનું કામ પૂરું કરીને રોજ સાયકલ લઈને નીકળી પડતાં આ વોશિંગ પાઉડર વેચવા. ધીરે ધીરે અમદાવાદ અને બધી જગ્યાએ આ વોશિંગ પાઉડરને લોકો ઓળખવા લાગ્યા. અને ખરીદવા લાગ્યા.

ઉધારીના કારણે વેપારમાં થતું નુકશાન –
વોશિંગ પાઉડર બનાવવાથી લઈને વેચવા સુધીનું કામ કરસનભાઇ પોતે જ કરતાં હતા, માલ વધુ વેચાવા લાગ્યો, એટલે કરસનભાઈએ સરકારી નોકરી પણ છોડી દીધી અને થોડા માણસો પણ કામ કરવા સાથે રાખી લીધી. માલ વધુ વેચાવા લાગ્યો હતો, ઉધારીમાં જે માલ લઈ ગયા હતા. એ લોકો પૈસા આપવાના સમયે આનાકાની કરતાં અથવા કોઈને કોઈ બહાના બતાવતા હતા. આ કારણે વેપારમાં થોડું નુકશાન પણ થયું હતું.

બજારમાંથી ગાયબ કરી દીધા બધા પેકેટ –

કરસન ભાઈ વિચારી રહ્યા હતા કે હવે શું કરવું. એટ્લે તેમણે વિચાર્યું કે એક ટીવી એડ બનાવવી અને એમની ટીમ સાથે બેસીને નક્કી કર્યું કે એડ બનાવવી અને એક સાર્સ ટીવીમાં આપવાની એડ માટે જિંગલ તૈયાર કર્યું. પરંતુ આ પહેલા તેમણે નક્કી કર્યા મુજબ અને પ્લાન પ્રમાણે માર્કેટમાંથી નિરમાના પેકેટને ગાયબ કરી દીધા.

જિંગલ અને ટીવી વિજ્ઞાપને બનાવ્યું પોપ્યુલર –
ટીવી ઉપર એડ આવી. જિંગલ હોઠો પર આવી ગઈ. લોકો બજારમાં વોશિંગ પાઉડરને ગોતવા લાગ્યા. અને દુકાનદારો માટે આખરે ગ્રાહકોની માંગને લઈને નિરમા પાઉડર દુકાનમાં રાખી ને વેચવાની મજબૂરી બની ગઈ. આવી રીતે દેશભરમાં નિરમા પાઉડર પ્રચલિત અને પોપ્યુલર બની ગયો. સાથે સાથે કરસનભાઈ નું સ્વપ્ન પણ પૂરું થઈ ગયું અને નિરમા નામ અમર થઈ ગયું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here