નીલગીરી તેલ ના અદ્દભુત ફાયદા જાણીને હેરાન રહી જાશો,અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે નીલગીરી નું તેલ…..

0

નીલગીરી ના સ્વાસ્થય લાભે પુરા વિશ્વ નુ ધ્યાન પોતાની તરફ આકર્ષીત કર્યુ છે. આનો ઉપયોગ પરંપરાગત ચીકીત્સા ની સાથે સાથે એરોમા થેરેપી મા કરવા મા આવે છે. નીલગીરી નુ તેલ સદાબહાર નીલગીરી ના ઝાડ ના પાન માથી પ્રાપ્ત કરવા મા આવે છે.
નીલગીરી તેલ ના ઔષધીય ઉપયોગ અને નીલગીરી મા રહેલ યોગીક કારણો થી આનો ઉપયોગ દવાઓ મા કરવા મા આવે છે. જેમા બામ, ઈનહેલર, મરહમ, રૈશ ક્રીમ, માઊથવોશ વગેરે મા કરવા મા આવે છે.
નીલગીરી તેલ ના ફાયદા મસ્તીષ્ક ની ઠંડક આપે છેનીલગીરી તેલ નો ઠંડો અને તાજો પ્રભાવ આમ રીતે સુસ્તી થી પીડીત લોકો મા શક્તિ વધારવા, થકાવટ અને માનસીક સુસ્તી ને દુર કરે છે. આ તનાવ અને માનસીક વિકારો ના ઉપચાર મા પણ ઉપયોગી છે. નીલગીરી નુ તેલ માનસીક ગતી વીધી ને વધારી ને મસ્તીષ્ક મા રક્ત પ્રવાહ ને વધારે છે. આ રક્ત વાહીકાઓ ને આરામ આપી શરીર મા રક્ત પ્રવાહ ને વધારે છે. અને મસ્તીષ્ક મા વધારે રક્ત પ્રવાહ મસ્તીષ્ક ની શક્તિ ને વધારે છે.
નીલગીરી તેલ ના ફાયદા માંસપેશીઓ માટે:
જો તમે સાંધા અને માંસપેશીઓ ના રોગ થી પીડાવ છો તો નીલગીરી ના તેલ નુ માલીશ કરવા થી તનાવ અને દુખાવા ને દુર કરવા મા મદદ મળે છે. નીલગીરી ના તેલ મા પીડા ને ઓછી કરવી અને સુજન ઓછી કરવા નો ગુણ હોય છે. એટલા માટે ગઠીયા, કમર દર્દ, મરોડ, ફાઈબ્રોસીસ અને તંત્રીકા દર્દ થી પીડીત લોકો માટે આનો ઉપયોગ કરવા મા આવે છે. શરીર ના દર્દ પ્રભાવીત ક્ષેત્રો મા આ તેલ થી ગોળાકાર ગતી મા માલીશ કરવા થી ફાયદો થાય છે.

નીલગીરી ના તેલ ના ફાયદા દાત માટે:
નીલગીરી તેલ મા રોગાણુરોધી ગુણ ને કારણે આ અનેક પ્રકાર ની દાત ની સમસ્યા જેમકે દાતો મા જગ્યા, પેઢા મા સુજન, અને અન્ય પ્રકાર ના દાત ના સંક્રમણ માટે ખુબ લાભકારી છે. આજ કારણ છે કે નીલગીરી નુ તેલ સામાન્ય રીતે માઉથવોશ, ટુથપેસ્ટ અને અન્ય દંત સ્વાસ્થય ઉત્પાદનો મા એક સક્રીય ધટક ના રૂપ મા મળી આવે છે.

નીલગીરી તેલ ના ફાયદા પેટ ના કીડા ને દુર કરે છે:નીલગીરી નુ તેલ પેટ ના કીડા ને દુર કરવા ની દવા ના રૂપ મા કામ કરે છે. અને અકસર આંતરડા મા થી રોગાણુ ને દુર કરવા મા મદદ કરે છે. અધ્યનો મા થી જાણવા મળ્યુ છે કે નીલગીરી નુ તેલ નુ સેવન કરવા થી શરીર ના ઘણા ભાગ મા ઉત્પન્ન બૈક્ટેરીયા, માઈક્રોફોબ્સ અને પરજીવીઓ ને દુર કરવા મા મદદ મળે છે. વિશેષ રૂપ થી આ અતીસંવેદન્શીલ ક્ષેત્રો મા જેમકે બ્રુહદાન્ત્ર માથી બેક્ટેરીયા અને પરજીવીઓ ને જલ્દી દુર કરે છે.

નીલગીરી તેલ ના લાભ વાળ માટે:
નીલગીરી ના તેલ નો ઉપયોગ તમારા વાળ ને ચમક અને લાંબા કરવા મા મદદ કરે છે. આ વાળ ના સંપુર્ણ સ્વાસ્થય માટે સારુ ઉપયોગી છે. પણ આનો વધારે ઉપયોગ કરવા થી વાળ ની ચમક ઓછી થઈ જાય છે. અને ખોપડી ની ત્વચા ચીકણી થઈ જાય છે. એટલા માટે વીશેષજ્ઞો નુ માનવુ છે કે વાળ ધોવા ના એક કલાક પહેલા નીલગીરી ના તેલ નો ઉપયોગ કરવો જોઈએ. અને પછી સારી રીતે શેમ્પુ થી વાળ ને ધોઈ લેવા જોઈએ.

નીલગીરી તેલ ના ફાયદા ત્વચા માટે:ત્વચા સંક્રમણ ના ઈલાજ માટે નીલગીરી ના તેલ નો ઉપયોગ સંક્રમીત ત્વચા ઉપર લગાવી ને કરવા મા આવે છે. આનો ઉપયોગ વિશેષ રૂપ થી ડાધ, મુહાસો, અને અછબડા ને માટે કરવા મા આવે છે.

નીલગીરી તેલ ના ફાયદા બંધ નાક અને તાવ દૂર કરે છે:

નાક મા કફ જામવા થી રાહત મેળવા માટે આ તેલ ના અમુક ટીપા નાક મા નાખવા થી ફાયદો થાય છે. આ ફક્ત નાક ના માર્ગ ને જ સાફ નથી કરતો પરંતુ તમને સારુ મહેસુસ કરવા મા પણ મદદ કરે છે. એ સીવાય નીલગીરી તેલ નો ઉપયોગ તાવ ના ઈલાજ માટે અને શરીર ના તાપમાન ને ઓછુ કરવા માટે પણ કરવા મા આવે છે. આજ કારણ છે કે નીલગીરી તેલ ને ફીવર ઓયલ ના નામ થી પણ જાણવા મા આવે છે. આ તેલ નો ઉપયોગ શરીર થી દુર્ગંધ દુર કરવા અને શરીર નુ તાપમાન ઓછુ કરવા માટે સ્પ્રે ના રૂપ મા કરવા મા આવે છે.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here