લગ્ન થતા જ વધી ગઈ નિક-પ્રિયંકા ની સમસ્યાઓ,ગંભીર આરોપ માં ફસાઈ ગઈ…. વાંચો અહેવાલ

0

નિક-પ્રિયંકા લગ્ન ના બંધન માં બંધાઈ ને હંમેશા ને માટે એક થઇ ગયા છે. જણાવી દઈએ કે બૉલીવુડ સેલેબ્સ હાલના દિસવોમાં પોતાના લગ્ન માટેનું સ્થળ ભારત થી દૂર ક્યાંક વિદેશોમાં રાખે છે પણ આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એ આ બધાથી અલગ કઈક કર્યું, જે એ સાબિત કરે છે કે તે દિલથી પણ દેશી ગર્લ છે. જેથી જ તેમણે પોતાના જીવનના  યાદગાર સમય માટે ભારત દેશને પસંદ કર્યું અને જોધપુર ના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો.બંને ના લગ્ન ક્રિશ્ચન અને હિન્દૂ રીત-રિવાજો અનુસાર ઉમ્મેદ ભવન પૈલેસ માં થયા હતા, પણ પ્રિયંકા ને તે વાતનો જરા પણ અંદાજો ન હતો કે તેને ભારતમાં લગ્ન કરવા આટલા ભારે પડશે. પ્રિયંકા-નિક ના હિન્દૂ રિવાજો અનુસાર કરેલા લગ્ન માં વિદેશી વરરાજો નિક જૉનસ પુરી રિતે દેશી બની ગયા હતા અને રાજકુમાર ની જેમ ઘોડા પર બેસીને જાન લઈને પોતાની થનારી પત્ની પ્રિયંકા ને લેવા માટે પહોંચ્યા હતા. પણ તેનો આ દેશી અંદાજ તેના પર જ ભારે પડી ગયો, અને પ્રિયંકા-નિક પર જાનવરો સાથે દુરાચાર કરવાનો આરોપ લાગી ગયો.જાનવરો ની દેખભાળ કરનારા સંગઠન પેટા(પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ) એ પ્રિયંકા-નિક ના લગ્ન ના દરમિયાન જાનવરો સાથે ક્રૂરતા કરવાનો આરોપ લગાવ્યો છે. પેટા એ ટ્વીટ કરતા એક વિડીયો શેયર કર્યો છે, જેમાં દેખાડવામાં આવ્યું છે કે લગ્ન માં ઉપીયોગમાં લેવાતા જાનવરો ને કેવી રીતે હેરાન-પરેશાન કરીને તેની સાથે ક્રૂરતા કરવામાં આવે છે.પેટા એ પોતાના ટ્વીટ માં પ્રિયંકા-નિક ને લગ્ન ની શુભકામનાઓ આપતા લખ્યું કે,”ડિયર પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ તમે તમારા લગ્ન માં હાથીઓનો ઉપીયોગ કર્યો, જે શાંતિ થી બંધાયેલા હતા. આ સિવાય ઘોડાઓ પર પણ અત્યાચાર કરવામાં આવ્યો. આજકાલ લોકો હાથીઓની સવારી નથી કરતા આ સિવાય ઘોડાઓનો પણ ઉપીયોગ નથી થાતો. અમને એ જણાવતા દુઃખ છે કે તમારી ખુશી નો આ દિવસ જાનવરો માટે સારો ન હતો. પેટા ઇન્ડિયા ના સીઈઓ મણીલાલ વલ્લીયાતે એ સોમવાર એ કહ્યું કે પશુઓ ની સાથે ક્રૂરતા કરીને કોઈ વ્યક્તિ પોતાને ગ્લેમર કે મોટા ના દેખાડી શકે”.
હવે જોવાનું એ રહેશે કે નિક-પ્રિયંકા તેના જવાબ માં શું કહે છે. હાલ તો તેના સિવાય બંને દિલ્લી માં થયેલા પોતાના ભવ્ય રીશેપ્શન ને લઈને ચર્ચા માં છે, જેમાં બન્ને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here