નિક જોનસે પ્રિયંકા ચોપરા માટે ખરીદ્યો 45 કરોડ નો આલીશાન બંગલો, સામે આવી ભવ્ય 10 તસ્વીરો….જુવો ક્લિક કરીને

0

હાલના દિવસોમાં બૉલીવુડ ની દુનિયામાં લગ્નનો નો માહોલ છવાયેલો છે. એક તરફ રણવીર-દીપિકા અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરા-નિક જોનસ ના લગ્ન ની ચર્ચાઓ થઇ રહી છે. નિક-પ્રિયંકા લગ્ન પહેલા વધુમાં વધુ સમય એકબીજા સાથે વિતાવી રહ્યા છે.એવામાં નિક જોનસે હાલમાં જ પોતાની થનારી ભાવિ પત્ની પ્રિયંકા માટે એક શાનદાર ઘર ખરીદ્યું છે. આ ઘર એટલું આલીશાન અને મોટું છે છે કે જે કોઈ તેને એકવાર જોશે તો જોતા જ રહી જાશે.
જણાવી દઈએ કે નિકે આ ઘર લૉસ એંજલેસ મા ખરીદ્યું છે. લગ્ન પછી બંને આ જ ઘરથી પોતાના નવા જીવનની શરૂઆત કરશે. આ ઘર જેટલું શાનદાર છે તેટલું જ કિંમતી પણ છે. આ ઘરની કિંમત 6.5 મિલિયન ડોલર છે.
આ લગ્ન પણ બૉલીવુડ ના શાહી લગ્નમાં શામીલ થાશે. પ્રિયંકા-નિકે 18 ઓગસ્ટ ના રોજ પુરા રીત રિવાજની સાથે સગાઈ કરી હતી.લગ્નના રિવાજો 30 નવેમ્બર થી શરૂ થાશે, જે ત્રણ દિવસો સુધી ચાલશે. આ લગ્ન માં બૉલીવુડ ના સિતારાઓ ની સાથે સાથે હોલીવુડ ની તમામ હસ્તીઓ પણ શામિલ થવાની છે.જણાવી દઈએ કે લગ્નમાં હોલીવુડ એક્ટર જૉનસન, મેગન માર્કલ, જૈક એફ્રોન ની સાથે અન્ય સિતારાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. પ્રિયંકા યુનિસેફ ની ગુડવિલ અંબેસડર પણ છે.પ્રિયંકા અન્ય પણ ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે. એવામાં સાથે કામ કરનારા ઘણા મોટા સેલિબ્રિટીઝ પણ લગ્ન માં શામિલ થઈ શકે છે.2 ડિસેમ્બર ના રોજ પ્રિયંકા-નિક એકબીજાના બનવા જઈ રહ્યા છે. લગ્નનો સમારોહ જોધપુર માં ત્રણ દિવસો સુધી ચાલશે. જે 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી ચાલશે.આ વાતની જાણકારી અમુક સમય પહેલા જ પરિણીતી એ મીડિયા ની સામે આપી હતી કે પ્રિયંકા અને નિક ના લગ્ન ની તારીખ નક્કી થઇ ચુકી છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here