ન્હાવાના પહેલા 10 મિનિટ કરો આ કામ, કાળી ડોક બની જાશે રૂપાળી….માહિતી વાંચો

0

મોટાભાગે લોકો પોતાના ચેહરા ને ચમકાવામાં લાગેલા હોય છે. શરીરના બીજા હિસ્સાઓની દેખભાળ ન કરવાને લીધે તે કાળા પડવા લાગે છે. તેમાનું જ એક છે કાળી થઇ ગયેલી ડોક(ગરદન). કાળી ડોક ને લીધે ઘણીવાર તેઓને બીજાઓ સામે શરમાવું પડતું હોય છે. પોતાની આ જ શરમિંદગી ને દૂર કરવા માટે અને કાળી ડોક ને સાફ કરવા માટે લોકો ઘણા પ્રકારના તરીકાઓ અપનાવતા હોય છે. પણ ફાયદો કઈ જ મળતો નથી, એવામાં તમે અમુક ઘરેલુ ચીજોનો ઉપીયોગ કરીને તમારી કાળી ડોક ને રૂપાળી બનાવી શકો છો.

1. બેકિંગ સોડા:કાળી ડોક ને સાફ કરવા માટે 2 ચમચી બેકિંગ સોડા લો. તેમાં થોડું પાણી મિલાવી લો. ન્હાવાના 10 મીનીટ પહેલાં તેને ડોક પર લગાવીને હલકા હાથે રગડો અને અમુક સમય માટે રહેવા દો. ચાર દિવસ સુધી લગાતાર આ તરીકાને અપનાવાથી ગરદન નું કાળાપણું દૂર થઇ જાશે.

2. કાચું પપૈયું:
કાચું પપૈયું પણ કાળી ડોક ને સાફ કરવાનું કામ કરે છે. કાચા પપૈયા ને કાપીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટ માં ગુલાબ જળ અને 1 ચમચી દહીં મિલાવીને ડોક પર લગાવો.

3. ચણાનો લોટ:
કાળી પડેલી ડોકને ફરીથી રૂપાળી કરવા માટે ચણાના લોટમાં રાઈનું તેલ અને ચપટી હળદર મિલાવીને એક પેક તૈયાર કરો. આ પેસ્ટ ને ન્હાવાના 10 મિનિટ પહેલા લગાવો. ચાર દિવસ સુધી લગાતાર આવું કરવાથી તમને ફરક જોવા મળશે.

4. લીંબુ:લીંબુ માં નેચરલ બ્લિચિંગ ગુણ હોય છે જે કાળી સ્કિન ને રૂપાળી બનાવી દે છે. ન્હાવાના પહેલા લીંબુ ને ગળા પર હલકા હાથે રગડો,તમને જલ્દી જ ફાયદો જોવા મળશે.

5. એલોવેરા:
આ કામ માટે એલોવેરા જેલ પણ ખુબ જ કારગર છે. ન્હાવાના 10 મિનિટ પહેલા ડોક પર એલોવેરા જેલ લગાવીને હલકા હાથોથી મસાજ કરો. આવું કરવાથી તમારી કાળી પડી ગયેલી ડોક રૂપાળી બની જશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here