જો તમે પણ ન્યુઝપેપર પર રાખેલો કે તેમાં લપેટાયેલો ખોરાક ખાઓ છો તો હવે તમે થઇ જાઓ સાવધાન. ન્યુઝપેપર માં રાખેલો કોઈપણ ખોરાક ખાવો તમારા સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે કેમ કે ન્યુઝપેપર માં શાહી માં ડિસસોબુટિલ ફથલેટ મળી આવે છે. જે કેમિકલ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક રહે છે. આ કેમિકલ થી પાચન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. જેમ કે ખોરાક ન પચવો, પેટ માં દુઃખાવો, ગેસ, કબજિયાત, પેટ માં ઇન્ફેક્શન વગેરે.
ન્યુઝપેપરની શાહી માં નુકસાનદાયક કેમિકલ હોય છે, જે તમારા હોર્મોન ને પ્રભાવિત કરે છે. ન્યુઝપેપર ની શાહી ને જલ્દી સૂકવવા માટે તેમાં અમુક અન્ય કેમિકલ મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ ઓઈલી ખોરાક માં ચીપકીને તમારા પેટમાં જાય છે જેનાથી કિડની અને ફેફસા નું કેન્સર પણ થઇ શકે છે.
ન્યુઝપેપર માં લપેટાયેલો ખોરાક ખાવાથી મહિલાઓ ની પ્રજનન ક્ષમતા પ્રભાવિત હોય છે. જેનાથી તેઓને માં બનવાની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને ગુપ્ત રોગો નો સામનો કરવો પડી શકે છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
