Cars
29 વર્ષ ની ઉંમર માં નેહા કક્ક્ડ ના ગીતો પર આજે પુરી દુનિયા ઝૂમવા લાગે છે, પણ અહીં સુધી પહોંચવાની જે રાહ છે તે ખુબ જ મુશ્કિલ ભરી રહી છે.
ઋષિકેશ થી મુંબઈ સુધી ની સફર નક્કી કરનારી નેહા કક્ક્ડ નું જીવન સંઘર્ષ થી ભર્યું રહ્યું છે. નેહા 4 વર્ષ ની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006 માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશન ના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી.
નેહા કક્કડ ઉત્તરાખંડ ની રહેવાસી છે. જણાવી દઈએ કે ઋષિકેશ ની જે સ્કૂલ માં નેહા ની સ્કૂલિંગ થઇ છે તે સ્કૂલ ની બહાર તેના પિતા સમોસા વહેંચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવાર માં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ના હતા. દેવી જાગરણ મા ગાઈ ને નેહા એ ખુદ ના અવાજ ને નીખાર્યું હતું. અહીંથી જ તેની બૈજિક ટ્રેનિંગ થઇ હતી.
નેહા એ ખુદ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે વાત ને લઈને તેને સ્કૂલ ના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહા એ ક્યારેય પણ પોતાનું મનોબળ ને પડવાં દીધું ન હતું.
પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનત ના બલ પર નેહા એ આજે આ મુકામ મેળવ્યો છે. આજે નેહા એક ગીત ના લાખો રૂપિયા લે છે.
જણાવી દઈએ કે હાલમાં જ નેહા એ મર્સીડીઝ બેન્ઝ ની શાનદાર SUV GLS350d ખરીદી છે. નેહા એ આ જાણકારી ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર ફોટો પોસ્ટ કરીને આપી છે. આ દરમિયાન નેહા એ લખ્યું કે,”છોટી સી લડકી કી બડી સી ગાડી”.
જણાવી દઈએ કે નેહા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. નેહા એ પોતાના એકાઉંટ પર પોતાની નવી ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે પોતાના હાથમાં ફૂલો નો ગુલગસ્તો લઈને ઉભેલી છે. નેહા ની આ ગાડી ની કિંમત 82 લાખ રૂપિયા છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
