Break up પછી નેહા કક્ક્ડ એ બે હાથ જોડીને કહ્યું: હા હું ડિપ્રેશન માં છું અને પ્લીઝ મને…..

0

બૉલીવુડ માટે એકથી એક સુપર ગીત ગીતો ગાઈ ચુકેલી સિંગર નેહા કક્ક્ડ આગળના સમયમાં પોતાના પ્રેમી સાથેના બ્રેકઅપ ને લીધે ચર્ચા નો વિષય બનેલી છે. હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપ પછી નેહા એટલી હદ સુધી અંદર થી તૂટી ગઈ હતી કે ઇન્ડિયન આઇડલ ના શો ના દરમિયાન જ એક રોમેન્ટિક ગીત પર રોવા લાગી હતી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર નેહા કક્ક્ડ ની એક પોસ્ટ વાઇરલ થઇ રહી છે જેને વાંચીને તેના ફેન્સ પણ હેરાનીમાં આવી જાશે.નેહા એ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેયર કરી છે જેમાં તેની હાલત સ્પષ્ટ દેખાઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નેહા કક્ક્ડ એ લખ્યું કે,”હા હું ડિપ્રેશનમાં છું. દરેક નકારાત્મક વિચારો વાળા લોકોને ધન્યવાદ જેઓ મને જીવનનો સૌથી ખરાબ દિવસ આપવામાં કામિયાબ થઇ ગયા છે, દરેક ને ખુબ ધુન્યવાદ”.
આ પોસ્ટ પછી નેહા એ એક અન્ય પોસ્ટ કરી હતી. આ પોસ્ટ માં નેહા એ તે દરેક લોકો ને જવાબ આપી દીધો હતો જેઓ તેના વિશે વાતો બનાવી રહયા હતા. નેહા એ પોસ્ટ માં લખ્યું કે,”હું તમને લોકોને સ્પષ્ટ કહી દેવા માગું છું, વાત માત્ર એક કે બે લોકોની નથી. વાત પુરી દુનિયાની છે જેઓ મારા વ્યક્તિગત જીવનમાં ખુબ જ દિલચસ્પી રાખે છે. હું તે લોકોને ધયન્યવાદ કરવા માગું છું જેઓ મને અને મારા કામ ને પસંદ કરે છે”.નેહા એ આગળ લખ્યું કે,”અમુક લોકો એવા છે જેઓ મારા વિશે વાતો બનાવી રહ્યા છે આ તે જ લોકો છે જે જાણતા પણ નથી કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. હું તે લોકોને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમારી રીતે વાતો ન કે અફવાઓ ના બનાવો અને મને ખુશ રહેવા દો”. નેહા એ આ પોસ્ટ પોતાની ગુવાહાટી પરફોર્મન્સ ના પહેલા કરી છે.  તમને જણાવી દઈએ કે નેહા કક્ક્ડ અને હિમાંશ કોહલી એક બીજાને 4 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. બંને નો એક વિડીયો ‘હમસફર’ માં પણ સાથે કામ કર્યું હતું. જેના પછી જ બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી. પછી ઇન્ડિયન આઇડલ ના મંચ પર હિમાંશએ નેહા ને પ્રપોઝ કર્યું હતું. બ્રેકઅપ પછી નેહા અને હિમાંશ એ પોત પોતાના એકાઉન્ટ પરથી એકબીજાની તસ્વીરો પણ ડીલીટ કટી નાખી છે, અને અનફોલો કરી દીધા છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here