નેહા કક્કર ના બ્રેકઅપ ના થોડાક જ સમય માં આ વ્યક્તિને કર્યું પ્રપોઝ, વિડીયો થયો વાઇરલ

0

સિંગર નેહા કક્ક્ડ આગળના અમુક દિવસોથી પોતાના પ્રેમી હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપ ને લીધે ચર્ચા માં આવી હતી. બ્રેકઅપ પછી તેમણે ઘણી પોસ્ટ શેયર કરી હતી. હવે નેહા નો એક અન્ય વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. નેહા નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે અભિનેતા રણબીર કપૂર ને પ્રપોઝ કરતી નજરમાં આવી રહી છે. રણબીર કપૂર ને નેહા કહે છે કે,”હું તમને ખુબ જ પસંદ કરું છું. હું તે યુવતિઓમાંની નથી જે તમારી સામે તમને પ્રપોઝ કરી શકે પણ અહીં પર એક બેવફા છે જેને લીધે હું આવું બોલવા પર મજબુર છું. તમે મારી સાથે ડાન્સ કરવાનું પસંદ કરશો’?.

નેહા નો આ પ્રસ્તાવ સાંભળીને રણબીર કપૂર તેને ઊંચકી લે છે. જણાવી દઈએ કે આ વિડીયો તે સમયનો છે જયારે નેહા સિંગિંગ રિયાલિટી શો લિટલ ચેમ્પ માં જજ ની ભૂમિકા માં હતી.

જણાવી દઈએ કે અમુક સમય પહેલા જ નેહા કક્ક્ડ અને હિમાંશ નું બ્રેકઅપ થયું હતું. બંને એ આલબોમ વિડીયો ‘હમસફર’ માં સાથે કામ કર્યું હતું. તેના પછીથી જ બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી. પછી ઇન્ડિયન આઇડલ ના સેટ પર હિમાંશ એ નેહા ને પ્રપોઝ પણ કર્યું હતું. જો કે બ્રેકઅપ પછી હિમાંશ અને નેહા એ પોતાપોતાના એકાઉન્ટ પરથી એકબીજાની તસ્વીરો પણ ડીલીટ કરી નાખી છે.

Video:

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

જયારે ફ્લાઇટ માં નેહા કક્કર ને અથડાઈ ગયા વિરાટ કોહલી, તો કોહલી એ એવી વાત કહી કે નેહાનું દિલ જીતી લીધું…

ભારતીય કપ્તાન વિરાટ કોહલી ના ચાહનારાઓની સંખ્યા ઓછી નથી. પણ દરેકનું ધ્યાન ખેંચનારા વિરાટ કોહલી પણ કોઈક ના ફૈન છે. કોહલી નેહા કક્ક્ડ ના ગીતો સાંભળવાનું ખુબ જ પસંદ કરે છે. તેનો ખુલાસો ત્યારે થયો જયારે વર્ષ 2016 માં નેહા કક્ક્ડ સાથે વિરાટ કોહલી અથડાઈ ગયા અને કહ્યું કે,”હું તમારો ખુબ મોટો ફૈન છું”.તે સમયે નેહા એ કોહલી ની સાથે લીધેલી તસ્વીર શેયર કરી હતી અને જણાવ્યું હતું કે તે સમય કેવો રહ્યો હતો. નેહા એ લખ્યું કે,”હું બારી ની બહાર એક તરફ જોઈ રહી હતી, અને પછી આગળની તરફ જોયું તો ત્યાં વિરાટ કોહલી ઉભેલા હતા.તે પોતાનો સામાન કેબીન ના બોક્સ માં મૂકી રહ્યા હતા. મને જોતા જ તેમણે કહ્યું કે,”હું તમારો ખુબ મોટો ફૈન છું મિસ કક્ક્ડ”. વિરાટ ના તરફથી પોતાના વિશે આવું સાંભળવું નેહા માટે ખુબ ચોંકવાનારું હતું.તેને સમજણમાં આવતું ન હતું કે તે કેવી રીતે પોતાની પ્રતિક્રિયા આપે.
નેહા એ આગળ લખ્યું કે,”વિરાટે મને કહ્યું કે તેને મારા ગીતો સાંભળવા ખુબ જ પસંદ છે. જયારે મેં તેને પૂછ્યું કે તેને સૌથી વધુ મારું ક્યુ ગીત પસંદ છે તો તેમણે કહ્યું કે- ”પંજાબી ગીત પ્યાર તે જગુઆર”. તેના પછી નેહા એ પણ વિરાટ ને કહ્યું કે હું પણ તમારી ખુબ મોટી ફૈન છું, અને તમે જે રીતે દેશનું નામ રોશન કરી રહયા છો તેના પર અમને ગર્વ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here