નવરાત્રી વ્રત ના નિયમ: ભૂલ થી પણ નવરાત્રીમાં ના કરો આ 10 કામ…..

0

હિંદુ ધર્મમાં નવરાત્રી નું એક ખાસ મહત્વ છે. આ તહેવાર માતા દુર્ગા ના નવ રૂપની પૂજા અર્ચના નો તહેવાર છે જે વર્ષ માં બે વાર આવે છે. તેમાંની એક નવરાત્રી ને શારદીય નવરાત્રી અને બીજી ને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી ની શરૂઆત ગરમીઓમાં થાય છે અને આજ દિવસે હિંદુ પંચાંગ ના નવ વર્ષ મનાવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર નવરાત્રીના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ખુબ જ આવશ્યક છે. આ નવ દિવસ માટે લોકો વ્રત રાખે છે અને દુર્ગા માં ની અલગ અલગ રૂપોમાં પૂજા કરે છે.આજે અમે તમને નવરાત્રી વ્રતના અમુક નિયમો વિશે જણાવીશું જેનું પાલન કરીને તમે માતા ને પ્રસન્ન કરી શકો છો.

નવરાત્રી વ્રત ના નિયમ:

તમને જણાવી દઈએ કે શાસ્ત્રો ના અનુસાર અમુક ચીજોને નવરાત્રીના નવ દિવસ માટે વર્જીત રાખવામાં આવેલા છે આ સિવાય અમુક ચીજોને માન્ય રાખવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ નવરાત્રી વ્રત ના પાલન કરવાનું ચુકી જાય તો તેઓને વ્રત નું પુણ્ય નથી મળતું, અને તેના પરિવાર ને હંમેશા કોઈને કોઈ સમસ્યા ચોક્કસ આવે છે.

1. શેવિંગ(દાઢી કરવી) કરવું:નવરાત્રીના નવ દિવસો દરમિયાન જો તમે વ્રત રાખી રહ્યા છો અને પૂજા કરી રહ્યા છો તો શેવિંગ કરવું તમારા માટે વર્જિત છે. એટલે કે આ નવ દીવસોમા દાઢી, મૂંછ કપાવવી પાપ માનવામાં આવે છે આવું કરવાથી દેવી માં ક્યારેય તમારા ઘરમાં નિવાસ નથી કરતી.

2. નખ કાપવા:નખ કાપવા લોકોની સારી આદતોમાની એક છે. પણ નવરાત્રીના નવ દિવસ દરમિયાન નખ કાપવા પાપ માનવામાં આવે છે.
3. ખાલી ઘર:જો તમે નવરાત્રી માટે કળશ કે પછી માતાની મૂર્તિ નું સ્થાપન કર્યું છે તો એવામાં ઘરને ક્યારેય એકલું છોડવું ન જોઈએ.
4. ખાન-પાન:

નવ દિવસના આ સમયમાં તમારે લસણ, ડુંગળી અને નોન વેજ જેવી ચીજો થી દૂર રહેવું જોઈએ, માત્ર સાત્વિક ભોજન નું જ સેવન કરો.
5. ચામડા થી બનેલી ચીજો:
જો તમે નવરાત્રી માં વ્રત રાખ્યું છે તો આ વચ્ચે તમે બેલ્ટ, ચપ્પલ કે ચામડા ની બનેલી કોઈપણ ચીજોને પહેરશો નહિ.
6. કાળા કપડા:
નવરાત્રી લાલ ચૂંદડી અને ગુલાબ નો તહેવાર છે એવામાં કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.
7. નિમક નું સેવન:નવરાત્રીના વ્રત ના સમયે તમે અનાજ માં નિમકના સેવન થી પણ દૂર રહો.
8. તમાકું, ધુમ્રપાન અને દારૂ નું સેવન છે પાપ:

નવરાત્રી ના દિવસોને ખુબ જ શુભ માનવામાં આવે છે એવામાં તમાકુ, ધુમ્રપાન અને દારૂ નું સેવન કરવું પાપ માનવામાં આવે છે.

9. કોઈનું અપમાન કરવું:
યાદ રાખો કે આ 9 દિવસોમાં ભૂલ થી પણ કોઈનું અપમાન ના કરો. આવું કરનાર ને માતા ની ક્યારેય પણ માફી મળતી નથી.
10. માસિક ધર્મ:
જો તમારા માસિક ધર્મ નો સમય ચાલી રહ્યો છે તો આ દિવસોમાં પૂજા-પાઠ ના કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here