નવરાત્રી સ્પેશ્યલ: આ જગ્યાઓ પર પુરુષો સ્ત્રી બની કરે છે ગરબા! જાણો કેમ ?

નવરાત્રી- નામ સાંભળતા જ દરેક ને ગરબા રમવાની ઈચ્છા થઈ જતી હોય છે. લોકો આતુરતા થી આ તહેવાર ની રાહ જોતા હોય છે કે ક્યારે આ તહેવાર આવે અને ગરબા રમાવનો મોકો મળે. પણ હવે આ દિવસો દુર નથી, ટૂંક સમય માજ નવરાત્રી આવી રહી છે.

નવરાત્રી ઉત્સવ એક આસ્થા અને શ્રદ્ઘાનો ઉત્સવ છે. જ્યાં માં અંબેના ભક્તો તેના ભજન અને ગરબા કરીને માંને પોતાની ભક્તિ સમર્પિત કરે છે. ત્યારે ગુજરાતમાં તેવી પણ કેટલીક જગ્યા છે જ્યાં પુરુષો સ્ત્રીઓનો વેશધારણ કરીને અનોખી રીતે માતાજીની ભક્તિ કરે છે. સ્ત્રીઓના વેશમાં પુરુષો ગરબા પણ લે છે. ત્યારે ગુજરાતના આ બે જગ્યાઓ કંઇ છે. તેનું શું મહત્વ છે અને કેમ ત્યાં પુરુષો સ્ત્રીના વેશમાં ગરબા કરે છે તેની તસવીરો સાથે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં…

અમદાવાદ

અમદાવાદના શાહપુરમાં દર વર્ષે અનોખી નવરાત્રી થાય છે. અહીંના પ્રસિદ્ધ મંદિર શ્રી સદુમાતાના ચોકમાં પુરુષો નવરાત્રીની સાત-આઠમના દિવસે સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે. જેમાં તે સાડી પહેરી, હાથમાં બંગડી, ચાંદલો કરી સંપૂર્ણ પણે એક સ્ત્રીની જેમ સજી ધજીને માતાજીની પૂજા અર્ચના કરે છે. અને મોટી સંખ્યામાં પુરુષો દર વર્ષે અહીં આવે છે.

એક પરંપરા

કહેવાય છે કે અહીં જ્યારે લોકો માનતા માને છે અને તે માનતા ફળે છે ત્યારે માનતા પૂરી કરવાના ભાગરૂપે તે આ રીતે સ્ત્રી વેશ ધારણ કરી ગરબા કરે છે.

માં સદુમાતા

નોંધનીય છે કે અનેક પુરુષો માં સદુમાતાના મંદિર તેમની વિવિધ માનતા લઇને આવે છે. અને તેમની માનતા પૂરી થતા જ તે સાતમ- આઠમના દિવસે આ રીતે વેશ ધારણ કરે છે. અને ગરબા રમે છે.

અંકલેશ્વર

તો અંકલેશ્વર ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા જોવા નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી સંસારિક જીવનનો ત્યાગ કરી પુરુષો માતાજીની ભક્તિ કરે છે. પુરૂષો જુદા જુદા જૂથ બનાવી સ્ત્રી વેશ ધારણ કરી ગલીએ ગલીએ ફરી પરંપરાગત ઘેર નુત્યની રજૂઆત કરે છે. છેલ્લા ઘણા સમયથી પરંપરા નાબુદ થવાની એરણે પહોંચી પણ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનોની એક મંડળી ઘેર નુત્યને બચવવા માટે પ્રયાસો કરી રહી છે. અને તે આસપાસના ગામડાઓમાં ફરી ઘેર નુત્ય રજુ કરે છે. તેમાંથી થતી આવક માતાજીના મંદિરના જીર્ણોધ્ધા માટે ઉપયોગ કરે છે.

 

Source: gujarati.oneindia.com

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!