નવરાત્રિમાં તમારી રાશિ અનુસાર કુવારી કન્યાઓને આ ઉપહાર આપવાથી તમારા જીવનમાં શુભ પ્રભાવ પડશે…આર્ટિકલ વાંચો

0

બધા જાણે છે કે આ વખતે શારદીય નવરાત્રી બુધવારથી શરૂ થાય છે. ભવિષ્ય પુરાણમાં એવું માનવામાં આવે છે કે નવરાત્રીનાં નવ દિવસે મા દુર્ગાનું પૂજન કન્યા પૂજન વગર અધુરું રહે છે. નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે અને તે લોકોને ઉપહાર આપવામાં આવે છે. અને જો રાશિ અનુસાર આવકાર આપવામાં આવે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

હવે જોઈએ કે રાશિ કન્યાપૂજન માં કન્યાઓને કઈ વસ્તુ આપવી જોઈએ જેથી શુભ ફળ પ્રાપ્ત થાય.

મેષ રાશિ

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે એટલા માટે આ રાશિના જાતકોએ કન્યાપૂજન વખતે કન્યાઓને લાલ રંગની વસ્તુઓ આપવી જોઈએ જેમ કે રૂમાલ,બંગડી,બીદીં તેમજ શિક્ષા થી જોડાયેલી કોઇપણ લાલ રંગની વસ્તુ આપવી જોઈએ. શ્રદ્ધાનુસાર ભેટ કરવામાં આવે તો જાતકને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે એટલા માટે આ રાશિના જાતકોએ નવરા તેમાં કન્યા પૂજન વખતે કન્યાઓને દાડમ ,વાઈટ કલર ની કોઈપણ વસ્તુ, રમકડા તેમજ લાલ કલરની બંગડીઓ નું દાન કરવું જોઈએ.

મિથુન રાશિ

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. તેથી કન્યા પૂજન વખતે કન્યાને લાલ સફરજન લાલ બંગડી ,લાલ બિંદી અથવા તો લાલ ચુંદડી આપવી જોઈએ જેથી શુભ પરિણામ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. તેથી નવરાત્રીના પાવન અવસર કન્યા પૂજન વખતે કન્યાઓને વોટર બોટલ લીલી બંગડીઓ મોતીની માળા તેમજ શૃંગાર ને લગતી કોઈપણ વસ્તુ આપવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી ગ્રહ માનવામાં છે તેથી આ રાશિના જાતકો નવરાત્રિમાં કન્યા પૂજન વખતે કન્યાઓને ટેડી બિયર સ્ટેશનરી સાથે જોડાયેલી વસ્તુ, ગોલ્ડન ચુંદડી ગોલ્ડન બંગડી આપવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં કન્યા પૂજન વખતે રાશિ અનુસાર જાતકોને કન્યાઓને નાળિયેર થી ભનેલ કોઈ ભોગ, તેમજ ઉપહારમાં રંગબેરંગી પુસ્તકો લીલા રંગની ચુંદડી,બંગડી શ્રદ્ધા અનુસાર કરવાથી જાતક ની બધી જ મનોકામના માતા પૂર્ણ કરશે.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે તુલા રાશિના જાતક નવરાત્રીમાં પૂજન વખતે માખણ તે બનેલ ભોગ તેમજ સિલ્વર અને ગુલાબી રંગની વસ્તુ ભેટમાં આપવી જોઈએ. જેથી જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે તે વૃશ્ચિક રાશિના જાતકોએ કન્યા પૂજન કરવું જોઈએ તેમજ લાલ પીળા તેમજ ઓરેન્જ રંગની વસ્તુ જેવી કે બંગડી, ચુંદડી, તેમજ શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓ આપવી જોઈએ તેમજ રમકડા ,રૂમાલ પણ આપવુ જોઈએ. જેથી શુભ ફળ પ્રાપ્ત થશે.

ધન રાશિ

ધન રાશિના સ્વામી ગુરુ છે તેથી આ રાશિના જાતકોએ કન્યાઓને હેરબેન્ડ ,ક્લિપ ,એસેસરીઝ તેમજ અન્ય ચીજ વસ્તુઓ આપવી જોઈએ છે. તેમજ લાલ રંગની બંગડીઓ આપવી જોઈએ.

મકર રાશિ

મકર રાશિનો સ્વામી શનિ છે નવરાત્રીમાં પૂજન વખતે કન્યાઓને શ્રદ્ધાઅનુસાર ચોકલેટ રમકડા ,શૃંગાર સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ આપવી જોઈએ.

કુંભ રાશિ

કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે આ રાશિના જાતકોએ કન્યાઓને લાલ અથવા તો ભુરા રંગની કોઈપણ વસ્તુ ભેટમાં આપવી જોઈએ.જેથી શુભ ફળ પ્રાપ્ત થશે.

મીન રાશિ

મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે નવરાત્રીમાં કન્યા પૂજન વખતે નાળીયેર થી બનાયેલ ભોગ એમ જ કન્યાને લાલ પીળા રંગના રમકડા, રીબિન શૃંગાર સાથે જોડાયેલી વસ્તુઓ આપવી જોઈએ. જેથી શુભ ફળ પ્રાપ્ત થશે

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here