નવરાત્રિમાં માતાજીના અલગ-અલગ સ્વરૂપનું મહત્વ.. માતાજીના દરેક સ્વરૂપ ને પ્રસન્ન કેવી રીતે કરશો.. વાંચો આર્ટીકલ

0

👉🏻નવરાત્રિમાં માતાજીના અલગ-અલગ સ્વરૂપનું મહત્વ.. 👍🏻માતાજીના દરેક સ્વરૂપ ને પ્રસન્ન કેવી રીતે કરશો..
👉🏻માતાજીના દરેક સ્વરૂપ ને કયો પ્રસાદ ચડાવશો જેથી માતા પ્રસન્ન થાય…

ચૈત્રી નવરાત્રી 18 માર્ચથી 25 માર્ચ સુધી છે.આ નવરાત્રી 8 દિવસની છે .કેમકે સાતમ અને આઠમ એક જ દિવસે છે ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દરેક સ્વરૂપનું શું મહત્વ છે તે જોઇશું.

1. શૈલપુત્રી

માતાજીના પહેલાં સ્વરૂપને શૈલપુત્રી ના નામથી ઓળખવામાં આવે છે .પર્વતરાજ હિમાલયના ઘરે બાળકના રૂપમાં તેમનો જન્મ થયો હોવાથી તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું . નવરાત્રિના પહેલા દિવસે તેમની પૂજા-અર્ચના આરાધના કરવામાં આવે છે.

2. બ્રહ્મચારિણી

નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીની આરાધના કરવામાં આવે છે.ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. કઠોર તપસ્યા કરી હતી એટલા માટે તેમને બ્રહ્મચારિણીનું નામ મળ્યુ નહીં બ્રહ્મનો અર્થ તપસ્યા થાય છે.

3. ચંદ્રઘંટા

ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી માતાજીએ મસ્તક ઉપર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કર્યો હતો એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.

4. કુષ્માંડા

નવરાત્રિના ચોથા દિવસે કુષ્માન્ડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે માતાને માલપુડા ખૂબ જ પસંદ હતા એટલા માટે આ દિવસે માલપુડા ને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. અહીનાં દાનનો પણ મહિમા છે . બીજાને જમાડનાર વ્યક્તિને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે .તથા માતા પ્રસન્ન થાય છે.

5. સ્કંદમાતા
સ્કંદમાતા ના ખોળામાં તેમના પુત્ર કાર્તિકેય બિરાજમાન છે .નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતાજીને પાકેલાં કેળાં બહુ ભાવે છે ,એટલા માટે આ દિવસે કેળા નો પ્રસાદ રાખવામાં આવે છે અને વેચવામાં આવે છે. આનાથી દેવી પ્રસન્ન થશે અને સુખ-સમૃદ્ધિ આવશે.

6. કાત્યાયની માતા

દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની માતા કાત્યાયની માતાને મધ ખૂબ જ પ્રિય છે. એટલા માટે પ્રસાદ મા મધ અથવા તો મધની બનેલી વસ્તુઓ ચડાવાય છે. કહેવાય છે કે એનાથી દેવી પ્રસન્ન થાય છે અને મનોકામના પુરી થાય છે . આવું કરવાથી દેવીની કૃપા મળે છે અને ખૂબ જ સુંદરતા અને આકર્ષણ પ્રાપ્ત થાય છે.

7. કાલરાત્રી
કાલરાત્રિ દેવીને પ્રલયકારી માનવામાંઆવેછે કહેવાય છે કે જો માતાજી પ્રસન્ન થઈ જાય તો જીવનમાંથી બધા જ દુઃખો નો નાશ થાય છે.ગોળ માતાજીને ગમતો પ્રસાદ છે એટલા માટે આ દિવસે ગોળ નો પ્રસાદ ધરાવવામાં આવે છે. અને ગોળનું દાન પણ કરવું.

8. ગૌરી માતા

નવરાત્રિના આઠમા દિવસે ગૌરી માતાની પૂજા કરવામાં આવે છે . આ દિવસે માતાને નાળીયેરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે . અને બ્રાહ્મણોને નારિયેળનું દાન આપવામાં આવે છે . આવું કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે.

9. સિદ્ધિદાત્રી

નવરાત્રીના છેલ્લાં દિવસે સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે. સફેદ તલ એમને ખૂબ જ પસંદ છે એટલા માટે સફેદ તલ અથવા તો તલ ની બનેલી વસ્તુ નો પ્રસાદ ચઢાવવો જોઈએ અને વહેંચવો જોઈએ. માં સિદ્ધિદાત્રી ને બધી જ મનોકામના પૂર્ણ કરનારી દેવી તરીકે ઓળખવામાં આવે છે.

લેખક – નિરાલી હર્ષિત
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here