નવરાત્રી : આ 1 મંત્ર જાપ કરવાથી થશે દરેક મનોકામના પૂર્ણ, વાંચો કેવું ફળ પ્રાપ્ત કરવા કયા મંત્રનો જાપ કરવો જરૂરી.

1

નવરાત્રી શરુ થવાની તૈયારીમાં છે. દરેક ભક્ત એ માતાજીને પ્રસન્ન કરવા માટે દરરોજ માતાજીની આરતી. સ્તુતિ અને ગરબા રમશે પણ શું તમે તમારી કોઈ વિશેષ મનોકામના પૂર્ણ કરવા માંગો છો ? જો હા તો આજે અમે તમને દેવી ભાગવત અનુસાર એવા મંત્રો વિષે જાણકારી આપીશું જેનાથી તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકશો. તો આવો જણાવી દઈએ કે કેવી મનોકામના પૂર્ણ કરવા માટે કેવા મંત્રનો જાપ કરશો.

૧. પૈસાની તંગીને દુર કરવા માટે

ઘરમાં તમે બે થી ત્રણ વ્યક્તિઓ કમાવો છો પણ તે છતાં પણ પૈસા ઘરમાં જમા નથી કરી શકતા એટલે કે આકસ્મિક ખર્ચ આવી જાય છે અને બચત થતી નથી તો ઘરમાં આર્થિક પરિસ્થિતિ મજબુત બનાવવા માટે તમારે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો જોઈએ.

दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो:
स्वस्थै: स्मृता मतिमतीव शुभां ददासि।

૨. સંતાન પ્રાપ્તિ માટે

જો ઘણા સમયથી દવા અને દુવા બંને કરવાથી પણ તમને સંતાનની પ્રાપ્તિ નથી થતી તો આ નવરાત્રી દરમિયાન નીચે જણાવેલ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ.

सर्वाबाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वितः।
मनुष्यो मत्प्रसादेन भवष्यति न संशय॥

૩. વિદ્યાથી વર્ગ આ મંત્ર જાપથી કરી શકશે માતાજીને પ્રસન્ન

આ મંત્ર કરવાથી જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે અને જેમને સારા ટકાએ પાસ થવું છે તેમના માટે આ મંત્ર જરૂરી છે.

ऊं ऐं हृं क्लीं महासरस्वती देव्यै नमः’।

૪. પરિવારમાં સુખ અને શાંતિ કાયમ રાખવા માટે

ઘરમાં પતિ પત્ની વચ્ચે વારંવાર નાની નાની બાબતે ઝઘડા થતા રહેતા હોય તો આના માટે તમારે નવરાત્રી દરમિયાન નિયમિત નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો જોઈએ.

‘या देवि! सर्वभूतेषु शांति रूपेण संस्थिता! नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः!

૫. મનગમતા જીવનસાથીને પામવા માટે

જો તમને હજી સુધી મનપસંદ જીવનસાથી નથી મળ્યો તો તમે આ નવરાત્રી દરમિયાન માતાજીને અહિયાં નીચે જણાવેલ મંત્ર જાપ દ્વારા તમારી આ મનોકામના પૂર્ણ કરી શકો છો.

पत्‍‌नीं मनोरमां देहि नोवृत्तानुसारिणीम्।
तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्॥

૬. હમેશા ખુશ રહેવા માટે

કોઈપણ દુઃખને હરાવવા માટે જો ફક્ત તમે પ્રસન્ન એટલે કે ખુશ હશો તો એ દુખ એની જાતે જ તમારા જીવનમાંથી જતું રહેશે. તો હંમેશા કુશ અને પ્રસન્ન રહેવા માટે નીચે જણાવેલ મંત્રનો નિયમિત જાપ કરો.

प्रणतानां प्रसीद त्वं देवि विश्वार्तिहारिणि।
त्रैलोक्यवासिनामीडये लोकानां वरदा भव।।

૭. દેવામાંથી મુક્તિ પામવા માટે

આપણી સામે અમુક વાર એવી પરીસ્થિતિ આવતી હોય છે કે તેમાંથી મુક્ત થવા આપણે ઘણીવાર પૈસા ઉધાર લેતા હોઈએ છીએ. પણ અમુક સમય પછી આપણે એ દેવાના ભારના નીચે દબાઈ જઈએ છીએ. તો આવા સમય દરમિયાન દેવામાંથી મુક્તિ પામવા માટે આ નવરાત્રી દરમિયાન અહિયાં નીચે જણાવેલ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ.

‘या देवि! सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता! नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः!’

બસ આમ જ બીજી આવી અનેક ઉપયોગી માહિતી મેળવવા સતત જોડાયેલા રહો અમારી સાથે.
આભાર

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here