પાકિસ્તાને કેદમાં રાખેલા ભારતીય પાયલોટને લઈને નવજોત સિંહ સિધ્ધુએ આપ્યું આ નિવેદન, કહ્યું…

0

કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિધ્ધુએ પાકિસ્તાનની કેદમાં રહેલા ભારતીય પાયલોટને લઈને બુધવારે એક ટ્વિટ કરી છે. તેમણે કહ્યું કે વિંગ કમાન્ડર તમે એકલા નથી, હિન્દુસ્તાન આખું ભેગું થઈને તમારી સલામતી અને ઘરે પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તેમણે ભારતીય પાયલોટ માટે એક કવિતા પણ લખી.

તેમણે લખ્યું કે ‘દુઆ હૈ કી આપકી હસ્તી કે, કુછ એસા નઝારા હો જાએ, કશ્તી ભી ઉતારે મૌજોં પર, તૂફાન હી કિનારા હો જાયે. જય હિન્દ જય હિન્દ કી સેના.’ જણાવી દઈએ કે નવજોત સિંહ સિધ્ધુ પોતાના નિવેદન માટે પહેલા પણ વિવાદોના ઘેરામાં આવી ચુક્યા છે. પુલવામા હુમલા બાદ પણ તેમના એક નિવેદન પર ખૂબ જ વિવાદ ઉભો થયો હતો.


નવજોત સિંહ સિધ્ધુ સિવાય કવિ કુમાર વિશ્વાસે પણ ભારતીય પાયલોટને લઈને ટ્વિટ કરી છે. તેઓએ પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે કિસીકી મજાલ હૈ કે જો છોડે દિલેર કો? ગર્દીશ મેં ઘેર લેતે હૈ કુત્તે ભી શેર કો…! જણાવી દઈએ કે આ પહેલા પણ કુમાર વિશ્વાસે પાકિસ્તાન પર ઘણી ટ્વિટ કરી છે. પોતાની અન્ય એક ટ્વિટમાં કુમાર વિશ્વાસે પાકિસ્તાન આર્મીના અધિકારીની તસ્વીર વાપરીને કહ્યું હતું કે એવું થઇ જાય છે એ બાળકનું મોઢું, જેને તેનો ઉધાર ખાધેલો ખોટો બાપ ખુદ અંદર છુપાઈને બેસે અને બહાર મોકલે કે જાઓ જઈને કહી આવો કે “પપ્પા ઘરે નથી.”

જણાવી દઈએ કે આ પહેલા ભારતે પાકિસ્તાનના એ દવાની પુષ્ટિ કરી જેમાં તેને પોતાના કબ્જામાં એક ભારતીય પાયલોટ હોવાની વાત કરી રહયા હતા. બુધવારે સાંજે વિદેશ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આપણો એક પાયલોટ પાકિસ્તાનના કબ્જામાં છે અને આપણે પાકિસ્તાનથી માંગ કરીએ છે કે એ ભારતીય વાયુસેનાના એ પાયલોટને તરત જ સલામત પરત મોકલી દે. ભારતે એ પણ કહ્યું છે કે પાકિસ્તાન એ સુનિશ્ચિત કરે કે ભારતીય સૈનિકને કોઈ નુકશાન ન પહોંચે.

આ પહેલા ભારતમાં સૈન્યના કેમ્પ્સને નિશાનો બનાવતા પાકિસ્તાની જેટ વિમાનને ભારતીય વાયુસેનાએ તોડી પાડયા પછી એક ભારતીય પાયલોટ પણ ગુમ હતો. આ જાણકારી બુધવારે ભારત સરકારે પાકિસ્તાનના એ દાવાઓની વાત કરી કે જેમાં તેને પોતાના વાયુસીમામાં રહીને નિયંત્રણ રેખાની પાર હુમલો કરવાની વાત કહી હતી. બાલાકોટમાં આતંકવાદીના ઠેકાણાઓને ભારતીય વાયુસેના દ્વારા નિશાનો બનાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ આ વખતે ચરમસીમા પર જોવા મળે છે.

લગભગ એ જ સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ પણ ભારત સાથે વાત કરવાની વાત કહી. તેઓએ કહ્યું કે અમે પુલવામા પર વાત કરવા માટે તૈયાર છીએ, અને અમે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહી રહયા છે કે તમે અમને પુરાવો આપો, અમે તેમના પર કાર્યવાહી કરીશું. તેઓએ કહ્યું કે અમારા માટે આ સારું નથી કે અમારી જમીનનો ઉપયોગ આતંકવાદ માટે થાય. તેઓએ કહ્યું કે જો યુદ્ધ થયું તો આ કોઈના કાબુમાં નહિ રહે.

આ દરમ્યાન, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે પણ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાનની હુમલાની કોશિશને સફળતાપૂર્વક નાકામ કરવામાં આવ્યો અને અમે તેમના એક ફાઈટર વિમાનને તોડી પાડ્યું છે. જો કે આ એક્શન દરમ્યાન અમે એક મિગ-21 વિમાનને નુકશાન થયું અને એક પાયલોટ પણ લાપતા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here