મા દુર્ગા નો આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિમાં ભૂલથી પણ આ 13 કામ ન કરવા .. વાંચો આર્ટિકલ

0

અશ્વિન માસમાં શુક્લ પક્ષની પ્રતિપદા મા નવરાત્રીની શરૂઆત થાય છે. નવરાત્રિમાં નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે ભક્તો માની પૂજા અર્ચના કરે છે તે લોકોની મનોકામના મા પૂર્ણ કરે છે. તેમજ માતા માટે રોજ નવ દિવસનો ભોગ ચઢાવવામાં આવે છે.
નવરાત્રિમાં ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજા કળશ સ્થાપના કરતાં હોય છે. અને અખંડ દીવો રાખે છે. અને નવ દિવસ નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે.માતાનો આશીર્વાદ પૂર્ણ રીતે મળી રહે તેના માટે નવરાત્રિમાં આ વસ્તુઓ ભુલથી પણ ન કરવી જોઈએ.

નવરાત્રિમાં આ ખાસ બાબતો ને ધ્યાન રાખવુ

1) નવરાત્રીમાં દિવસ દરમિયાન શુવુું ન જોઈએ તેમજ તમાકુ દારૂ અને નોનવેજ નું સેવન ન કરવું જોઈએ.

2) માસિક દરમ્યાન સ્ત્રીઓ એ પૂજન-અર્ચન ન કરવુ

3) કોઈપણ વ્યક્તિનું મન દુખ થાય તેવું કાર્ય ન કરવું જોઈએ.

4) જે લોકો આ વ્રત રાખે છે તે લોકોએ નવ દિવસ લીંબુ કટ ન કરવું જોઈએ.

5) નવરાત્રી ના દિવસે ફળહાર ખાવું જોઈએ તેમજ ફરાળી આઇટમ ખાઈ શકાય.

6) વ્રત દરમિયાન આવા મા અનાજ કે મીઠાનો ઉપયોગ ન કરવો.

7)જે પણ વ્યક્તિ આ વ્રત રાખે તે લોકોએ ચામડાની વસ્તુ ન પેરવી જોઇએ જેમ કે બુટ-ચંપલ , બેલટ ઘડિયાળ ન પહેરવું જોઈએ.

8) આ સમય દરમ્યાન સાત્વિક ભોજન જ બનાવવું લસણ ડુંગળી નોનવેજ ન બનાવવુ.

10) જે લોકો કળશ સ્થાપના કરે છે અને અખંડ દીવો રાખે છે તે લોકોએ પોતાનું ઘર ખાલી કે બંઘ ક્યારેય ન રાખવુ જોઈએ. અને ચોખ્ખુ રાખવુ જોઈએ.

11) વ્રત કરતા હોય તે લોકો શારીરિક સંબંધ ન બનાવવો.

12) જે લોકો વ્રત કરતા હોય તે લોકોએ દાઢી મુછ અને વાળ કપાવવા ન જોઈએ. તેમજ નખ પણ ન કાપવા.

13) મા દુર્ગાને લાલ ગુલાબ પસંદ હોવાથી પૂજા ધર્મ લાલ ગુલાબ અવશ્ય ચઢાવવુ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here