આ વખતે નવરાત્રી કલ્યાણકારી રહેશે નૌકા ઉપર સવારી કરીને આવે છે માં અંબે. સપ્તમી ના દિવસે અશ્વ ઉપર પધારશે માં ભગવતી….

0

આ વખતે નવરાત્રી સુખ સમૃદ્ધિના દ્વાર ખોલતી આવશેનવરાત્રી ધનધાન્ય વૃદ્ધિ તેમજ મનોકામના પૂર્તિ માટે ગણાશે. ભારતમાં બે પદ્ધતિથી નવરાત્રિનુ આગમન થાય છે એક બંગાળી પદ્ધતિ અને બીજુ ઉત્તરભારતીય. બંગાળી પદ્ધતિમા દેવી નુ આગમન પ્રતિપદા તરીકે માનવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારત પદ્ધતિમાં મૂર્તિનું પૂજન નિમિત્તે સ્થાપના અને પૂજા કરવામાં આવે છે.

10 ઓક્ટોબર સાથે નવરાત્રીની શરૂઆત થાય છે માં ના આગમન ની સાથે શુભ આરંભ થશે. આ વખતે નવરાત્રી 10 ઓક્ટોબર બુધવારના દિવસે આવતી હોવાથી માં નુ આગમન નૌકા ઉપર થશે.જે પુરા દેશ માટે સિદ્ધિ દાયક રહેશે.
સપ્તમી તિથી 16 ઓક્ટોબરના દિવસે આવે છે તે દિવસે મંગળવાર હોવાથી દેવી નુ આગમન અશ્વ ઉપર માનવામાં આવે છે. પરંતુ અશ્વ ઉપર આગમન શુભ ફળદાયક ન હોવાથી 19 ઓક્ટોબર શુક્રવારના દિવસે માં ભગવતી ગજ ઉપર થશે . જેથી તે શુભ ફળ કારક રહેશે.તેમજ વિજયાદશમી શુક્રવારે આવી રહી છે. જેથી માની વીદાય હાથી (ગજ) ઉપર રહેશે. આ સંયોગ પણ ખૂબ જ ફળદાયક છે.

કળશ ઘટસ્થાપના માટે શુભ મુહૂર્ત 10:00 થી7:56 સુધી થશે…અભિજિત મુહૂર્ત 11: 26 થી 12 :24

નૌકા પર માં નુ આગમન થશે અને ગજથી ગમન..

 • નવરાત્રી માટે ની તિથિ:-
 • 10 ઓક્ટોબર બુધવાર પ્રતિપદા પૂર્વાહ 7: 56 કળશ સ્થાપનામાં શૈલીપુત્રી દર્શન.
 • 11 ઓક્ટોબર ગુરૂવાર દ્વિતીય પૂર્વાહ 7:08 બ્રહ્મચારિણી દેવી દર્શન
 • 12 ઓક્ટોબર શુક્રવાર તૃતિય પૂર્વાહ 6:49 ચંદ્રઘંટા દેવી દર્શન.
 • 13 october સનીવાર ચતુર્થી પૂર્વાહ 6:59 માં કૃષ્ણ માંડા દેવી દર્શન.
 • 14 ઓક્ટોબર રવિવાર પંચમી પૂર્વાહ 7: 44 સ્કંદમાતા દેવી દર્શન.
  15 ઓક્ટોબર સોમવાર ષષ્ઠી પૂર્વાહ 8:54 કાત્યાની દેવી દર્શન .
 • 16 ઓક્ટોબર મંગળવાર સપ્તમી પૂર્વાહ 10:31 મા કાલરાત્રિ દેવી દર્શન.
 • 17 ઓક્ટોબર બુધવાર મહાઅષ્ઠમી અપરાહ12:27 માં મહાગૌરી દેવી દર્શન.
 • 18 ઓક્ટોબર ગુરુવાર મહાનવમી અપરાહ 2:32 સિદ્ધિદાત્રી દેવી દર્શન.

19 ઓક્ટોબર શુક્રવાર વિજયાદશમી અપરાહ 4:39 વિજયા યાત્રા.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here