સાચા સંબંધો પારખી ના શક્યો ‘નટસમ્રાટ’: વાર્તા ખુબ ઈમોશનલ છે

0
  • રેટિંગઃ 4/5
  • સ્ટાર-કાસ્ટઃ સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોષી, દીપિકા ચીખલીયા
  • ડિરેક્ટરઃ જયંત ગિલટર
  • પ્રોડ્યુસરઃ રાહુલ સુગંદ, જુગલ સુગંદ
  • સંગીતઃ આલાપ દેસાઇ
  • જોનરઃ સોશ્યિલ ડ્રામા


ગુજરાતી થીએટર ના દિગ્ગજ કલાકારો એટલે સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષી અભિનીત ફિલ્મ ‘નટસમ્રાટ’ તમારા નજીક ના સિનેમાઘરો માં આવી ગઈ છે. આ ફિલ્મમાં સંબંધો ના લેખા જોખા દર્શાવામાં આવી છે. ઘણી ઈમોશનલ છે આ ફિલ્મ અને જોતા જોતા દર્શકો ની આંખ માં થી આંસુ આવી જાય છે.

શું છે ફિલ્મ ની વાર્તા?

આ ફિલ્મ ની સ્ટોરી કંઈક એવી છે કે કે રંગમંચ ના દિગ્ગજ કલાકાર હરિન્દ્ર પાઠકના (સિદ્ધાર્થ રાંદેરિયા) રીટાયર થાય છે. 40 વર્ષ રંગમંચ પર ગાળ્યા બાદ હવે હરીન્દ્ર પાઠકે હવે નિવૃત્તિ જાહેર કરી. ત્યારબાદ તે તેમની બધી મિલકત તેમના પુત્ર અમર અને પુત્રવધુ જીજ્ઞા ના નામે કરી દે છે.

અને આખા જીવન માં જમા કરેલી એફડી દીકરી ના નામે કરી દે છે. પછી નટસમ્રાટ તરીકે ઓળખાતા હરિન્દ્ર પાઠક અને તેમની ધર્મપત્ની મંગલા પાઠક (દિપીકા ચિખલિયા) પુત્રવધૂના વધતા જતા કકળાટને કારણે ઘર છોડીને જતા રહે છે. ઘર છોડ્યા પછી તે લોકો હરીન્દ્ર પાઠક ના મિત્ર માધવ કુમાર (મનોજ જોશી) ના ઘરે જાય છે. માધવ કુમાર આ ફિલ્મ માં દારૂડિયો બતાવ્યો છે.
પરંતુ ત્યાંજ માધવ કુમાર ના બીમાર પત્ની નું મૃત્યુ થઇ જાય છે. 15 દિવસ પછી તે લોકો એમની દીકરી અને જમાઈ ના ઘરે જઈને રહે છે. પરંતુ થોડા સમય પછી દીકરી તેના પિતા ઉપર ચોરી નો આરોપ મૂકે છે. નટસમ્રાટ અને તેમના પત્ની દુઃખી થઇ ને દીકરી નું ઘર પણ છોડી દે છે. હવે હરિન્દ્ર અને તેની પત્ની શું થાય છે? શું તેમનો દારૂડિયો મિત્ર માધવ કુમાર મદદ કરશે? રંગમંચના નટસમ્રાટના દીકરા અને દીકરીને તેમની ભૂલનો અહેસાસ થાય છે? આ તમામ સવાલોના જવાબ માટે તમારે ફિલ્મ જોવી પડશે.

કેવી છે ફિલ્મ ‘નટસમ્રાટ’

ભલે સિદ્ધાર્થ રાંદેરિયા તેમના ચાહકો માં કોમેડી માટે જાણીતા છે, પરંતુ આ ફિલ્મ માં એમની ગંભીર એક્ટિંગ એમની મહાનતા તો પરચો આપ્યો છે. ‘રામાયણ’ માં સીતા બનેલા દીપિકા ચીખલીયા ઘણા સમય પછી ફિલ્મ માં જોવા મળ્યા। તેમની એક્ટિંગ પણ વખાણવા લાયક છે. મનોજ જોષી નો રોલ નાનો છે પરંતુ જયારે જયારે તે સ્ક્રીન પાર આવે ત્યારે તે ફિલ્મ માં પ્રાણ પુરે છે. સમવેદના સુવાલ્કર તથા તસ્સનીમ નેરૂરકરની એક્ટિંગ પણ સારી છે. હેમાંગ શાહનો રોલ પણ સારો છે.

ડાયરેક્શન માં ઝીણી ઝીણી વસ્તુઓ નું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ડિરેક્ટર તરીકે જયંત ગિલાતર નું કામ ખુબ સરસ છે. ફિલ્મનો એક સંવાદ છે, ”ખોવાયેલાને શોધી શકાય પણ નજરની સામે રહેલાને શોધવા મુશ્કેલ છે.” બસ ફિલ્મની વાર્તા પણ વચ્ચે વચ્ચે આવી જ રીતે ક્યાંક ખોવાઈ જતી હોય તેમ સતત લાગ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયા તથા લાંબા સમય બાદ દિપીકા ચિખલિયાને બિગ સ્ક્રિન પર જોવા માટે આ ફિલ્મ જરૂરથી એકવાર જોવી જોઈએ.

આવનારી ગુજરાતી ફિલ્મો વિષેની માહિતી અને રેટિંગ તથા રીવ્યુ વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here