National Geographic વાળાઓ એ શોધી કાઢ્યુ મહાભારત ના ઘટોત્કચ નુ કંકાલ, સચ્ચાઇ જાણી ને નહીં થાય વિશ્વાસ – વાંચો આર્ટિકલ

મહાભારત માં આજે પણ કોઈ એવા પાત્રો છે, જેના થી વધુ પડતા લોકો આજે પણ અજાણ છે. મહાભારત માં એવુ જ એક પાત્ર છે મહાભારત નો ઘટોત્કચ. પરંતુ, તેના સિવાય વધુ પડતા લોકો એ વાત થી અજાણ છે કે ઘટોત્કચ કોણ હતો અને તેણે મહાભારત માં શું ભૂમિકા ભજવી હતી. તેના પહેલા કે અમે તમને મહાભારત ના ઘટોત્કચ વિશે જણાવીએ, તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વિશાળ નર કંકાલ ની તસવીરો શેર કરવા સાથે દાવો કરવા માં આવી રહ્યો છે કે નેશનલ જિયોગ્રાફીક એ મહાભારત ના ઘટોત્કચ નુ કંકાલ શોધી કાઢ્યુ છે. તેના પહેલા કે અમે તમને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી આ તસ્વીર ની સચ્ચાઇ બતાવીએ તે પહેલા તમને જણાવીએ કે ઘટોત્કચ કોણ હતો?

ઘટોત્કચ પેદા થતાની સાથે જ ઘણો મોટો થઈ ગયો હતો:

હકીકત માં, ઘટોત્કચ ભીમ તેમજ રાક્ષસી હિડિમ્બા નો પુત્ર હતો અને તેનુ મૃત્યુ કર્ણ ના હાથે થયુ હતુ. કહેવાય છે કે ઘટોત્કચ પેદા થતા ની સાથે જ ખૂબ મોટો થઈ ગયો હતો અને તુરંત જવાન પણ થઈ ગયો હતો. માથા પર વાળ ના હોવાના કારણે જ ભીમ અને હિડિમ્બા એ તેનુ નામ ઘટોત્કચ રાખ્યુ હતુ. મહાભારત અનુસાર, શ્રીકૃષ્ણ ના કહેવા પર જ્યારે ઘટોત્કચ કર્ણ સાથે યુદ્ધ કરવા ગયો તો બેઉ વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. પરંતુ, ઘટોત્કચ કર્ણ ની સમાન જ પરાક્રમી યોધ્ધો હતો. ઘણા કલાકો ના યુદ્ધ બાદ જ્યારે ઘટોત્કચ કૌરવો ની સેના નો સંહાર કરવા લાગ્યો તો કર્ણ એ ઇન્દ્ર ની આપેલી શક્તિ થી ઘટોત્કચ નો વધ કરી નાખ્યો.

22 ફુટ નો વિશાળ નારકંકાલ મળ્યો છે : ઘટોત્કચ નો કંકાલ

આ તો થઈ મહાભારત ના ઘટોત્કચ ની વાત. પરંતુ, મહાભારત નો ઘટોત્કચ એક વાર ફરી થી સમાચાર માં આવી ગયો છે. રિપોર્ટ ના અનુસાર, ભારત ના ઉતરી ક્ષેત્ર માં ખોદાણ ના સમયે નેશનલ જયોગ્રાફીક એ 22 ફુટ નુ વીશાળ નર કંકાલ શોધ્યુ છે. આ વિશાળ નર કંકાલ ને સાલ 2007 માં નેશનલ જયોગ્રાફીક ટીમ એ શોધ્યુ હતુ. તેના સામે આવ્યા બાદ ઘણા લોકો એ આ વાત ને સત્ય માની લીધી કે આ હકીકતમાં મહાભારત ના ઘટોત્કચ નુ નર કંકાલ છે. તે વિશે 8 સપ્ટેમ્બર 2007 ના થોડા સમાચાર-પત્રો માં સમાચાર પણ પ્રકાશિત થયા હતા.

પરંતુ, આ વાત માં કેટલી સચ્ચાઇ છે તેની પુષ્ટિ હજુ સુધી નથી થઈ શકી. માન્યુ કે, તે વિશાળ નર કંકાલ કોઈ સામાન્ય મનુષ્ય નુ નથી. તે માટે આ વાત પર વધારે બળ આપવા માં આવે છે કે તે મહાભારત ના ઘટોત્કચ નુ કંકાલ છે. તેની કદ-કાઠી મહાભારત ના ભીમ પુત્ર
ઘટોત્કચ થી મળતી-જુડતી છે. જોકે, કોઈ લોકો તેને અમેરિકા માં જોવા માં આવતા બીગફુટ માને છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં જોવા માં આવતા બીગફુટ ની લંબાઈ 8 ફુટ હોય છે.

આ વાત માં બીજો તર્ક એ અપાય છે કે આ રીત ના વિશાળકાય માનવ 5 લાખ વર્ષ પૂર્વે થી 1 કરોડ 20 લાખ વર્ષ પૂર્વ ની વચ્ચે ધરતી પર રહ્યા કરતા હતા. લોકો એ વાત પણ કહે છે કે હોઈ શકે છે કે નેશનલ જયોગ્રાફીક એ જે નર કંકાલ શોધ્યો છે તે એજ સદી નો હોય. જોકે, કોઈ પણ આ વાત ની પુષ્ટિ કરી નથી શકતુ કે આ ઘટોત્કચ નુ જ કંકાલ છે. કોઈ લોકો તો એ વાત નો પણ દાવો કરી રહ્યા છે કે આ તસ્વીર ન્યૂયોર્ક શહેર ની છે જ્યાં ખોદાણ દરમ્યાન આ કંકાલ મળ્યુ હતુ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!