આ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું નથી જાતું….

0

દરેક ગુરુદ્વારેમાં ત્રણે સમય લંગર(પંજાબી સીખ ધર્મ, વિનામૂલ્યે લોકોને આપવામાં આવતું ભોજન) જરૂર લાગે છે અને આ લંગર દ્વારા હજારો લોકોને ફ્રી માં જમાડવામાં આવે છે. પણ પંજાબ રાજ્યમાં એક એવું ગુરુદ્વારા પણ છે જ્યાં  લંગરનું ભોજન નથી બનતું, છતાં પણ અહીં આવનારા લોકોને ભરપેટ જમાડવામાં આવે છે. જણાવી દઈએ કે ચંદીગઢના સેક્ટર-28 માં બનેલા નાનકસર નામના આ ગુરુદ્વારેમાં લંગરનું ભોજન બહારથી આવે છે અને ભોજન લોકો પોતાના ઘરેથી જ લાવે છે. આ પહેલું એવું ગુરુદ્વારા છે જ્યાં પર લોકો પોતાના ઘરેથી જમવાનું બનાવીને અહીં લાવે છે અને પછી લોકોમાં વહેંચે છે.

જમવામાં આપવામાં આવે છે પરોઠા:નાનકસર ગુરુદ્વારામાં લોકો પોતાના ઘરેથી ઘણા પ્રકારની ખાવાની ચીજો લાવે છે અને લંગરના દરમિયાન લોકોને જમવામાં દેશી ઘી ના પરોઠા, દાળ-ભાત, મીઠાઈ, રોટલી, દહીં અને જાતજાતની ચીજો આપવામાં આવે છે. આ લંગર ગુરુદ્વારા માં દિવસમાં ત્રણ વાર લાગે છે અને ત્રણે વખતે લંગરમાં લોકો દ્વારા લાવેલું ભોજન જ આપવામાં આવે છે. આ સિવાય લંગર પૂરું થયા પછી જે ભોજન વધે છે તેને ચંદીગઢમાં હોસ્પિટલો સુધી પહોંચાડવામાં આવે છે જેથી ત્યાં રહેલા દર્દીઓ અને તેના પરિવારોને તે આપી શકાય.

બે મહિના સુધી રાહ જોવી પડે છે:આ ગુરુદ્વારાના ઘણા લોકોએ પોતાનું નામ નોંધાવી રાખ્યું છે, જો કે લંગર માટે ભોજન પોતાના ઘરેથી લાવે છે અને આ લોકોંની સંખ્યા એટલી વધારે છે કે લોકોએ પોતાના વારા માટે બે-બે મહિના સુધી રાહ જોવી પડે છે. આ ગુરુદ્વારાની મેનેજમેન્ટ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે ક્યાં દિવસે કોનો નંબર છે. આ સિવાય જેનો વારો આવે છે તે વ્યક્તિ ભોજન લઈને આવે છે અને પછી તેને દરેકને વહેંચે છે. એક સાથે ઘણા લોકોને ભોજન લાવવાની જવાબદારી આપવામાં આવે છે.

50 વર્ષ જૂનું છે આ ગુરુદ્વારા:ગુરુદ્વારા નાનકસરને દિવાળીના દિવસે બનાવામાં આવ્યું હતું અને આ ગુરુદ્વારાને 50 થી પણ વધારે વર્ષ થઇ ગયા છે. આ ગુરુદ્વારા ખુબ મોટા વિસ્તારમાં બનેલું છે અને આ ગુરુદ્વારા માં 30 થી 40 લોકો કામ કરે છે. આ ગુરુદ્વારા એટલું પ્રસિદ્ધ છે કે તેમાં દરેક વર્ષે થતા વાર્ષિક ઉત્સવમાં બીજા દેશોના પણ લોકો આવે છે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ ઉત્સવમાં કેનેડા, અમેરિકા, જર્મની જેવા દેશોથી પણ લોકો આવે છે. આ ઉત્સવના દરમિયાન રક્તદાનની શિવિર પણ લાગે છે અને હજારો લોકો અહીં થનારા ભજન-કીર્તનમાં ભાગ લે છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here