ખેલવા કુદવાની ઉંમરમાં જ આ બોલિવુડના 8 ફેમસ સ્ટારે કરી લીધા હતા લગ્ન, જેમાં ડિમ્પલ કાપડિયા હતી સૌથી નાની….

0

કોઈપણ કામ કરવા માટે એક સમય હોય છે. શાળામાં જવાનો સમય, કોલેજમાં જવાનો યોગ્ય સમય, ઓફિસમાં જવાનો યોગ્ય સમય . અને લગ્ન કરવાનો પણ એક ચોક્કસ સમય હોય છે. લગન જીવનનું મહત્વ દરેકના જીવનમાં હોય જ છે અને તે દરેકને લગ્ન ફરજયાત કરવા જ પડે છે. જોકે આ ફરજયાત નથી કારણ કે વિશ્વના ઘણા લોકો એવા પણ છે જેઓ લગ્ન કર્યા વિના પોતાનું જીવન જીવી નાખે છે.

જ્યારે કેટલાક લોકો માત્ર યોગ્ય સમયે લગ્ન કરે છે, ત્યાં એવા કેટલાક લોકો છે જેમની લગ્ન બહુ મોડું થાય છે . . આજનો આ પોસ્ટ અમે તમને કેટલાક બોલીવુડના એવા સ્ટાર્સની આજે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ખૂબ જ નાની ઉંમરે લગ્ન કર્યા.

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના

બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. તમને આશ્ચર્ય થશે કે જ્યારે તેઓએ લગ્ન કર્યાં ત્યારે રાજેશ ખન્ના 31 વર્ષના હતા અને ડિમ્પલની ઉંમર ફક્ત 15 વર્ષની હતી. હતા. પરંતુ તેમના સંબંધ લાંબા સમય સુધી ટક્યો ન હતો ને અંતે છૂટાછેડા થઈ ગયા હતા. .

શાયરાબાનુ અને દિલીપ કુમાર

શાયરા બાનુ 60 ના દાયકામાં પ્રસિદ્ધ અભિનેત્રી હતા. વર્ષ 1966 માં શાયરાબાનુએ મહાન અભિનેતા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે સાયરાબાનુંની ઉંમર જ્યારે દિલીપકુમાર સાથે લગ્ન કર્યા ત્યારે માત્ર 22 વર્ષની હતી અને દિલીપ કુમાર 44 વર્ષના હતા.

જેનિલિયા ડી’સુઝા અને રિતેશ દેશમુખ

આ જોડી બોલીવુડની એક પરફેક્ટ જોડી માનવામાં આવે છે. ફિલ્મ ‘તુજે મેરી કાસમ’ માં કામ કર્યું હતું. ત્યારથી તેઓ પ્રેમમાં પડી ગયા હતા. 2012 માં, જ્યારે તેમણે લગ્ન કર્યાં, ત્યારે રિતેશ 34 વર્ષનો હતો અને 24 વર્ષની ઉંમરની જેનિલિયા તેના કરતા 10 વર્ષ નાની હતી.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

સૈફે કરિના પહેલા તેનાથી 12 વર્ષ ઉંમરમાં મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ આ લગ્ન ચોરી છૂપી કર્યા હતા. તેમના આ લગ્નથી તેમના પરિવારજનો ખૂબ જ નારાજ થયા હતા કારણ કે તેમની ઉંમરમાં અમૃતા તેમના કરતાં ઘણી મોટી હતી. જ્યારે બંને લગ્ન થયા, સૈફ અલીખાન માત્ર 21 વર્ષનો હતો.

રીના દત્ત અને આમિર ખાન

તમને જણાવી દઈએ કે આમિર ખાનના પ્રથમ લગ્ન રીના દત્ત સાથે થયા હતા. આમિર અને રીનાએ તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ 1986 માં લવ મેરેજ કર્યો હતો. પાછળથી, બંને વચ્ચેનો સંબંધ ક્રેક થવા લાગ્યો અને તેઓએ વર્ષ 2002 માં છૂટાછેડા લીધા. જ્યારે આમિરે રીના સાથે લગ્ન કર્યા, તે સમયે આમિર માત્ર 21 વર્ષનો હતો.

ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર

પ્રખ્યાત અભિનેત્રી ટ્વિંકલે ખન્નાએ 17 જાન્યુઆરી, 2001 ના રોજ અક્ષય કુમાર સાથે તેના લગ્ન કર્યા હતા. આ લગ્ન કર્યા ત્યારે ટ્વિંકલે પોતાનું નામ નાની ઉંમરમાં જ બોલિવુડમાં બનાવી લીધું હતું. જો કે ટ્વિંકલે લગ્ન પછી બૉલીવુડથી અંતર બનાવી લીધું. જ્યારે ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન કર્યાં, ત્યારે તે માત્ર 27 વર્ષની હતી.

નીતુ સિંઘ અને રીશી કપૂર

કપૂર ખાનદમાં ઋષિ કપૂર અને નીતુ કપૂરની જોડી એકદમ સુપર હિટ છે. નીતુ સિંઘે 21 વર્ષની ઉંમરે બોલિવૂડના રોમેન્ટિક હીરો રીશી કપૂર સાથે લગ્ન કર્યા.

દિવ્યા ભારતી અને સાજિદ નડિયાદવાલા

દિવાળી ભારતી હિન્દી ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી હતી, જેણે ખૂબ નાની ઉંમરમાં તેની ઓળખ કરી હતી. દિવાળીએ તેના કારકિર્દીની શરૂઆતમાં પ્રખ્યાત નિર્માતા સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા. જ્યારે દિવ્યાએ લગ્ન કર્યાં, ત્યારે તે માત્ર 18 વર્ષની હતી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here