નાનાં પણ કામ નાં 10 ઉપાયો, બધા જ પ્રકાર ની તકલીફો દુર કરી દેશે…રોગમુક્ત જીવન જીવો – વાંચો ટિપ્સ

0

આજકાલ ની ઝડપી જીવન માં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમને પોતાનાં સ્વાસ્થ્ય તરફ તેમનું ધ્યાન નથી આપતા. સારા સ્વાસ્થ્ય ની સાથે સાથે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી પણ ખુબ જ જરુરી છે. જો તેની તરફ ધ્યાન આપવામાં નાં આવે તો સ્વાથ્ય થી જોડાયેલી નાની-મોટી તકલીફો લઇ ને દરેક વખતે ડોક્ટર જોડે જવું પડે છે. માથા નો દુખાવો, પેટ નો દુખાવો, ગળા ની તકલીફ વગેરે સહિત બીજી ઘણી બધી તકલીફો છે જે સરળ ઘરેલું ઉપાયો દ્વારા મટી શકે છે.

૧ .એસીડીટી અને કબજિયાત

-ગૈસ, અપચો તેમજ એસીડીટી ની સમસ્યા થવી સામાન્ય છે. પરંતુ તેના પર ધ્યાન ના આપવાથી તકલીફો વધવા લાગે છે. તેનાથી રાહત મેળવવા માટે મેથી નાં દાણા અને અજમા ને સપ્રમાણ માં લઇ ને તેનો પાવડર બનાવી નવશેકા પાણી સાથે ફાકી જવો. સાથે સાથે હળવો વ્યાયામ પણ કરવો.

૨ . ગળા ની ખારાશ

-હવામાન નાં બદલાવ સાથે જ ઇન્ફેકશન ગળા ને જકડી લે છે. તેના માટે આખા કાળા મરી અને સાકર ચાવવી. ગળા ની ખારાશ તરત જ ઠીક થઇ જશે.

૩ . હેડકી આવવી

-હેડકી આવવા પર શાંતિથી બેસવું મુશ્કેલ થઇ જાય છે. આ સમસ્યા માં મૂળા નાં ૩-4 પત્તા ચાવી જવા તેનાથી તમને ફર્ક જણાશે. અથવા બરફ નાં ટુકડા ચૂસવા તેનાથી પણ હેડકી ઠીક થઇ શકે છે.

૪ . પેટ નાં કીટાણુંઓ

– બાળકો માં આ તકલીફ વધારે જોવા મળે છે.આ કીતાણુંઓ ને ખત્મ કરવા માટે કાળા મીઠા ને અજમા સાથે ભેગું કરી ને ખવડાવવું જોઈએ.

૫ . વાયરલ તાવ

-સવાર સાંજ ચા માં આદું અને મરી પાવડર ઉકાળી ને પીવાથી તરત જ રાહત મળે છે.

6 . મજબુત દાંત

-જાંબુ ની છાલ ને એકદમ બારીક પીસી ને તેને રોજ દાંત પર મંજન ની જેમ ઉપયોગ કરવું જોઈએ.

૭ . ઘુટણ માં અસહ્ય દુખાવો

-આમ તો વધારે ઉમર વધવાનાં કારણે આ તકલીફ થાય છે, પરંતુ રોજ અખરોટ ખાવા થી દુખાવામાં રાહત મળે છે.

૮ . ભૂખ વધારવા માટે

-કોથમીર, લીંબુ અને આદું ની મિક્સ ચટણી બનાવી રોજ જમવા સાથે ખાવી જોઈએ તેનાથી ભૂખ વધે છે.

૯ . શરીર નો દુખાવો

-સરસીયા નાં તેલ માં મીઠું ભેકવી નવશેકું ગરમ કરી તેનાથી માલીશ કાર્ય પછી જ સ્નાન કરવું. દુખાવામાં રાહત મળશે. આ પ્રયોગ કરતી વખતે દુખાવાની ગોળીઓ લેવાથી બચવું.

૧૦ . ઉબકા અથવા ઉલટી આવવી

-લવિંગ નાં ૪-૫ ટુકડા અને ૧ ચમચી ખાંડ ને બારીક પાવડર બનાવી ચપટી ચપટી ભરી ને જીભ પર મૂકી ને ચાટવાથી આ તકલીફ માંથી રાહત મળે છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!