નકલી રિંગ પહેરાવીને અભિએ ન્યુયોર્ક માં કર્યું હતું ઐશ ને પ્રપોઝ, આજે 11 વર્ષ પછી થયો ખુલાસો…..

ઐશ્વર્યા રાઈ અને અભિષેક બચ્ચનની જોડી બોલીવુડની સૌથી ફેવરિટ જોડીઓમાંની એક છે. 11 વર્ષોથી આ કપલ એક-બીજાની સાથે છે અને તેઓ જલ્દી જ એક ફિલ્મમાં પણ સાથે નજરમાં આવવાના છે. જો કે ફિલ્મને આવવામાં તો હજી ઘણો સમય બાકી છે પણ બંને સાથે જોડાયેલો એક કિસ્સો હાલના દિસવોમાં ચર્ચામાં છે. અભિષેક-ઐશ ના પ્રપોઝલ સાથે જોડાયેલો આ કિસ્સો ખુબ જ રોમાંચક છે.

નકલી હતી પ્રપોઝલની રિંગ:એ તો બધા જાણે જ છે કે અભિએ ઐશને ન્યુયોર્કમાં પ્રપોઝ કર્યું હતું. વર્ષ 2007 માં ન્યુયોર્કમાં ઠંડીના દિવસોમાં અભિષેકે બાલ્કની માં ઐશ ને પોતાના મનની વાત કહી હતી. દરેક ને અભી નું આ પ્રપોઝલ ખુબજ રોમેન્ટિક લાગે છે પણ શું તમે જાણો છો કે જુનિયર બચ્ચને જે રિંગ ની સાથે પ્રપોઝ કર્યું હતું તે રિંગ નકલી હતી. અભિએ ઐશ ને કોઈ સોલિટેયર ડાયમન્ડ રિંગ થી નહિ પણ નકલી રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું.

તરત જ માની ગઈ ઐશ:
સૌથી મજેદાર વાત એ છે કે ઐશ તરત જ માની ગઈ હતી. આ નકલી રિંગ ‘ગુરુ’ ફિલ્મમાં ઉપીયોગ કરવામાં આવેલો પ્રોપ હતો, જેમાં બંને સાથે કામ કરી રહ્યા હતા. અભી ઐશ ને જલ્દી જ પોતાની બનવા માગતા હતા. માટે ટોરેંટો માં ફિલ્મના પ્રીમિયર ના તરત જ પછી આવીને તેમણે ઐશ ને પ્રપોઝ કરી દીધો હતો. ઐશે પણ બિલકુલ વાર ન લગાડતા અભી ને હા કહી દીધું. તેના અમુક જ મહિના પછી એપ્રિલ મહિનામાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

‘गुलाब-जामुन’ માં ફરીથી જોવા મળશે સાથે:કેરિયરની વાત કરીયે તો અભી-ઐશ બંને પોતાની આવનારી ફિલ્મને લઈને બીઝી છે. ઐશની ફિલ્મ।’ફન્ને ખાં’ રિલીઝ માટે તૈયાર છે, જયારે અભી ની ફિલ્મ ‘મંનમર્ઝીયા’ સપ્ટેમ્બર માં રિલીઝ થાશે. ઐશ-અભી જલ્દી જ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગુલાબ-જામુન’ માં સાથે જોવા મળશે. બંને 8 વર્ષ પછી સ્ક્રીન શેયર કરતા જોવા મળશે. છેલ્લી વાર તેઓએ ‘રાવણ’ ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!