નાહ્યા પછી બોલો આ મંત્ર , સંકટમોચન દૂર કરશે બધા કષ્ટ

0

ધર્મ ગ્રંથ ના અનુસાર હનુમાન જી એકમાત્ર એવા દેવ છે જે સશરીર આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે અને એમના ભક્તો ની બધી મનોકામના પુરી કરે છે. હનુમાનજી ને સંકટમોચન કહેવાય છે. હનુમાન જી નું નામ સ્મરણ કરવા થી માત્ર ભક્તો ના બધા સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજી ની ઉપાસના થી બુદ્ધિ , યશ , શૌર્ય , સાહસ અને આરોગ્યતા માં વૃદ્ધિ થાય છે.
હનુમાન જી ની કૃપા મેળવવા માટે અને બધી પરેશાનીઓ થી છુટકારો મેળવવા માટે એક અચૂક ઉપાય છે હનુમાન ચાલીસા અને બજરંગ બાણ પાઠ. દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણ પાઠ કરવા વાળા ભક્તો ને બધા સુખ મળે છે અને ધન ની પ્રાપ્તિ થાય છે. એવા લોકો ને કોઈ પણ પરેશાની નથી થતી અને એમની કિસ્મત નો સિતારો ચમકી જાય છે. જો શાંતિ જોઈએ છીએ તો સુંદરકાંડ વાંચો. સુંદરકાંડ શ્રીરામચરિત્રમાનસ નો ચોથો અધ્યાય છે. આ શ્રીરામચરિત્રમાનસ ને સૌથી વધુ વાંચવા વાળો ભાગ છે કારણકે એમાં હનુમાનજી એ બળ, બુદ્ધિ, પરાક્રમ અને શૌર્ય નું વર્ણન કર્યું છે. સુંદરકાંડ ને વાંચવા કે સાંભળવા થી મન માં એક અદ્દભૂત ઉર્જા નો સંચાર થાય છે. સુંદરકાંડ ના દરેક દોહા , ચોપાઈ તેમજ શબ્દ માં ઊંડું આધ્યાત્મ છુપાયેલ છે , જેના થી મનુષ્ય ના જીવન ની દરેક સમસ્યા નો સામનો કરી શકે છે. સુંદરકાંડ ના પાઠ થી ખૂબ જ જલ્દી હનુમાન જી પ્રસન્ન થઈ જાય છે અને તમને માલામાલ કરી દે છે.

દરરોજ નાહ્યા પછી ખાસ કરી ને મંગળવારે આ ઉપાય ની સાથે મંત્ર જાપ કરવા થી સંકટમોચન જીવન માં આવવા વાળા દરેક સંકટ નો અંત કરશે. સ્નાન પછી હનુમાનજી ના મંદિર માં એમની પ્રતિમા અથવા ચિતરપઠ ની સામે બેસી ને સિયારામ જી ને પ્રણામ કરો. પછી “ॐ श्री हनुमते नम:” મંત્ર નો જાપ કરો. દરરોજ આ મંત્ર ને રુદ્રાક્ષ ની માળા ઉપર ઓછા માં ઓછો એક માળા નો જાપ કરો.

આ મંત્ર બધી રીતે ની બાધાઓ અને નકારાત્મક શક્તિઓ સામે રક્ષા કરે છે. જેમના ઘર માં રોજ આ મંત્ર નો જાપ થાય છે ,ત્યાં ટોકવા કે કાળા જાદુ નો કોઈ પ્રભાવ નથી થતો. આર્થિક અભાવ થી છુટકારો મળે છે , અને પાણી ની જેમ પૈસા નો પ્રવાહ બનવા લાગે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!