કુંભ મેળો પૂરો થયા પછી આખરે નાગા સાધુઓ ક્યાં જતાં રહે છે ? ને ક્યાં જીવન વિતાવે છે ? વાંચો નાગા બાવાનો રસપ્રદ ઇતિહાસ !!

0

અલ્હાબાદમાં ચાલી રહેલો કુંભ મેળામાં સૌથી મોટું આકર્ષણ છે નાગા સાધુઓ, સંગમ શરૂ થવાના માત્ર થોડા જ સમયમાં આખા દેશના ખૂણા ખૂણામાં રહેતા નાગા સાધુઓ અહીંયા એકત્રીત થઈ જાય છે. નિવાર્સ્ત્ર શરીર ને આખા શરીરે ભભૂતી લગાવી ને નાચ ગાન સાથે ભક્તિમય રીતે તેઓ આ સ્થળે પહોંચી જાય છે. અને જેવો કુંભ મેળો પતે કે તરત જ ગાયબ પણ થઈ જાય છે. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આખરે આ નાગા બાવા જાય છે તો કયા જાય છે તેના વિશે. હવે તમે ના વિચરશો તેના વિશે વધારે, આજે અમે જ તમને એનું આખું રહસ્ય જણાવી રહ્યા છીએ.

ગુફાઓમાં રહે છે :

તમને એ પણ જાણવી દઈએ કે નાગા સાધુઓ ગુફામાં રહીને તપસ્યા કરી જીવન પસાર કરે છે, પરંતુ તેઓ ક્યારેય એક સ્થાને રહી તપસ્યા કરતાં નથી. તેઓ થોડા થોડા સમયે સ્થાન બદલ્યા જ કરે છે. આ કારણે તેમની સાચી જગ્યાની તપાસ કરવી થોડી મુશ્કેલ છે. આ સાધુઓ ગુપ્ત સ્થાનમાં જઈને ભગવાન ભોળાનાથની ભક્તિમાં મગ્ન રહે છે ને તેઓ જડીબુટ્ટી ને વનસ્પતિ ખાઈને જીવન પસાર કરતાં હોય છે.

જંગલોના સહારે કરે છે યાત્રા :

તમને જણાવી દઈએ કે નાગાસાધુઓ વેરાન અને જંગલોમથી જ યાત્રા કરવાનું પસંદ કરે છે. તેઓને શહેરમાર્ગે ચાલવું પસંદ નથી, અને તેઓ એકદમ સૂમસાણ ને જંગલોના માર્ગે જ ટોળામાં અથવા એકલા પોતાની સફર ખેડે છે.

જમીન પર સુવે છે :

તમને જણાવી દઈએ કે નાગાસાધુનું જીવન જીવવું ખૂબ જ કઠીન છે, લોકો સુવા માટે, બેડ, પલંગ કે ખાટલાની વ્યવસ્થા કરે છે જ્યારે નાગાસાધૂ ઑ જમીન પર જ સુવે છે. તેમને કોઈપણ પથારીમાં સુવાની મનાઈ હોય છે ને તેમણે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

એકસમય જ કરે છે ભોજન :

તમને એ પણ જણાવી દઈએ કે નાગાસાધુઓ માત્ર ને માત્ર એક વાર જ ભોજન કરે છે. અને એ પણ તેમને જે ભિક્ષામાં મળ્યું હોય એ જ ભોજન કરવાનું હોય છે. તમને એ પણ જણાવી દઈએ કે નાગાસાધુઓને માત્ર સાત ઘરે જ ભિક્ષા માંગવાની હોય છે ને તેમને એ સાત ઘરમાંથી જે મળે એ જ ભગવાનનો પ્રસાદ સમજી જમવાનો હોય છે.

એક કોટવાલ :

નાગાસાધુઓનો એક અખાડો હોય છે અને એ અખાડોનો એક કોટવાલ હોય છે. જ્યારે નાગા સાધુઓની દીક્ષા લેવાની પ્રક્રિયા પૂરી થઈ જાય છે ત્યારે તેઓ તપસ્યા કરવા માટે જંગલોમાં જતાં રહે છે. ત્યારે આ કોટવાલ નાગાસાધુઓને કુંભ મેળો હોય કે બીજા પર્વ તેમને બોલાવવાનું કામ કરે છે.

પહાડો ઉપર રહે છે :

તમનેજણાવી દે કે અખાડાના મોટાભાગના સાધુઓ હિમાલય, કાશી, ગુજરાત એમ અલગ અલગ સ્થાને પહાડોમાં પોતાનો નીવાસ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here