નાગ પંચમી ના દિવસે જરૂર કરો આ 5 ઉપાય, મનોકામના થશે પૂર્ણ અને વરસશે ધન…..

0

આવનારી 15 મી ઓગસ્ટનો દિવસ એક તરફ જ્યાં દેશ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે જયારે ધાર્મિક દ્રષ્ટિથી પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ જ્યાં સ્વતંત્રતા દિવસ છે, સાથે જ નાગ પંચમી નો પણ તહેવાર છે. શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાના મહાપુણ્ય ની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શિવને નાગ ખુબ જ પ્રિય છે અને નાગ પંચમી ના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું શુભ ફળદાઇ નીવડે છે. આજે અમે તમને અમુક એવા ઉપાય કહેવા જઈ રહ્યા છીએ જે તમારે નાગ પંચમી ના દિવસે કરવાનું છે. આ ઉપાયમાં તમે જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે.
નાગ પંચમી ના દિવસે કરો આ 5 ઉપાય:1. નાગપંચમી ના દિવસે નાગને જરૂર દૂધ પીવળાવો, તેનાથી જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય છે. પણ નાગ દેવતાને દૂધ પીવળાવતા સમયે ધ્યાન રાખો કે પૂજા માટે માત્ર કાચું દૂધ જ પીવળાવો. અને તમે આ દિવસે નાગ ને બદલે ગાય ને પણ દૂધ પીવળાવી શકો છો.2. નાગ પંચમી ના દિવસે નાગદેવતા નો અભિષેક કરવાથી કિસ્મત પ્રબળ થાય છે અને આવા દીસવે નાગ દેવતાની સાચા મનથી આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે.

3. નાગ પંચમી વાળા દિવસે ચાંદી નો બનેલા નાગના જોડાને કોઈ બ્રાહ્મણ ને કે કોઈ મંદિર માં દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે.4. જો આર્થિક સમસ્યાથી હેરાન થઇ રહ્યા છો તો તેના માટે ઉપાયમાં નાગપંચમી પર નાગ દેવતાના મંદિર ની સામે નારિયેળ ફોડવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ નારિયેળ થી જે પાણી નીકળે છે તેનાથી નાગ દેવતા ને અભિષેક કરવાનું રહેશે.
5. નાગ પંચમી ના દિવસે કોઈ ગરીબ કે ભિખારી ને ભરપેટ ભોજન કરાવો કે પછી પૈસા કે કાળા વસ્ત્ર નું દાન કરો. આવા ઘરમાં આર્થિક પક્ષ મજબૂત બનશે અને ધનની બરકત બની રહેશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here