અહિયાં નર્કના દર્શન કરવા આવે છે લોકો – વિશ્વનું એકમાત્ર મંદિરના 17 Photos જોઇને હૃદય કાંપી ઉઠશે

0

ઇન્સાન પોતાના જન્મ બાદ સારા કર્મ કરે કે ખરાબ કર્મ કરતો હોય તેના ન્યાય માટે ભગવાને સ્વર્ગ અને નર્કની રચના કરેલી છે. આપણને ખબર નથી હોતી કે મર્યા બાદ આપણે ક્યા જઈશું અને શું સજા મળશે.

થાઈલેન્ડમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં ગયા બાદ તેને જોઇને સારા સારા લોકો મો માં આંગળા નાખી દેશે. આ મંદિર થાઈલેન્ડનાં શહેર ‘ચિયાંગમાઈ’ માં ઉપસ્થિત છે. આ મંદિરનું નામ ‘વૈટ મે કૈટ’ છે. મંદિરમાં મોટાભાગે લોકો મનની શાંતિ માટે જતા હોય છે પણ આ મંદિર અન્યની તુલનામાં એકદમ ઉલટું છે. આ મંદિર કોઈ નર્કથી કમ નથી.

જો તમે પાપ અને પુણ્યમાં વિશ્વાસ રાખો છો અને જાણવા ઈચ્છો છો કે આપણા કર્મોની સજા આપણા મર્યા બાદ કેવી રીતે મળે છે તો આજે અમે તમારા માટે એક ખાસ જાણકારી લઈને આવ્યા છીએ. આ મંદિરની ખાસિયત એ છે કે તે દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ કોઈ દેવી-દેવતાની પૂજા નથી કરતા પણ ઇન્સાનનાં મરણ બાદ પોતાના કરેલા પાપોની સજા નરકમાં મળે છે તેને જોવા માટે આવે છે.

અહી આપેલા વિડીયોને જોઇને તમે પણ વિશ્વાસ કરવા લાગશો કે આજની દુનિયામાં એક એવું મંદિર ઉપસ્થિત છે જ્યાં તમે પણ નર્ક માં અપાતી યાતનાઓને સાક્ષાત જોઈ શકો છો. સાથે જ તેની સાથે જોડાયેલી જાણકારી પણ તમને કહેવા જઈ રહ્યા છીએ પણ તેના માટે તમારે તમારું મન મજબુત કરવું પડશે. આ મંદિરમાં ભગવાન બુદ્ધને વધુ માનવામાં આવે છે. ધરતી પર નર્કની પરછાઈ આપતું આ મંદિર થાઈલેન્ડની રાજધાની બેન્કોંક થી 700 કિમી દુરી પર આવેલું જાણવામાં આવેલું છે.

આ મંદિરમાં ઉપસ્થિત મૂર્તિઓ એટલી હદ સુધી ભયાનક છે કે તે સીધેસીધી નર્કને બયા કરે છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિઓને જોઇને એ અંદાજો લગાવી શકાય છે કે નર્કમાં જનારા લોકોને કેવી-કેવી યાતનાઓનો સામનો કરવો પડતો હશે. મૂર્તિઓ જે અત્યાચાર અને પીડાઓને પુરી રીતે પ્રદર્શિત કરે છે.

આ દરેક સંરચનાઓ એક ભીક્ષુ દ્વારા સ્થાપિત કરવામાં આવેલિ છે, જે લોકોને બતાળવા માંગે છે કે પાપ કરવાનું પરિણામ શું આવી શકે છે. આ મંદિર જન્મદિવસ, લગ્ન અને અંતિમ સંસ્કાર માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરની સ્થાપના બૌદ્ધ ભિક્ષુ ‘પ્રા કૃ વિશાનજાલીકોન’ એ કરી હતી.

ભિક્ષુના મનમાં મંદિર માટે એક વિચાર હતો. તેણે કહ્યું કે હું લોકોને પાપ અને પુણ્ય માટેની એક સાચી સમજણ અને એક સંદેશ આપવા માંગુ છુ અને લોકોને ડરાવા માંગુ છું, જેના થકી કદાચ લોકોમાં પાપ કરવાનો રેશીઓ ઓછો થઇ શકે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!