નામ છે સુલતાન, અંદાઝ છે નવાબી, નાસ્તામાં લે છે દેશી ઘી અને સાંજે લે છે થોડી ઘણી દારૂ..

ઘરમાં, પાર્ટીમાં, ક્લબમાં લોકોને Whiskey પીતા ઓ ઘણી વાર જોયા છે, પણ શું તમે ક્યારેય કોઈ ભેંસ(પાડો) ને Whiskey ની મજા લેતા જોયેલો છે? હરિયાણાનો એક પાડો એવો છે કે, જેનો ઠાઠ કોઈ નવાબ થી ઓછો નથી.

આ છે હરિયાણા નો સૌથી મોંઘો પાડો, સુલ્તાન. સૌથી મોંઘો એટલા માટે કેમ કે સુલ્તાનની કિંમત 21 કરોડ રુપયા છે અને તે Whiskey પી ને પોતાની સાંજને રંગીન બનાવે છે. કદાચ તમને આ જાણીને નવાઈ લાગશે પણ આ એકદમ સાચી વાત છે. 6 ફૂટ હાઈટ અને 1 ટન વજન ધરાવતો આ સુલ્તાન આજ સુધી માં ઘણી બધી સ્પર્ધા પણ જીતી ચુક્યો છે, સાથે જ તેનો માલિક દરેક વર્ષે તેનું સ્પર્મ વહેંચીને 1 કરોડ જેટલા રૂપિયા ની કમાણી કરે છે.

આ પાડાની કિસ્મત જુઓ કે તેને હર રોજ અલગ અલગ બ્રાંડ ની સ્કોચ આપવામાં આવે છે, સાથે જ મંગળવાર ના દિવસે સુલ્તાન નો ડ્રાઈ-ડે હોય છે, એટલે કે આ દિવસે તે શરાબ ની આસપાસ ભટકવાનું પણ પસંદ નથી કરતો.

બારક્રોફટ એનીમલ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા આં વીડીયા માં તમે તેને શરાબ પિતા જોઈ શકો છો, સાથે જ તેના માલિક નું માનવું છે કે સુલ્તાન વિશ્કી ને ખુબ એન્જોય કરે છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ની ખુબજ નિંદા થઈ રહી છે, લોકો નું માનવું છે કે આના થી સુલ્તાન ની હેલ્થ પર ખુબ મોટા પાયે અસર પડી શકે છે.

સુલ્તાન ને રામ નરેશ બેનીવાલે રોહતક પાસેથી 2 લાખ 40 હજાર રૂપિયામાં ખરીદયો હતો. થોડા સમય પહેલા એક વિદેશીએ આ પાડા ની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી.

સવાર ના નાસ્તામાં સુલ્તાન દેશી ઘી અને દૂધ પીવે છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!