ના રોટી- ના ખાંડ, પાણી છે વિદેશનું, આખરે શું છે વિરાટનો ફિટનેસ મંત્ર ? વાંચો ખાસ માહિતી

0

બોલીવુડની અવનવા રંગોથી ભરેલી દુનિયાની વાત કરીએ તો તેઓ હંમેશા જ પોતાના કોઇને કોઇ બાબત અને લાઈફસ્ટાઇલને લીધે લાઈમ લાઈટમાં જોવા મળતા હોય છે. તેઓને જોતા તો એક પલ માટે એવોજ વિચાર આવે કે કાશ આવી દુનિયા જીવવાનો મૌકો આપણને પણ મળી જાય. શાનદાર લાઈફ સિવાય બીજું તો શું જોઈતું હોય.

જો કે સ્ક્રીન પાછળની આ કીરદારોની દુનિયા પણ કઈક અલગજ હોય છે. તેઓ હંમેશા પોતાના ફિગર અને સ્વાસ્થ્યને લઈને સતત કાર્યશીલ રહેતા હોય છે. પછી તે કોઈ એક્ટર હોય કે એક્ટ્રેસ તેઓ પોતાની દુનિયા બોલીવુડમાં કાયમ રાખવા માટે અને આકર્ષક દેખાવા માટે પોતાનું સ્કેડ્યુંલ બનાવતા હોય છે. પણ ફીટ અને આકર્ષકની વાત કરીએ તો તેમાં આપણા ભારતીય ક્રિકેટરો પણ કાઈ કમ નથી.

ક્રિકેટ ની દુનિયામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક ફીટ અને સ્ટાઇલીશ બેટ્સમેન છે. બોલીવુડની સાથે સાથે ક્રિકેટરોમાં પણ ફિટનેસને લઈને ઘણી જાગૃતિ આવેલી જોવા મળે છે. દરેક ખેલાડીઓ પોતાના ફિટનેસને લઈને જીમ વ્યાયામ કરે છે સાથે જ પોતાના ખોરાક પર પણ પુરતું ધ્યાન આપે છે. પણ એમાના વિરાટ કોહલીની વાતતો કઈક અલગ જ છે.

આજે અમે તમને જણાવીશું બેટ્સમેન વિરાટ કોહલીનું રોજનું સ્કેડ્યુંલ શું છે અને કેવી રીતે પોતાને ફીટ રાખે છે.

હાલમાં જ કક્રિકેટ ટીમના આ ફીટ ક્રિકેટરે બોલીવુડ અભિનેત્રી સાથે ઇટલીમાં આલીશાન રીતે લગ્ન કર્યા છે. આ જોડી ક્યુટેસ્ટ કપલ માની એક છે. વિરાટ કોહલી પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને સતત કાર્યશીલ રહે છે.

વિરાટનો દિવસ સવારે જીમમાં વ્યાયામ કરીને શરુ થાય છે. જીમમાં તે ફીટ રહેવા માટેના વ્યાયામ અને ડાયેટ પ્લાન પણ ફોલો કરે છે. સામાન્ય રીતે વિરાટ જીમમાં 3 થી 4 કલાકનો સમય પસાર કરે  છે. સાથે જ અન્ય ક્રિકેટરો પણ વિરાટની સ્ટાઈલને અપનાવે છે. આજે આપણે વિરાટનાં ડાયેટ પ્લાન વિશે પણ જાણીશું. જણાવી દઈએ કે વિરાટ જે પાણી પીવે છે તેના એક લીટરની કિંમત 600 રૂપિયા છે. ચોંકી ગયા ને. વિરાટનું આ પીવા માટેનું પાણી ફ્રાંસથી મગાવે છે જે ઇવીયાના બ્રાંડનું છે.

સાથે જ વિરાટ પણ આપણી જેમ જંક ફૂડ અને મટનને ખુબ પસંદ કરતો હતો અને હાલ પણ અમુક મહિનાઓથી તેણે બ્રેડ કે રોટલીનો સ્પર્શ પણ કર્યો નથી. વિરાટના ભોજનમાં કાર્બોહાઈડ્રેટ બીલુક્લ પણ હોતું નથી, તે પોતાના ભોજનમાં સાલ્મન ફીશ અને લેમ્બ ખાય છે, તે પછી વિરાટ ભારતમાં હોય કે વિદેશમાં તે પોતાનો ડાયેટ પ્લાન કાયમ જ રાખે છે. જાણકારી પ્રમાણે વિરાટ ના કોચે જણાવ્યું હતું કે વિરાટ ક્યારેય પણ પેક્ડ જયુશ પિતા નથી, તે માત્ર ફ્રેશ જ્યુસ જ પીવે છે. સાથે જ તેના ખોરાક માં પણ પ્રોટીનની માત્રા વધુ હોય છે.

સાથે જ વિરાટ ગ્રિલ્ડ અને બાફેલું ભોજન પણ ખાવાનું વધુ પસંદ કરે છે. સાથે જ કોફી કે ચા માં પણ ખાંડની માત્રા બહુ ઓછી હોય છે. વિરાટનો આ જ રોજનો પ્લાન તેમને ફીટ ની સાથે સાથે ગ્લેમર પણ બનાવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!