પોતાના પતિ કરતા વધારે કમાણી હોવા છતાં આ 5 અભિનેત્રીઓમાં ન આવ્યું ઘમંડ, શોહરત માં પણ આગળ….

0

છોકરાઓની તુલનામાં છોકરીઓ ની પાસે કેરિયર બનાવાનો મૌકો ખુબ ઓછો મળતો હોય છે. મોટાભાગે છોકરાઓની પાસે દરેક આઝાદી અને વ્યવસ્થા હોય છે જે તેઓને પોતાનું કેરિયર બનવવા માટે જોઈતું હોય છે. પણ છોકરીઓની સાથે આવું નથી થાતું. ખુબ જ ઓછી છોકરીઓને આવો સોનેરી અવસર મળતો હોય છે. તેના છતાં પણ અમુક છોકરીઓ એટલી હદ સુધી આગળ વધતી હોય છે કે પછી પાછળ વળીને જોવાની જ જરૂર નથી રહેતી. તમે પણ તમારા જીવનમાં એવા ઘણા કપલ ને જોયા હશે, જેમાં છોકરાઓની તુલનામાં છોકરીઓ વધારે ફેમસ અને સફળ હોય છે. એવામાં આજે અમે તમને એવી જ અમુક ટીવી ની અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતાના પતિ કરતા પણ વધારે કમાણી કરી લે છે છતાં પણ તેઓને જરા પણ ઘમંડ કે અભિમાન નથી આવ્યું.

1. અદિતિ રાવ હૈદરી:અદિતિ બૉલીવુડ ની એક ખુબ જ સુંદર અદાકારા છે. જે હિંદી ફિલ્મો ના સિવાય તમિલ ફિલ્મો માં પણ નજરમાં આવે છે.અદિતિ એ વર્ષ 2013 માં બૉલીવુડ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. સત્યદીપ ને ઇન્ડસ્ટ્રી છોડ્યા ના 3 વર્ષ થઇ ગયા છે જયારે અદિતિ નું કેરિયેર ખુબ સારું ચાલી રહ્યું છે. રાજાશાહી પરિવાર થી તાલ્લુક રાખનારી અદિતિ હાલ પોતાના પતિ કરતા પણ વધારે પૈસા કમાઈ રહી છે.

2. દીપિકા કક્કડ:સિરિયલ ‘સસુરાલ સીમર કા’ માં સીમર નો કિરદાર નિભાવીને ફેમસ થયેલી દીપિકા કક્કડ હાલમાં જ બિગ બોસ ની વિનર બની છે. દીપિકા એ આગળના વર્ષે જ ટીવી અભિનેતા શોએબ ઈબ્રાહીમ સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન પણ ખૂબ ચર્ચા માં રહ્યા હતા કેમ કે દીપિકા એ લગ્ન માટે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો. પણ તમને જણાવી દઈએ કે દીપિકા ની લોકપ્રિયતા તેના પતિ કરતા પણ વધારે છે અને તે પતિ કરતા પણ વધારે ફી લે છે.

3. ભારતી સિંહ:ભારતી સિંહ ભારત ની સૌથી ફેમસ કોમેડિયન છે. આજે તેને ઘરે ઘરે લોકો ઓળખવા લાગ્યા છે. પોતાના દરેક અંદાજ થી લોકોને હસાવનારી ભારતી સિંહ માટે કામિયાબીની સફર આસાન રહી ન હતી. ઘણા વર્ષો ની કડી મહેનત પછી તે આ મુકામ પર પહોંચી છે. અમૃતસર ની રહેનારી ભારતી સિંહ એ સ્ક્રીપ્ટ રાઇટર હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા છે. ભારતી પોતાના પતિની તુલનામાં વધારે લોકપ્રિય છે અને તેના કરતા પણ વધારે પૈસા કમાય છે.

4. ઐશ્વર્યા સખુજાઐશ્વર્યા ટીવી જગત ની જાણીતી અભિનેત્રી છે, ઐશ્વર્યા ના લગ્ન રોહિત નાગ સાથે થયેલા છે. રોહિત નાગ વ્યવસાય થી એક એન્જીનીયર છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા આજે ટીવી જગત ની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાંની એક છે. ઐશ્વર્યા ના પતિ એક મહિનામાં જેટલી કમાણી કરે છે તેટલી કમાણી તો તે એક એપિસોડ માંથી જ કરી લે છે.

5. સૌમ્યા ટંડન:સૌમ્યા ટંડન ટીવી જગત ની એક જાણીતી અભિનેત્રી છે, જો કે તે બૉલીવુડ ની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સૌમ્યા હાલના સમયમાં ભાભીજી ઘર પર હૈં માં અનિતા મિશ્રા નો કિરદાર નિભાવી રહી છે. જણાવી દઈએ કે સૌમ્યા એ સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. કમાણી ના મામલામાં સૌમ્યા પોતાના પતિ કરતા અનેક ગણી આગળ છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here