30 વર્ષ ના થતા પહેલા જો તમે આ 15 વાતોની ગાંઠ બાંધી લેશો, તો આખું જીવન માખણ જેવું વીતશે અને ખુશ રહેશો

0

કહેવાય છે કે ઉમર તો માત્ર એક નંબર જ છે. તેમ છતાં સામાન્ય રીતે દરેક ઉંમરની પોતાની વિશેષતાઓ પણ હોય છે. જે તોફાન નાનપણમાં માફ કરવામાં આવતું હતું, તેને યુવાનીમાં ન કરી શકાય. જે જોશ યુવાનીમાં હોય છે, તે ઘડપણમાં નથી આવી શકતો.

30 ઉંમરનો એ પડાવ છે જયારે વ્યક્તિ અનુમાનથી લગભગ પોતાનું અડધું જીવન જીવું ચૂક્યું હોય છે. જેથી તેમના પાસેથી પરિપક્વતાની અપેક્ષા રાખવામાં આવે છે, જવાબદારીઓમાં વધારો થાય છે. એવામાં આ કેટલીક મહત્વની વસ્તુઓ છે, જે જીવનની ત્રીસીમાં દાખલ થતા પહેલા વ્યક્તિએ સમજીને શીખી લેવી જોઈએ જેથી તેઓ આગળનું જીવન સરળતાથી જીવી શકે.

1. સ્વાસ્થ્ય સમસ્યાઓને ટાળો નહિ

સ્વાસ્થ્ય એવી વસ્તુ છે જેને ક્યારેય પણ અવગણવું નહિ જોઈએ. પછી પણ આ ઉંમરમાં સ્વાસ્થ્યની તકલીફોને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. આ સમસ્યાઓ શારીરિક પણ હોઈ શકે છે અને માનસિક પણ.

ઘણી વાર એવા તણાવ ઘર કરી જતા હોય છે જેની અસર જીવનભર રહે છે. આ ઉમર જવાબદારીઓ ઉઠાવવાની હોય છે પરંતુ તેને બોજ બનાવવું પણ ઉચિત નથી. તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યને હાનિ થાય છે.

2. નવી જગ્યાઓ પર જાઓ

ફરવા જવું જોઈએ. અને તેના માટે ઉર્જા અને ઉત્સાહ હંમેશા બચાવીને રાખવો. નવી જગ્યાઓ પર જવાથી નવી વસ્તુઓ શીખવા મળે છે. સંસ્કૃતિ-સભ્યતાનું આદાન-પ્રદાન થાય છે.

3. સખત મહેનત કરો

નાની ઉંમરમાં નવી વસ્તુઓ શીખવું સહેલું છે. 30 વર્ષ પછી માનસિક સ્થિતિ એવી નથી હોતી કે તમે નવી સ્કિલ કુશળતાથી શીખી શકો. તેને શીખવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે, તેના માટે કોઈ વિકલ્પ નથી હોતો.

4. નકારાત્મક લોકોથી દૂર રહો

એ લોકો કે જે તમારા અંદર હકારાત્મક વિચારો ઉત્પન્ન થવા નથી દેતા, તેનાથી દૂર રહેવું જરૂરી છે.ત્યારે જ તમે આગળની સંભાવનાઓને સમજી શકશો.

5. વાંચવાનું બંધ ન કરો

ઘણા લોકોને લાગે છે કે વાંચવાનું ફક્ત કોલેજ સુધી જ હોય છે. જીવનભર પુસ્તકોનો બોજ ઉઠાવવો મુર્ખામી છે. પરંતુ એવું નથી. ભણવાની કોઈ ઉમર નથી હોતી. દરેક ઉંમરમાં પુસ્તકો સાથે મિત્રતા બનાવી રાખો.

6. કસરત કરો

સપ્તાહમાં 150 મિનિટની કસરત તમને ફિટ રાખવા માટે પૂરતી છે. તેને જીવનશૈલીનો ભાગ બનાવી લો.

7. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો

નોકરી કરતા લોકો મોટેભાગે વિકેન્ડ પાર પાર્ટી કરતા હોય છે. તેઓ અઠવાડિયાની કમાણી બે જ દિવસમાં ઉડાવી દેતા હોય છે. તમે મોટા થઇ ગયા છો અને હવે તમારે પરિવારની મદદ કરવી જોઈએ, જેથી તમે પોતાની જાતને આર્થિક રૂપથી મુશ્કેલ પરિસ્થિતિઓ માટે તૈયાર કરો.

8. જમવાનું બનાવતા શીખો

જરૂરી નથી કે જમવાનું બનાવવામાં મહારથ મેળવો પણ જરૂર પડવા પર પોતાનું પેટ ભરવા માટે કોઈ મુશ્કેલી ન આવે એટલું તો શીખી જ લેવું જોઈએ.

9. નવા લોકોને મળતા રહો

સામાન્ય રીતે આ ઉંમરમાં લોકોનો દાયરો સીમિત થઇ જાય છે. દોસ્તોમાં વધારો નથી થતો. નવા લોકોને મળવાથી કતરવા લાગે છે, પણ આવું કરવાથી આપણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ અટકાવીએ છીએ.

10. રિસ્ક લેવાથી પાછળ ન હટો

આ ઉંમરમાં લોકો સ્થાયી થવાનું વિચારવા લાગે છે. નવી વસ્તુઓ પર દાવ લગાવવાની ઈચ્છા નથી થતી. જેના કારણે તેઓ કેટલીય તકો ચુકી જાય છે, જે તેમના જીવનમાં મોટો બદલાવ લાવી શક્તિ હતી.

11. માફ કરો અને ભૂલી જાઓ

ક્યાં સુધી પોતાની કે બીજાની ભૂલોને યાદ કરતા રહેશો. 30ના થતા પહેલા એ બધું જ ભૂલી જાઉં કારણકે આગળ જીવનમાં બીજા ઘણા ભાર ઉઠાવવા પડશે.

12. કામથી બ્રેક

કામ તો ચાલતું જ રહેશે પરંતુ હંમેશા તેના દબાવમાં નહિ રહેવું. મોકો મળતા જ રજાઓ લઈને મિત્રોને મળતા રહો કે પોતાની જાત સાથે સમય વિતાવો.

13. પરિવર્તનનો સામનો કરો

જીવનમાં દરેક ક્ષણે પરિવર્તન થતું રહે છે, એક પરિવર્તન જ છે જે નિરંતર અને શાશ્વત છે. એવામાં જો તમે પરિવર્તન વિરુદ્ધ ઉભા રહેવાની કોશિશ કરશો તો પડશો. હંમેશા પરિવર્તનને સમજો અને પોતાની જાતને તૈયાર રાખો.

14. ‘ના’ કહેવું જરૂરી છે

જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી ‘ના’ કહેતા શીખી જાઓ, તો સારું છે. સંબંધો બનાવવાના ચક્કરમાં દરેક વાતે હા બોલવાથી ઘણીવાર એ તમારી વિરુદ્ધ પણ જાય છે.

15. નવા સપના જુઓ

હજુ તમે 30ના થવાના છો, જીવન ખતમ નથી થયું. સપના જોવાની આદતને છોડવાની કોઈ જરૂર નથી. બની શકે તો નવા સપના જુઓ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here