આ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી કરે છે એક્ટિંગ, 250 થી પણ વધારે ફિલ્મો બનાવી…

0

ભારતમાં 8 નવેમ્બર 1977 ના રોજ એક ફિલ્મ આવી હતી ‘ચલા મુરારી હીરો બંનને’. ફિલ્મમાં હાસ્ય કલાકાર અસરાની હીરો બનવાની ઇચ્છાએ ને લીધે મુંબઈ જાય છે, પણ આ મુરારી મુંબઈ ના ગયા પણ પોતાના જ ગામને બૉલીવુડ બનાવી લીધું. આ વ્યક્તિનું નામ ‘મુરારી લાલ પારીક’ છે.

દેશી અંદાજની મારવાડી કોમેડીને લીધે લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવતા જઈ રહેલા મુરારી લાલ પારિક રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ ના ગોગાસર ગામના રહેનારા છે. ગોગાસર માં જ મુરારી લાલ હાસ્યની નાની-મોટી ફિલ્મો બનાવે છે, જેને યુ-ટ્યુબ ચેનલ કે ફેસબુક પેજ પર અપલોડ કરી દેવામાં આવે છે.

જાણો મુરારી લાલ વિશેની અમુક ખાસ વાતો:
મુરારી લાલ અને તેની ટિમ અત્યાર સુધીમાં ગામમાં 250 થી પણ વધારે વિડીયો શૂટ કરી ચુક્યા છે. ટીમમાં મુરારી લાલ ના સિવાય અબોહર પંજાબના પંકજ પુનિયા, ગોગાસરના ભવાની પારિક અને સિરસા ના લોકેશ ધાંધલ પણ છે.દિલવાલે દુલહનીયા લે જાયેંગે, ઘાતક, વોન્ટેડ અને શોલેના કોમેડી વાળા મુરારીના વિડીયોને ખુબ પસંદ કરવામાં આવ્યા.મુરારીના વીડિયોમાં નજરમાં આવતા બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો ગામ ગોગાસર ના રહેનારા જ છે. વિડીયો બનાવવા માટે કોઈ સેટ તૈયાર કરવામાં નથી આવતા.લોકોના ઘરોમાં, દુકાનોમાં, અને હોટેલ-ઢાબા બધું આ ગામના લોકોનું જ છે. ગામના લોકોનું માનવું છે કે મુરારીના આ કોમેડી વીડિયોને લીધે ગોગાસર ગામ પણ ફેમસ થઇ રહ્યું છે. મુરારીનું ગામ ગોગાસર રતનગઢથી 15 કિલોમીટર, જિલ્લા મુખ્યાલય ચુરુથી 42 કિલોમીટર અને રાજધાની જયપુર થી 221 કિલોમીટર દૂર છે. ગામની મહિલાઓએ આપ્યા કપડા:મુરારીના કોમેડી વિડીયો બનાવવામાં ગ્રામીણોના સહિયોગનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે મુરારી માં અને દાદીના કિરદારને પણ પોતાની જાતે જ કરે છે. આજ કિરદાર મુરારી લાલ ના દિલની સૌથી નજીક છે. તેના માટે લહેંગા, ચોલી,ચૂંદડી,કાંચલી અને બોરલા સુધીની વસ્તુ ગામની મહિલાઓ મુરારીને ઉપલબ્ધ કરાવે છે.ગામ પુલાસરમાં સ્ટુડિયો:મુરારી કહે છે કે,”મારા માટે તો મારુ ગામ જ બૉલીવુડ છે. અહીં મને લોકેશન,કાસ્ટ,ક્રાઉડ અને કોસ્ટ્યૂમ સુધી બધું જ ઓરીજનલ મળી જાય છે”. એ વાત અલગ છે કે મુરારીએ પોતાનો સ્ટુડિયો નજીકના ગામ પુલાસરમાં બનાવી રાખ્યો છે.મુરારીને મળ્યા એવોર્ડ:મારવાડી કોમેડી માં મુરારીનું ખુબ મોટું નામ છે. કોમેડીના દમ પર મુરારીને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. બિકાનેર માં સબ ટીવી ચાય પર ચુટકુલે બેસ્ટ ઇન્ટરનેટનો એવોર્ડ મુરારી ને જ આપવામાં આવ્યો હતો.તેના સિવાય રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલ 2015 માં મુરારીની ફિલ્મ ‘મેરો બદલો’ને કુલ પાંચ એવોર્ડ મળી ચુક્યા છે. જેમાં બે એવોર્ડ મુરારીને બેસ્ટ સ્ટોરી માટે પણ મળ્યો હતો.ફિલ્મ સુલ્તાનમાં કર્યો રોલ:મુરારીને અભિનયનો શોખ બાળપણથી જ હતો. તે ખુબ ઓછા લોકો જાણે છે કે મુરારી લાલ ને હિન્દી ફિલ્મોમાં પણ કામ મળી ચૂક્યું છે,જો કે તેના રોલ ખુબ નાના રહ્યા હતા. સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન માં પણ તે નાનો એવો રોલ કરી ચુક્યા છે.તેના સિવાય ડીડી વન પર પ્રસારિત થનારી સિરિયલ રણભેરીમાં મુરારી નજરમાં આવી ચુક્યા છે. મુરારી એક સારા સ્ક્રીપ્ટ રાઇટર પણ છે.રાજસ્થાનની ફિલ્મ મેરો બદલોની સ્ક્રીપ્ટ પણ મુરારી એ જ લખી હતી. ફિલ્મ સરદારશહેર નિવાસી મહેન્દ્ર ગૌડના ડાયરેક્શનમાં બની હતી.
Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here