મુકેશ અને નીતા અંબાણીએ હાથ જોડીને કર્યો આટલો મોટો ત્યાગ, આખી દુનિયા કરી રહી છે વાહ-વાહ

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ ‘ધીરુભાઈ અંબાણી સ્કવેર’ મુંબઈને સમર્પિત કર્યું. ધીરુભાઈ અંબાણી સ્કવેર જિયો વર્લ્ડ સેન્ટરનો ભાગ છે, જે એક વિશ્વસ્તરીય, બહુ-ઉપયોગી સુવિધા છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીનું એક સંયુક્ત લક્ષ્ય છે, જે ભારતમાં સૌથી મોટી અને સૌથી શ્રેષ્ઠ વૈશ્વિક સંમેલન સુવિધાઓ અને સેવાઓનું નિર્માણ કરી રહ્યું છે. અંબાણી દંપતીએ આ પ્રસંગે કહ્યું કે આ દેશના સપનાઓ પૂરા કરવામાં પોતાનો જીવ લગાવી દેશે.ધીરુભાઈ અંબાણીના સપનાને પૂરું કરશે સ્કવેર અને જિયો સેન્ટર 

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું કે ધીરુભાઈ અંબાણી સ્કવેર અને જિયો વર્લ્ડ સેન્ટર ભારતના એક મહાન દીકરાના દ્રષ્ટિકોણને પૂરા કરે છે, જે માનતા હતા કે ભારતમાં રાષ્ટ્ર નિર્માણના પ્રત્યેક ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. નીતા અંબાણી, જે ભારતના સૌથી મોટા સમાજસેવી સંગઠનના પ્રમુખ છે અને તેઓએ શિક્ષા અને બાળકોના કલ્યાણ માટે ઘણી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરી છે, તેમને એક અનોખી રીતે આ કાર્યક્રમની યોજના બનાવી છે. આ કાર્યક્રમ એ વિશ્વાસથી પ્રેરિત છે કે બાળકો ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા છે.નીતા અંબાણીએ આ જ સમપર્ણને આગળ વધારતા ધીરુભાઈ અંબાણી સ્કવેરમાં એક આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન શોનો અનુભવ કરાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત વિભિન્ન ગૈર-સરકારી સંગઠનોના લગભગ 2000થી વધુ સુવિધાઓથી વંચિત બાળકોને આમંત્રિત કર્યા. જાણકારી અનુસાર, 12 માર્ચના રોજ બે વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન શહેરના લગભગ 7000 એવા લોકો માટે આયોજિત કરવામાં આવશે કે જે કોઈને કોઈ પ્રકારે દેશ અને રાજ્યની સુરક્ષામાં લાગેલા છે. અન્ન સેવા કાર્યક્રમની શરૂઆત કરી 

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પરિવારે શહેરના બધા જ અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં એક અઠવાડિયા સુધી ચાલનાર અન્ન સેવા કાર્યક્રમની પણ શરૂઆત કરી, જેની સાથે શ્લોકા મહેતા અને તેમના દીકરા આકાશ અંબાણીના લગ્નના સમારોહની પણ શરૂઆત થઇ. શ્લોકાની માતા મોના અને પિતા રસેલ મહેતાએ અંબાણી પરિવાર સાથે મળીને લગભગ 2000 બાળકોને ભોજન પીરસ્યું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here