પાકિસ્તાનથી મુકેશ અંબાણીએ એવો બદલો લીધો છે કે પાકિસ્તાન જીવનભર નહિ ભૂલી શકે, જાણો પૂરો મામલો

0

પુલવામા આતંકવાદી હુમલાના વિરોધમાં આઇએમજી-રિલાયન્સ (IMG Reliance)એ પાકિસ્તાન સુપર લીગ (PSL)ના પ્રોડક્શનથી પોતાનો હાથ ખેંચી લીધો છે. આઇએમજી-રિલાયન્સ PSLના અધિકારીક પ્રોડક્શન પાર્ટનર હતું અને આ જ તેની બધી મેચોનું લાઈવ કવરેજની દેખરેખ કરી રહ્યું હતું.આ પછી PSLના મેચ જુદી-જુદી ચેનલોના માધ્યમથી પાકિસ્તાન અને બીજા દેશોમાં દેખાડવામાં આવી રહયા હતા. ભારતમાં PSLનું પ્રસારણ ડિસ્પોર્ટના હાથમાં હતું. આઇએમજી-રિલાયન્સના એક અધિકારીએ જણાવ્યું કે આઇએમજી-રિલાયન્સએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક અધિકારીક મેઈલ કરીને આ બાબતની જાણકારી આપી દીધી છે.અધિકારીએ કહ્યું, ‘આઇએમજી-રિલાયન્સએ રવિવારે તાત્કાલિક પ્રભાવથી PSLનું પ્રોડક્શન રોકવાનું નિર્ણય કર્યો છે.આ વિશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવી દેવામાં આવ્યું છે. આઇએમજી-રિલાયન્સનું માનવું છે કે પુલવામામાં જે રીતે આતંકી ઘટના ઘટી, તેને જોતા પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારનો વ્યાપાર ન કરી શકે.’PSL પાકિસ્તાનની પ્રીમિયર T-20 લીગ છે, એમાં પાકિસ્તાન અને દુનિયાભરના કેટલાય પ્રખ્યાત ખેલાડીઓ રમે છે.

એન્ટિલિયા એક જ નથી, આ 8 જબરદસ્ત મોંઘી વસ્તુઓના માલિક છે અંબાણી…

હાલના દિવસોમાં અંબાણી પરિવાર સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલા છે. જણાવી દઈએ કે અંબાણી નો જેટલો મોટો કારોબાર છે, તેટલી જ મોંઘી અને આલીશાન તેઓની લાઇફસ્ટાઇલ છે. મુકેશ અંબાણીએ 11 વર્ષ પહેલા પોતાની પત્ની નીતાને 250 કરોડ રૂપિયાનું જેટ ભેટમાં આપ્યું હતું. આ સિવાય આજે અમે તમેને મુકેશ અંબાણીની આ 8 સૌથી મોંઘી ચીજો વિશૅ જણાવીશું.

1. એન્ટેલિયા:
જે દુનિયાનો સૌથી મોંઘો પ્રાઇવેટ રેસિડેન્સ છે. અંબાણીનું આ ઘર મુંબઈના અલ્ટામાઉન્ટમાં સ્થિત છે. 27 માળની આ આલીશાન બિલ્ડીંગમાં માત્ર સાફ-સફાઈ માટેના જ 600 જેટલા કાર્યકરો છે. ઘરમાં 164 કાર્સ પાર્ક કરવા માટેની પણ વ્યવસ્થા છે. આ સિવાય ઘરની છત પર 3 હેલિપેડ છે. તેના સિવાય સ્વીમિંગ પુલ અને સ્પા રૂમ પણ છે.

2. 8.5 કરોડ ની BMW:
મુકેશ અંબાણી BMW 760Liમાં સવારી કરે છે. જે એક બુલેટપ્રુફ કાર છે.જેની કિંમત 8 કરોડ 50 લાખ રૂપિયા છે. તેને દુનિયાની સૌથી સેફ કાર પણ માનવામાં આવે છે. તેમાં બોર્ડ કોન્ફ્રેંસ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન જેવી સુવિધાઓ છે. અંબાણીએ મુંબઈમાં મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટને 1.6 કરોડ રૂપિયાની ફી આપી હતી. રિપોર્ટના આધારે, ભારતમાં તેની પહેલા કોઇએ પણ આટલી રજીસ્ટ્રેશન ફી આપી ન હતી.

3. પોતાની એયરબસ:
તેની પાસે એયરબસ-319 કોર્પોરેટ જેટ છે. 2007માં અંબાણીએ વાઈફ નીતાને તેના 44માં બર્થ ડે પર 250 કરોડનું આ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. આ લગ્ઝરી વિમાનમાં એક ઑફિસ, એક કોન્ફ્રેંસ રૂમ, એક રોયલ બેડરુમ, ગેમિંગ માટે કેબીન, મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન, વાયરલેસ કોમ્યુનિકેશન અને એક બાર પણ છે.

4. ફાલ્કન  900EX:
આ એયરક્રાફટમાં બિઝનેસ ઓફિસ, બોર્ડરૂમ અને પ્રાઇવેટ બેડરૂમ પણ છે, જેમાં 14 પેસેંજર્સને બેસવાની વ્યવસ્થા છે. જેની કિંમત 43.3 મિલિયન ડોલર છે.

5. Maybach 62:
મુકેશ અંબાણી દેશમાં આ કાર ખરીદનારા સૌથી પહેલા વ્યક્તિ હતા, જેને તેણે પત્ની નીતાને ગિફ્ટ કરી હતી. આ કારની ટોપ સ્પીડ 250 km છે. 5.4 સેકન્ડમાં કાર 100  Kmphની સ્પીડ પકડી શકે છે.

6. Aston Martin Rapide:
અંબાણીના કાર કલેક્શનમાં આ કાર સૌથી મોંઘી છે. આ કાર 4.4 સેકન્ડમાં 60 Kmph ની સ્પીડ પકડી શકે છે. જેની વધુમાં વધુ સ્પીડ 327 Kmph છે. જેની કિંમત એક લાખ 70 હજાર ડોલર છે.

7. મર્સીડીઝ એસ ક્લાસ:
Maybach 62ની જેમ અંબાણીની આ કાર પણ બુલેટપ્રુફ છે. કાર બોર્ડ કોન્ફ્રેંસ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન જેવી સુવિધાઓ તેમાં છે. 3.9 સેકન્ડમાં આ કાર 60 Kmphની સ્પીડ પકડી શકે છે. જેની કિંમત 15000 ડોલર છે.

8. રોલ્સ રૉયસ ફેન્ટમ:
આ કાર 5.8 સેકન્ડમાં 100 Kmphની સ્પીડ પકડી શકે છે. જેની મેક્સિમમ સ્પીડ 249 Kmph છે.

9. 150 કરોડ નું યૉટ:
રિપોર્ટ અનુસાર અંબાણીની યૉટ બ્રીચ કૈંડી પર પાર્ક થાય છે. તેને ફ્રેન્ચ કંપનીએ બનાવી છે. જેમાં 12 પેસેંજર્સ અને 20 કૃ મેમ્બર્સ મુસાફરી કરી શકે છે. જેમાં ત્રણ ડેક, સ્પા, પુલ, હેલિપેડ, જિમ, મસાજ રૂમ, મ્યુઝિક રૂમ, ડાઇનિંગ રૂમ, સિનેમા અને લાઉન્જ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here