મુકેશ અંબાણી સાથે લગ્ન કરવા માટે નીતા અંબાણીએ રાખી હતી આ શર્ત, કોઈને નથી ખબર આ વાત…વાંચો દિલચસ્પ સ્ટોરી ક્લિક કરીને

0

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ 2017 માં ફોબર્સના 100 અમીર બીઝનેસમેનની લીસ્ટમાં શામિલ થઇ ચુક્યું છે. 38 બિલિયન ડોલરના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા પણ તેમના કામ માટે લોકપ્રિય રહી છે. જો કે, પ્રોફેશનલ લાઈફ સિવાય આ બીઝનેસ ટાઈકૂન કપલની લવ સ્ટોરી પણ ખુબ દિલચસ્પ છે.

નીતા અંબાણીને જો મલ્ટી ટેલેન્ટેડ કહેવામાં આવે તો તેમાં કાઈ ખોટું નથી. નીતા સમાજસેવાની સાથે સાથે બીઝનેસ વુમેન, મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલકિન પણ છે. તે રિલાયંસ ફાઉન્ડેશનની સંસ્થાપક અને ચેઈરમેન પણ છે. નીતાને વિભિન્ન ક્ષેત્રોમાં તેમના સમાજસેવાનાં કામ માટે મેટ્રોપોલીટીન મ્યુઝીયમ ઓફ આર્ટને ન્યુયોર્કમાં સન્માનિત કર્યું હતું. સાથે જ 2016 માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીમાં પસંદ કરવામાં આવેલી નીતા પહેલી મહિલા હતી.

નીતા જેટલી સુંદર છે, તેનાથી ઘણી બધું ટેલેન્ટેડ પણ છે. તે ટ્રેન્ડ ભારતનાટ્યમ ડાંસર છે. તેમણે 5 વર્ષની ઉમરથી જ ક્લાસિકલ ડાંસની ટ્રેનીંગ લેવાની શરુ કરી દીધી હતી. નરસીમોનજી કોલેજ અને કોમર્સ એન્ડ ઇકોનોમિકસથી કોમર્સનાં સ્નાતક નીતાએ કોલેજ બાદ સ્કુલ ટીચરની નોકરી શરુ કરી હતી. પોતાના ડાંસના પર્ફોમન્સ માટે તે પુરા દેશમાં ફરતી હતી. એવી જ એક પરફોર્મન્સનાં સમયે સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીએ નીતાને જોઈ તો તેમણે પોતાના મોટા દીકરા મુકેશ માટે તેને પસંદ કરી લીધી હતી.

જ્યારે નીતા અને મુકેશની મુલાકાત થઇ ત્યારે બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. નીતા મુકેશ સાથે લગ્ન કરવા માટે રાજી તો થઇ ગઈ, પણ તેમને એક શર્ત રાખી હતી. કેમ કે નીતા સ્કુલ ટીચર હતી તો તે ઇચ્છતી હતી કે લગ્ન બાદ પણ તે પોતાનું આ કામ કંટીન્યુ રાખશે. મુકેશે તેમની આ શર્ત માની લીધી અને બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

જો કે બાદમાં નોકરી છોડીને નીતાએ રિલાયંસ ગ્રુપ જોઈન કરી લીધું હતું. આજ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીએ એ વાતનો ખુલાસો કર્યો કે રિલાયન્સ ગ્રુપ જોઈન કરવા માટે પહેલા નીતા વર્લ્ડ બેંક માટે કામ કરવું અને યુનીવર્સીટીમાં ભણાવવા માંગતી હતી.

નીતાને ટીચિંગ સાથે હંમેશાથી જ લગાવ રહ્યો છે. માટે જ તે ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલ પણ ચલાવે છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અમીર ઘરોમાના છે. એશ થી લઈને આમીર ખાન સુધીના બાળકો નીતા અંબાણીની આ સ્કુલ માં જ અભ્યાસ કરી રહ્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!