મુકેશ અંબાણી સાથે ફોટોગ્રાફર્સે કર્યો મજાક-‘સર જીઓ ચાલી નથી રહ્યું’, અંબાણી પરિવારે આપ્યું આવું રિએક્શન…

0

આ વર્ષે ઘણા બૉલીવુડ સિતારાઓ લગ્ન ના બંધન માં બંધાયા છે. જેમાં દીપિકા અને પ્રિયંકા ચોપરા નું નામ વધુ ચર્ચા માં છે. હવે દેશના સૌથી મોટા અને રૉયલ લગ્ન થવાના છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ થવાના છે. હાલમાં જ દીપિકા-રણવીર એ 1 ડિસેમ્બર ના રોજ મુંબઈ માં રીશેપ્શન પાર્ટી આપી હતી.  આ પાર્ટી માં અંબાણી પોતાના દીકરા-વહુ અને પુરા પરિવાર ની સાથે દીપવીર ના આ રીશેપ્શન માં પહોંચ્યા હતા.અહીં મુકેશ અંબાણી એ પુરા પરિવાર ની સાથે મીડિયા ને પોઝ આપ્યા હતા. આ દરમિયાન દેશના સૌથી મોટા બિઝનેસમૈન સાથે અમુક ફોટોગ્રાફર્સ એ મજાક કરવાનો શરૂ કરી દીધો હતો. તેને એવી વાત કહેવામાં આવી કે જેને સાંભળીને દરેક કોઈ હસવા લાગ્યા હતા.
મુકેશ અંબાણી પોતાના પુરા પરિવારની સાથે પોઝ આપતા રહ્યા હતા ત્યારે જ અમુક મીડિયા પર્સન એ મુકેશ અંબાણી ને કહ્યું, સર જીઓ નથી ચાલી રહ્યું’. આ સાંભળીને અન્ય ફોટોગ્રાફર્સ પણ હસવા લાગ્યા હતા. જયારે ઈશા અંબાણી અને થનારી ભાવિ વહુઓ શ્લોકા અને રાધિકા, મુકેશ અંબાણી ને જોવા લાગી હતી. પુરા અંબાણી પરિવાર એ આ સવાલ નો હસીને સામનો કર્યો. મુકેશ અંબાણી પર આ વાતની કોઈ જ અસર ન થઇ અને હસતા હસતા રિએક્શન આપ્યું. ત્યારે જ સંજય દત્ત પણ ત્યાં પહોંચ્યા. મુકેશ અંબાણી એ આગળ વધીને તેનું સ્વાગત કર્યું. સંજય પુરા અંબાણી પરિવાર ને હસતા હસતા મળ્યા.જણાવી દઈએ કે ઈશા ના લગ્ન માટે અંબાણી અને પીરામીલ પરિવાર 8 અને 9 ડિસેમ્બર ના રોજ ઉદયપૂર પહોંચશે, જ્યા તેઓએ મળીને એક ખાસ ડિનર પ્લાન કરેલું છે. આ દરમિયાન લગ્ન ના કાર્યક્રમ પ્રસિદ્ધ જગમંદિર, લેક પેલેસ, ઉદયવિલાસ અને લીલા પૈલેસ માં આયોજિત હશે. ઉદયપુર એયરપોર્ટ પર આગળના અઠવાડિયા માટે ટેક ઓફ અને લેન્ડિંગ માટે 25-30 ચાર્ટડ પ્લેન ની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ઉદયપુર એયરપોર્ટ ઓથોરિટી ના અનુસાર, એયરપોર્ટ પર 26 ચાર્ટડ એક સાથે ઉભા રહી શકે છે, એવામાં આ ચાર્ડટ ને મહેમાનો ને ઉતારીને ફરીથી મુંબઈ માટે ઉડાન ભરવાની રહેશે, અંબાણી એ પોતાના મહેમાનો માટે 5 સ્ટાર હોટેલ પણ બુક કરાવી લીધી છે.  Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here