દીકરી ના લગ્ન પછી મુકેશ અંબાણી એ વર્ણવી પોતાના દિલની વાત, આવી હતી તેઓની લવ સ્ટોરી…..

1

હાલમાં જ મુકેશ અંબાણી ની લાડલી ઈશા અંબાણી ના લગ્ન સંપન્ન થયા છે અને સૌથી ખાસ વાત એ હતી કે આ ગ્રાન્ડ લવ મેરેજ હતા અને તેમાં બંને પરિવારો ની સમ્મતી મળી હતી.
આનંદ અંબાણી એ ઈશા ને પ્રપોઝ કર્યું હતું અને બંને પરિવારો ની મંજૂરી પછી જ આ રિશ્તો આગળ વધ્યો હતો. પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના પણ લવ મેરેજ હતા. આવો તો જાણીએ મુકેશ-નીતા અંબાણી ની લવ સ્ટોરી ની શરૂઆત કેવી રીતે થઇ.
જણાવી દઈએ કે ભારતના સૌથી ધનવાન મુકેશ-નીતા અંબાણી ની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરી થી ઓછી ન હતી. એક ડાન્સ શો ના દરમિયાન ભારત નાટ્યમ કરતી વખતે ધીરુભાઈ એ નીતા ને જોયા હતા ત્યાર થી જ ધીરુભાઈ એ નીતા ને પોતાની ભાવિ વહુ બનાવાનો નિર્ણય લઇ લીધો હતો.
એવામાં જયારે મુકેશ અંબાણી એ જયારે પેહલી વાર નીતા અંબાણી ને જોયા તો તેને પ્રેમ કરવા લાગ્યા હતા. તેમણે વાત કરવા માટે જયારે પહેલી વાર નીતા ને ફોન કર્યો તો તેમણે ગુસ્સા માં ફોન કાપી નાખ્યો હતો.
મુકેશ અંબાણી એ તેને ફરીથી ફોન કર્યો અને કહ્યું કે તે મુકેશ અંબાણી બોલી રહ્યા છે, તો જવાબમાં નીતા ને કહ્યું કે જો તમેં મુકેશ અંબાણી બોલી રહ્યા છો તો હું એલિઝાબેથ બોલી રહી છું. આટલું કહીને ફરીથી નીતા એ ફોન કાપી નાખ્યો.
જયારે ત્રીજી વાર મુકેશ અંબાણી એ ફોન કર્યો તો તેની વાત નીતા ના પિતા સાથે થઇ અને તેમણે નીતાને જણાવ્યું કે સાચે જ તેના માટે મુકેશ અંબાણી નો જ ફોન છે.એકવાર તો ટ્રાફિક સિગ્નલ વચ્ચે જ મુકેશ અંબાણી એ ગાડી માંથી ઉતરીને નીતા ને પ્રપોઝ કર્યું હતું. જ્યાં સુધી નીતાનો જવાબ ના મળ્યો ત્યાં સુધી તે ત્યાં જ રહ્યા અને નીતા ના જવાબ પછી જ તેમણે પોતાની ગાડી આગળ વધારી હતી.
નીતા અને મુકેશ જી જયારે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે મુકેશ જી પોતાની મોંઘી કાર લઈને આવતા હતા. એક દિવસ તો નીતા એ મુકેશ અંબાણી ને મુંબઈ બસ માં સફર કરવા માટેનું કહ્યું. જેના પછી પ્રેમ માટે મુકેશ અંબાણી એ મુંબઈ ની લોકલ બસ માં પણ સફર કરી હતી.નીતા અંબાણી ને બાળકોને ભણાવવું ખુબ જ પસંદ છે, બાળપણ થી જ તેનું સપનું એક ટીચર બનવાનું હતું. લગ્ન પછી પણ નીતા એ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખોલી હતી, જેની તે ચેયરમેન છે. લગ્ન પછી જયારે નીતા અંબાણી પહેલી વાર માં બની હતી તે ક્ષણ ને તેઓ જીવનની સૌથી વધુ સુંદર ક્ષણ માની રહ્યા છે.
લગ્ન ના આટલા વર્ષ પછી પણ બંને વચ્ચે કોઈપણ જાતનો મતભેદ થયો નથી. અને આજે પણ તેઓ હંમેશા સાથે અને ખુશ નજરમાં આવે છે.
Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here